નવી દિલ્હી: દુનિયા (World) હવે ડીઝીટલ (Digital) થઇ ગઈ છે. વર્તમાન પરિસ્થિતિનો જો ત્રાગ મૅળવીયે તો હાલ દરેક કામો પણ ડીઝીટલ પ્લેટફોર્મ ઉપર આવી ગયા છે. તો બીજી તરફ ડીઝીટલ માધ્યમના યુઝર્સ (Users) પણ સ્માર્ટ થઈ ગયા છે. હવે આ પ્લેટફોર્મના (Platform) વધારે ઉપયોગને લીધે ડેટાની લેવડ-દેવળ પણ અતિશય વધી ગઈ છે. જેને લઇને યુઝર્સને તે સ્ટોર કરવા માટે ખુબ જ હેરાનગતિ થઇ રહી છે. ગુગલ ડિસ્ક (Google Disk) ઉપર કોઈ પણ ફાઈલ અપલોડ કરતી વખતે મોટા ભાગે ‘યોર ડિસ્ક ઇસ ફુલ ‘નો મેસેજ આવે છે. આ સ્થિતિમાં તમારો ફોન પણ ધીમી ગતિએ કામ કરતો થઈ જાય છે. પણ હવે ગૂગલે હવે ગુગલ વર્કસ્પેસ ઉપર થતી આ સમસ્યાઓનું નિરાકરણ ટૂંક સમયમાં જ કરશે. યુઝર્સે તેના કામનું વિસ્તરણ કરવા કોમ્યુનિકેશન અને વધુ પ્રભાવશાળી ઢંગથી કરવા માટે ગુગલ હવે 15GB ફ્રી સ્ટોરેજની જગ્યા એ 1 TB સુધી કરશે.
ગુગલ ડ્રાઈવ ડેટા સ્ટોરેજ કરવામાં મહત્વની કડી સાબિત થાય છે
ગૂગલે તેના બ્લોગના માધ્યમથી કહ્યું હતું કે જલ્દીથી જલ્દી દરેક ગુગલના વ્યકિત ગત ખાતામાં 1TBનું સુરક્ષિત ક્લાઉડ ઉપલબ્ધ થઇ જશે. અપગ્રેડ સ્ટોરેજ પ્રાપ્ત કરવા માટે તમારે વધારે કઈ કરવાની જરૂર નથી. જયારે પણ તેમાં રોલ આઉટ કરીએ ત્યારે દરેક ખાતા તેના વર્તમાન 15 જીબી સ્ટોરેજ થી લઇને 1TBમાં ઓટોમેટિક અપગ્રેડ થઇ જશે.ગૂગલે એ વાતમાં પણ સહમતી બતવી હતી કે વ્યવસાયના વિકાસ કરવા માટે યુઝર્સે વધારે ડોક ફાઈલ ડેટા અને ડીઝીટલ મિલકતની જરૂર નથી હોતી. આ દરમ્યાન ગુગલ ડ્રાઈવ ડેટાને મેનેજ કરવામાં અને સ્ટોરેજ કરવામાં મહત્વની કડી સાબિત થાય છે. અને યુઝર્સ તેમાં ઇમેજ,વિડીયો અને અન્ય 100થી પણ વધુ ફાઈલોને સ્ટોર કરવામાં મદદરૂપ સાબિત થશે.
ડ્રાઇવ,મેલવેયર,સ્પામ,રેન્સમવેર સામે પણ તે સુરક્ષાનું કવચ પૂરું પાડે છે
કંપનીના દવા મુજબ ગુગલ વર્કસ્પેસ તેના અંગત ચુકવણીના માધ્યમથી એક્સેસ કરવા વળી સેવા છે. જે યુઝરસોને વ્યવસાયમાં ઉન્નતિ કરવા માટે મદદ રૂપ થાય છે. આ ગ્રાહકો પાસે હવે 1TB સ્ટોરેજ છે સ્ટાન્ડર્ડ એકાઉન્ટ ધરાવતા વપરાશકર્તાઓ પાસે હજી પણ નિઃશુલ્ક 15GB ક્લાઉડ સ્ટોરેજ 1TB નિઃશુલ્ક હશે.” વધુમાં, વપરાશકર્તાઓ માઈક્રોસોફ્ટ ઓફિસની ફાઇલોને કન્વર્ટ કર્યા વગર સરળતાથી એડિટ પણ કરી શકે છે. ડ્રાઇવ,મેલવેયર,સ્પામ અને રેન્સમવેર સામે પણ તે સુરક્ષાનું કવચ પૂરું પાડે છે. તેથી ડોક્યુમેન્ટ અને ફાઈલો ખોલતી વખતે વપરાશકર્તાને મેઈલવેર વિશે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
આ રીતે થશે અપગ્રેડ
વપરાશકર્તાને કંઈ પણ વધારાનું કરવાની જરૂર રહેશે નહીં. ગુગલ ઓટોમેટિક તેના દરેક વર્કશોપ ખાતાના એકાઉન્ટ માટેની ડેટાની મર્યાદાને 15GB થી 1TB સુધી અપગ્રેડ કરશે. તમારે માત્ર વર્તમાન સેવાઓ જાળવી રાખવાની છે. કોઈ વધારાનો ચાર્જ ફાઇલો, દસ્તાવેજો કે અન્ય ડેટા સ્ટોર કરવા માટે ચૂકવવાનો રહેશે નહિ. ગુગલ સ્ટોરેજને લિમિટ 1TB સુધી કરશે. હાલમાં ગુગલ ત્રણ માસિક પ્લાન ઓફર કરે છે જેમાં રૂ 130માં 100GB સ્ટોરેજ પ્રતિ મહિને, રૂ. 210માં દર મહિને 200GB સ્ટોરેજ અને રૂ. 650 પ્રતિ માસમાં 2TB સ્ટોરેજ દર મહિને આપશે..