ભારતમાં (India) કોરોનાની (Corona) ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે. કોરોનાના કેસોમાં ધરખમ ઉછાળો થઈ રહ્યો છે. આ કેસોને નિયંત્રણમા લાવવા માટે સરકાર (Government) તરફથી પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વેક્સિનને લઈને એક મહત્વની ચેતવણી આપી છે. ડબલ્યૂએચઓએ (WHO) ચેતવણી આપતા કહ્યુ છે કે, હાલમાં કોરોનાના રક્ષણ માટે જે રસીઓ (Vaccine) ઉપલબ્ધ છે તેનો બૂસ્ટર ડોઝ (Booster Dose) પૂરતો નથી. કોરોના સંક્રમણથી બચવા માટે હજુ પણ વધારે અસરકારક વેક્સીનની જરૂર છે. WHOના પ્રમુખે કહ્યું હતું કે આ મહામારીને સમાપ્ત કરવી શક્ય છે, પરંતુ એ માટે કડક પગલાં લેવા પડશે. 2022ના મધ્ય સુધીમાં દરેક દેશમાં 70 ટકા લોકો વેક્સિનેટેડ થઈ જાય તો આ મહામારીને ખતમ કરી શકાય તેમ છે.
WHOએ ચેતવણી આપતા જણાવ્યું છે કે આગામી છથી આઠ અઠવાડિયામાં જ લગભગ 50 ટકા યુરોપિયન વસ્તી કોવિડ-19ના ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થઈ જશે. WHOના ચીફ ટેડ્રોસ એડનોમે કહ્યું કે, વિશ્વ નિશ્ચિત રૂપે કોરોનાને હરાવી શકે છે. પરંતુ દુનિયા ભરની તમામ સરકાર અને વેક્સિન ઉત્પાદકોએ બે વસ્તુઓ લઈને આશ્વત કરવું પડશે જેમાં પહેલું એવા દેશો જ્યાં વેક્સિન નથી પહોંચી રહી પરંતુ કોરોનાનું જોખમ છે. તેવા દેશોમાં વેક્સિનની સપ્લાય વધારવામાં આવે અને બીજું એવા લોકોને વેક્સિન આપવા માટે આવશ્યક સંસાધનોને પર્યાપ્ત પૂર્તિ કરવામાં આવે.
WHO ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૂળ રસીની રચનાના પુનરાવર્તિત બૂસ્ટર ડોઝ પર આધારિત રસીકરણ વ્યૂહરચના યોગ્ય અથવા ટકાઉ હોવાની શક્યતા નથી. ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1,94,720 લાખ કેસો સામે આવ્યા છે. અને સંક્રમણનો દર 11.05 ટકા સુધી વધી ગયો છે. અને જો ઓમિક્રોનની વાત કરીએ તો તેના પણ દેશમાં 4868 કેસો સામે આવી ચુક્યા છે. ઓમિક્રોનના મોટાભાગના કેસ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં છે.
ICMRની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એપિડેમિયોલોજીની સાયંટિફિક એડવાઇઝરી કમિટીના અધ્યક્ષ ડૉ. જયપ્રકાશ મુલિયલે કહ્યું કે આપણામાંથી ઘણાને ખબર નથી કે આપણે કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે. સંભવતઃ 80% થી વધુ લોકો જાણતા નથી કે તેઓ ક્યારે સંક્રમિત થયા. તેઓએ જણાવ્યું કે બે જ દિવસમાં કોરોનાનુ સંક્રમણ બમણુ થઈ ગયું છે.
સરકાર તરફથી બૂસ્ટર ડોઝને અનુમતી મળી જાય તો તે એક મજબૂત સ્તંભની જેમ સાબિત થઈ શકે છે
આ તરફ વેક્સિનને લઈને વધુ એક નિવેદન કંપની તરફથી આવ્યું છે. કોવીશીલ્ડ વેક્સિન બનાવનાર કંપનીએ જણાવ્યું કે રસીનો આ ડોઝ લેનાર વ્યકિતમાં 6 મહિના પછી પણ મજબૂત એંટિબોડી જોવા મળે છે. આ સાથે તેઓએ જણાવ્યું કે રસીનો આ બૂસ્ટર ડોઝ સલામત છે. તેનાથી શરીર ઉપર કોઈ પણ જાતની પ્રતિકૂળ અસર જોવા મળતી નથી.