નવી દિલ્હી: ચીન (China) બાદ ફરી એકવાર વિશ્વમાં (World) કોરોનાના (Corona) કેસોમાં વઘારો થતો જોવા મળ્યો છે. કોરોના બાદ તેના નવા વેરિયન્ટ ઓમિક્રોને (Omicron) પોતાનું માથું ઉચકયું છે. દરેક દેશમાં રેકોર્ડબ્રેક કેસો નોંઘાઈ રહ્યાં છે. આ નાજુક સમયે WHOના કોરોના વાયરસ ટેક્નિકલ પ્રમુખ મારિયા વેન કેરખોવે આ અંગે સંકળાયેલા 3 ભ્રામક તથ્યો જણાવ્યાં છે.
મારિયા વેન કેરખોવે જણાવ્યું છે કે કોરોના અંગેની જાણકારી તો આપણાં સૌ પાસે છે. પરંતુ આ જાણકારી ખોટી છે. અફવા છે કે જે આપણા માટે ઘાતક નીવડી શકે એમ છે. જેમાં મુખ્ય 3 વાતો એવી છે કે જેનો શિકાર આપણે સૌથઈ ગયા છે એટલે કે આ અફવાઓ ઉપર આપણે વિશ્વાસ કરી કોરોનાએ અલવિદા કરી એવું માની બેઠાં છે. આ સાથે ઓમિક્રોનને હળવો ગણવો તેમજ ઓમિક્રોન છેલ્લો વેરિયન્ટ છે આ જાણકારી પણ ખોટી છે. તેઓએ સાચો કોરોના અંગેનો અપડેટ આપતાં જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે કોરોનાના વિશ્વમાં 11 મિલિયનથી વધુ કેસ નોંધાયા છે. નવા કેસમાં 8 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે કોરોનાનો BA.2 વેરિયન્ટ અત્યાર સુધીનો સૌથી ઝડપથી ફેલાતો વેરિયન્ટ છે. પરંતુ આ વેરિયન્ટની નરસી અસર જોઈ શકાઈ નથી.
ભારતમાં 2,075 નવા કોવિડ-19 કેસ નોંધાયા, 71નાં મોત થયાં
નવી દિલ્હી: ભારતમાં શનિવારે નવા 2,075 ચેપ નોંધાતાં કોવિડ-19ની સંખ્યા વધીને 4,30,06,080 થઈ ગઈ છે, જ્યારે સક્રિય કેસ વધુ ઘટીને 27,802 થઈ ગયા છે. એમ કેન્દ્રીય મંત્રાલયના ડેટા પરથી જાણવા મળ્યું છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના શનિવારે સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા ડેટા જણાવે છે કે, કોરોનાથી દેશમાં વધુ 71 લોકોનાં મોત થતાં આ વાયરલ રોગને કારણે મૃત્યુઆંક વધીને 5,16,352 પર પહોંચી ગયો છે. સક્રિય કેસોમાં કુલ ચેપના 0.06 ટકાનો સમાવેશ થાય છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કોવિડ-19 રિકવરી રેટ 98.73 ટકા નોંધાયો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં સક્રિય કોવિડ-19 કેસ લોડમાં 1,379 કેસનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી દર 0.56 ટકા અને સાપ્તાહિક પોઝિટિવિટી દર 0.41 ટકા નોંધાયો હતો. 71 નવા મૃત્યુમાં કેરળના 59નો સમાવેશ થાય છે.
મંત્રાલયે ઉમેર્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 3,70,514 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતે અત્યાર સુધીમાં 78.22 કરોડથી વધુ પરીક્ષણો કર્યા છે. તેમ જ આ રોગમાંથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 4,24,61,926 થઈ ગઈ છે. કેસ મૃત્યુ દર 1.20 ટકા નોંધાયો હતો. રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝુંબેશ હેઠળ દેશમાં અત્યાર સુધીમાં સંપૂર્ણ કોવિડ-19 રસીના ડોઝની કુલ સંખ્યા 181.04 કરોડને વટાવી ગઈ છે.
ભારતમાં કોવિડ-19નો આંકડો 7 ઓગસ્ટ, 2020ના રોજ 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ અને 16 સપ્ટેમ્બરે 50 લાખને પાર કરી ગયો હતો. તે 28 સપ્ટેમ્બરે 60 લાખ અને 11 ઓક્ટોબરે 70 લાખને વટાવી ગયો હતો. જ્યારે 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ અને 19 ડિસેમ્બરે એક કરોડના આંકડાને વટાવી ગયો હતો.