નવી દિલ્હી: આજે ODI વર્લ્ડ કપ 2023ની (Worldcup2023) બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો (Australia) સામનો દક્ષિણ આફ્રિકા (South Africa) સામે થશે. આ મેચ કોલકાતાના (Kolkata) ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ટીમે બુધવારે ન્યુઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી અને આજે નક્કી થશે કે ટાઈટલ મેચમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો કઈ ટીમ સાથે થશે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
કોલકાતામાં વરસાદને કારણે રમત રોકી દેવામાં આવી છે. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 14 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 44 રન બનાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક (wk), ટેમ્બા બાવુમા (c), રાસી વાન ડેર ડુસેન, એઇડન માર્કરામ, હેનરિચ ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, ગેરાલ્ડ કોએત્ઝી, કાગીસો રબાડા, તબરેઝ શમ્સી.
ઓસ્ટ્રેલિયા: ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિસ (wk), પેટ કમિન્સ (c), મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.