પાદરા: પાદરા ના ધોબીકુવા ગામની સીમમાં આવેલી જૂની સર્વે વાળી જેનો નવો બ્લોક વાળી જમીન મૈયત છત્રસિંહ મહિજીભાઈ પઢીયાર તથાદિવાળીબેન મહિજીભાઈ પઢીયાર નાઓના નામે રેવન્યુ રેકોર્ડ માં ચાલતી હતી. દિવાળીબેને પિતા મહિજીભાઈ કાનાભાઈ ના નામનું ખોટુંપેઢીનામું બનાવડાવી ખોટું હોવા છતાં જાણવા છતાં સાક્ષી તરીકે બે ઇસમોને સહીઓ કરી દિવાળીબેને પાદરા મામલતદાર કચેરીમાં રજુ કરી પેઢીનામાનો સાચા તરીકે નો ઉપયોગ કરી સદર જમીનમાંથી તેમના ભાઈ છત્રસિંહ પઢીયાર નું નામ કમી કરાવી સદર જમીનમાં એકઇસમનું નામ રહેતા સદર જમીન વેચીદેતા એકબીજાની મદદગારી કરી હોવાની ફરિયાદ વડુ પોલીસ મથકે નોંધાતા પોલીસે એક મહિલાસહિત ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરતા ચકચાર મચી જવા પામી હતી.
પાદરા ના ધોબીકુવા ગામનીસીમમાં મહિજીભાઈ કાનાભાઈ પઢીયાર ની વડીલો પારજીત (૧) જમીન બ્લોક નંબર ૩૫/અ પૈકી જૂનો સર્વે નંબર ૧૮ જેનો નવો બ્લોક સર્વેનંબર ૪૫ (૨) બ્લોક નંબર ૩૫/g જૂનો સર્વે નંબર ૧૮ જેનો નવો બ્લોક સર્વે નંબર ૪૬ , (૩) બ્લોક નંબર ૧૨ પૈકી જૂનો સર્વે નંબર ૧૧/૨જેનો જૂનો નંબર સર્વે નંબર ૧૧/૨ જેનો નવો સર્વે નંબર ૧૪ વાળી જમીનો આવેલી છે. જેમાં નાથીબેન ના પિતા મહિજીભાઈ નાઓતા.૨/૨/૬૬ ના રોજ મરણ થતા તેમના વારસાઈ હક્કો એકત્ર કુટુંબ ના વહીવટ કર્તા તરીકે તેમના સીધી લિટીના વારસદાર છત્રસિંહમહિજીભાઈ નું નામ સદર જમીનના રેવન્યુ રેકોર્ડમાં નોંધ નંબર ૩૮૩ ૧/૫/૬૬ થી નોંધાવેલ છે.
ઉપરોક્ત જમીન છત્રસિંહ પઢીયાર – દિવાળીબેન પઢીયાર સયુંકત નામે નોંધાવેલ હતી. સદર જમીન નાથીબેન ના પિતા મહિજીભાઈકાનાભાઈ ની વડીલોપારજીત હોય સદર જમીનમાં સંકેતકુમાર જગમાલસિંહ જાદવ નો હક્ક હિસ્સો સમાયેલ હતો. ૨૦૧૭ માં નાથીબેનના સગાબેનદિવાળીબેન તેમજ મહિજીભાઈ નાઓએ સંતાન માં પાંચ બાળકો (૧) છત્રસિંહ (૨) નાથીબેન (૩) બજુબેન (૪) સીતાબેન (૫) દિવાળીબેનહોવા છતાં તલાટી રૂબરૂ પેઢીનામમાં ફક્ત પુત્ર છત્રસિંહ તથા દીકરી દિવાળીબેન નાઓના નામ દર્શાવતી તા.૫/૪/૨૦૧૪ ના રોજ નોટરીરૂબરૂ પેઢીનામા અંગેનું ખોટું સોગંદનામું તૈયાર કરાવી તે સોગંદનામું ૭/૪/૨૦૧૪ ના રોજ તલાટી કમ મંત્રી ધોબીકુવા પાસે રજૂ કરી તેઆધારે ખોટું પેઢીનામું બતાવી તે પેઢીનામાના આધારે ધોબીકુવા ગામની સીમમાં ઉપરોક્ત ત્રણેવ સર્વે નંબર વાળી જમીનમાંથી છત્રસિંહમહિજીભાઈ નું નામ કમી કરાવી દીધેલ છે.
આ જમીનમાંથી છત્રસિંહ મહિજીભાઈનું નામ કમી થતા સદર જમીનમાં દિવાળીબેન મહિજીભાઈ પઢીયાર નું નામ રહેવા પામેલ હતું. ત્યારબાદ દિવાળીબેન પઢીયાર નાઓએ ઉપરોક્ત જમીન તા.૨૬/૮/૨૦૧૫ ના રજીસ્ટર વેચાણ દસ્તાવેજ થી રાયસંગભાઈ એમ. પઢીયારધોબીકુવા નાઓને વેચાણ કરી દીધેલ છે. . તેમજ ૨૧/૫/૨૦૨૧ ના રોજ દિવાળીબેન બ્લોક નં ૧૨ વાળી જમીનસંપતસિંહ મનુભાઈ ઉર્ફે માનસિંહ પઢીયાર મુજપુર નાઓને રજીસ્ટર વેચાણ દસ્તાવેજ થી આપેલ છે.તેમજ તલાટી રૂબરૂ બનાવેલપેઢીનામાના પંચકયાસ તરીકે વખતસિંહ રાયસિંહ પઢીયાર તથા રણજીતસિંહ ભારતસિંહ પઢીયાર રહે. ધોબીકુવા નાઓની સહીઓકરેલ છે. દિવાળીબેને પેઢીનામું ખોટું બનાવડાવી સયુંકત તરીકે વખતસિંહ પઢીયાર , રણજીતસિંહ પઢીયાર રહે. ધોબીકુવા નાઓએ સહીઓ કરી ખોટું હોવાનું જાણવા છતાં દિવાળીબેન પેઢીનામાને સાચા તરીકે ઉપયોગ કરતા ગુનો નોંધાયો છે.