અમદાવાદ: (Ahmedabad) અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને (Narendra Modi Stadium) ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈ-મેઈલ મુંબઈ પોલીસ (Police) અને એનઆઈએને મળ્યો છે. જેમાં લોરેન્સ બીશ્નોઈને જેલમાંથી છોડી મુકવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ધમકીભર્યા ઈ-મેઈલ બાદ અમદાવાદ પોલીસ વધુ સતર્ક બની છે.
- નમો સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી બાદ અમદાવાદ પોલીસ હાઈ એલર્ટ પર
- 14મીએ યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ ફરતે ઉત્તેજના સાથે ભયનો પણ માહોલ
- મેચના ત્રણ દિવસ અગાઉથી જ મોટેરા સ્ટેડિયમ સહિત શહેરભરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાશે
એનઆઇએ અને દિલ્હી પોલીસને મળેલા ધમકીભર્યા ઈ-મેઈલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે. આ ઉપરાંત ઈ-મેઈલ મોકલનાર શખ્સે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને છોડી મૂકવાની અને 500 કરોડની ખંડણીની માંગણી કરી છે. પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓએ ઈ-મેઈલના આઇપી એડ્રેસની તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે આગામી 14મી ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની લીગ મેચ યોજાનાર છે. તેવામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકીના પગલે અમદાવાદ પોલીસ વધુ એલર્ટ બની છે. તેમજ સ્ટેડિયમની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
સુરક્ષા વ્યવસ્થાને પગલે અમદાવાદ શહેરમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. શહેરમાં પ્રવેશતા તમામ માર્ગો ઉપર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. શહેરમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા અમદાવાદ પોલીસ સક્ષમ છે.
પોલીસ સતર્ક છે, કોઈપણ નાગરિકે ગભરાવાની જરૂર નથી: જો.પો.કમિ. કોરડિયા
અમદાવાદ શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર સેક્ટર- 1 ચિરાગ કોરડીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોઈપણ નાગરિકે ગભરાવાની જરૂર નથી. ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમની સુરક્ષા અંગે 11મી તારીખથીઅમદાવાદÑ: વર્લ્ડકપ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થઈ ચૂક્યો છે, તેવા જ સ્ટેડિયમ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. શહેર પોલીસની સાયબર સેલ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ સતત નજર રાખી રહી છે. સ્ટેડિયમના તમામ પ્રવેશ દ્વારા ઉપર સઘન સુરક્ષા વ્યવસ્થા સાથે ચેકિંગ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત સ્ટેડિયમ આસપાસના વિસ્તારો, મકાનો, હોટલો, ગેસ્ટ હાઉસની ચકાસણી કરવામાં આવી રહી છે. તેમજ આસપાસના મકાનો ઉપર ધાબા પોઇન્ટ સહિત સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.