Gujarat

અફઘાનિસ્તાને દક્ષિણ આફ્રિકા સામે મુક્યો 245 રનનો ટાર્ગેટ

અમદાવાદ: (Ahmedabad) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન (Afghanistan) અને દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચે મેચ રમાઈ રહી છે. અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અફઘાનિસ્તાનની ટીમ 50 ઓવરમાં 244 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાને દક્ષિણ આફ્રિકાને 245 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અઝમતુલ્લા ઓમરઝાઈ ફક્ત 3 રનથી સદી બનાવવાથી ચૂકી ગયો હતો. તેણે 97 રન બનાવી અણનમ રહ્યો હતો.

અફઘાનિસ્તાનની ટીમ તરફથી રહમત શાહ અને નૂર અહેમદે 26 રન બનાવ્યા હતા. રહેમાનુલ્લા ગુરબાઝે 25 અને રાશિદ ખાને 14 રન બનાવ્યા હતા. બીજી તરફ સાઉથ આફ્રિકા તરફથી ગેરાલ્ડ કોએત્ઝીએ 4 વિકેટ ઝડપી હતી. જણાવી દઈએ કે આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમ કોઈપણ ફેરફાર વિના મેદાનમાં ઉતરી હતી જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમે બે ફેરફાર કર્યા હતા. માર્કો જેન્સન અને તબરેઝ શમ્સીની જગ્યાએ એન્ડીલે ફેલુક્વાયો અને ગેરાલ્ડ કુટીઝને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.

આજે ICC વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે મહત્વની મેચ છે. દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલાથી જ સેમીફાઈનલમાં પ્રવેશી ચૂકી છે અને હાલમાં તે પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે. જ્યારે અફઘાનિસ્તાનની ટીમ અત્યારે છઠ્ઠા નંબર પર છે અને પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની સાથે સેમીફાઈનલમાં જવાનો દાવો કરી રહી છે. જો કે અફઘાનિસ્તાન સામે જે લક્ષ્ય છે તે લગભગ અશક્ય પ્રકારનું છે. જોકે મેચનું પરિણામ ન આવે ત્યાં સુધી તમામ પ્રકારની સંભાવનાઓથી ઇનકાર કરી શકાય નહીં.

Most Popular

To Top