Sports

ન્યૂઝીલેન્ડ સામેની મહત્વની મેચ પહેલા ભારતની પ્લેઇંગ ઇલેવનને લઈ મૂંઝવણ, આ 3 ખેલાડીઓ થયા ઘાયલ

આઈસીસી વર્લ્ડ કપ 2023ની (World Cup 2023) 21મી મેચમાં રવિવારે ટીમ ઈન્ડિયાએ (Team India) ન્યુઝીલેન્ડનો (New Zealand) સામનો કરવાનો છે. આ મોટી મેચ પહેલા ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. હાર્દિક પંડ્યાની ઈજાથી પરેશાન રોહિતની પલટનને વધુ એક મોટો ફટકો પડ્યો છે. સૂર્યકુમાર યાદવને બેટિંગ પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી અને તેને મેદાન છોડવું પડ્યું હતું. જ્યારે ઇશાન કિશનને પણ મધમાખી કરડતા ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું છે. આમ ન્યૂઝીલેન્ડ સામેની મહત્વની મેચમાં ટીમ ઇન્ડિયા તેની પ્લેઈંગ ઇલેવનને લઈને મૂંઝવણમાં મુકાઈ છે.

તમને જણાવી દઈએ કે ઈજાના કારણે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પહેલાથી જ ન્યૂઝીલેન્ડ સામેની મેચમાંથી બહાર છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ સૂર્યકુમાર અને ઈશાન ઈજાગ્રસ્ત થઈ ન રમે તેવું ઈચ્છશે નહીં. જો આમ થશે તો પ્લેઇંગ-11ની પસંદગી કરવામાં મુશ્કેલી આવી શકે છે. સૂર્યકુમાર યાદવ ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ઈજાગ્રસ્ત થઈ ગયો છે. તેને કાંડામાં ઈજા થઈ છે જો કે BCCIએ હજુ પુષ્ટિ કરી નથી કે તે ન્યૂઝીલેન્ડ સામેની મેચ રમી શકશે કે નહીં.

બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યાના પગની ઘૂંટીમાં મચકોડ આવી ગઈ હતી, જેના કારણે તે ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરી શકશે નહીં. માનવામાં આવી રહ્યું છે કે, હાર્દિકની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ધર્મશાલામાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. જો કે હવે સૂર્યા પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થયો છે. બેટિંગ કરતી વખતે બોલ સૂર્યાના જમણા કાંડા પર વાગ્યો હતો જેના પછી તે ખૂબ જ પીડામાં જોવા મળ્યો હતો. દર્દ એટલું બધું હતું કે સૂર્યકુમારે મેદાન છોડવું પડ્યું હતું.

બીજી તરફ ટીમના વિકેટકીપર ઈશાન કિશનને મધમાખીએ ડંખ માર્યો છે. તેણે શનિવારે સાંજે નેટ પ્રેક્ટિસ અધવચ્ચે છોડી દીધી હતી અને આરામ કરવા ગયો હતો. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે પહેલાંથી જ મેચમાંથી બહાર થઈ ગયો છે તેથી પ્લેઇંગ-11માં તેના સ્થાને કોણ રમશે તે અંગે શંકા છે. હાર્દિકની જગ્યા લેવાની રેસમાં સૌથી આગળ રહેલા સૂર્યકુમાર યાદવને પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ છે. 22મી ઓક્ટોબર એટલે કે રવિવારે રોહિતની પલટનનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે ધર્મશાલામાં મહત્વની મેચમાં થવાનો છે.

Most Popular

To Top