વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં (Stadium) શુક્રવારે શરૂ થઈ. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ. તે પહેલા શાનદાર ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા શાહરૂખ ખાને જોરદાર પરફોર્મ કર્યું હતું. તેમના સિવાય શાહિદ કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, કાર્તિક આર્યન અને વરુણ ધવને પણ પોતાના ડાન્સથી દર્શકોના દિલ જીતી લીધા હતા. શાહરૂખ ખાને 23 ફેબ્રુઆરીએ વુમન્સ પ્રીમિયર લીગ 2024ના ગ્રાન્ડ ઓપનિંગમાં પોતાના ડાન્સ પર્ફોર્મન્સથી બધાને ખૂબ નચાવ્યા હતા. WPL 2024માં કિંગ ખાન ‘પઠાણ’માંથી ‘ઝૂમે જો પઠાણ’ અને ‘જવાન’માંથી ‘રમૈયા વસ્તાવૈયા’નું હૂક સ્ટેપ કરતા જોવા મળ્યા હતા.
કાર્તિક અને સિદ્ધાર્થ પછી ટાઈગર શ્રોફે દર્શકોના દિલ જીતી લીધા. તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને ટેકો આપ્યો હતો. ટાઇગરે સૌથી પહેલા હીરોપંતી ફિલ્મના ગીત ‘મેરે નાલ તુ વિસાલ બાજા’ પર ડાન્સ કર્યો હતો. તેણે યુદ્ધ ફિલ્મના ‘ઘુંઘરુ ટૂટ ગયે’ અને ‘જય-જય શિવશંકર’ ગીતો પર ડાન્સ કર્યો હતો. શાહિદ કપૂરે તેની ફિલ્મ શાનદારના ગીત ‘શામ શાનદર’ પર ડાન્સ કર્યો હતો. આ પછી તેણે ફિલ્મ જબ વી મેટના ગીત ‘નગડા બાજા’ પર પરફોર્મ કર્યું.
ઓપનિંગ સેરેમનીમાં કાર્તિક આર્યન પહેલું પરફોર્મ કર્યું હતું. તેણે ગુજરાત જાયન્ટ્સ ટીમને સપોર્ટ કર્યો હતો. કાર્તિકે સૌથી પહેલા ફિલ્મ ભૂલભૂલૈયા 2 ના ગીત પર ડાન્સ કર્યો હતો. તેણે સોનુ કી ટીટુ કી સ્વીટી ફિલ્મના ગીત ‘દિલ ચોરી…’ પર પણ ડાન્સ કર્યો હતો. કાર્તિક આર્યન પછી સિદ્ધાર્થ મલ્હોત્રાએ પરફોર્મ કર્યું હતું. તેણે દિલ્હી કેપિટલ્સને ટેકો આપ્યો હતો. સિદ્ધાર્થે તેની પ્રથમ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરના ગીત ‘મુંડા કુકુર કમાલ દા’ પર પરફોર્મ કર્યું હતું. તે પછી સિદ્ધાર્થે તેની સૌથી પ્રખ્યાત ફિલ્મ શેરશાહના ગીત ‘રાતાં લાંબિયાં…’ પર ડાન્સ કર્યો. ત્યારબાદ તેણે ‘કાલા ચશ્મા’ ગીત પર પણ પરફોર્મ કર્યું હતું.
વરુણ ધવને યુપી વોરિયર્સને સપોર્ટ કર્યો હતો. તેણે સૌપ્રથમ ભેડિયા ફિલ્મના ગીત ‘તુ મેરા કોઈ ના હોકે ભી કુછ લગે’ પર પરફોર્મ કર્યું હતું. આ પછી તેણે ફિલ્મ મેં તેરા હીરોના ગીત ‘તેરા ધ્યાન કીધર હૈ’ પર ડાન્સ કર્યો. ત્યારબાદ તેણે આ જ ફિલ્મના ગીત ‘સારી નાઈટ બેશરમી…’ પર ડાન્સ કર્યો. ત્યારબાદ તેણે તેની પ્રખ્યાત ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3 ના ગીત ‘મુકાબલા’ પર પરફોર્મ કરીને બધાના દિલ જીતી લીધા.