Sports

મહિલા વર્લ્ડ કપ ફાઇનલ: ભારતે 299 રનનો લક્ષ્યાંક આપ્યો, શેફાલીએ 87 દીપ્તિએ 58 રન બનાવ્યા

મહિલા વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 299 રનનો લક્ષ્યાંક આપ્યો છે. દક્ષિણ આફ્રિકાએ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે 7 વિકેટ ગુમાવીને 298 રન બનાવ્યા. શેફાલી વર્માએ 87 અને દીપ્તિ શર્માએ 58 રન બનાવ્યા છે.

સ્મૃતિ મંધાનાએ 45, કેપ્ટન હરમનપ્રીત કૌરે 20 અને જેમીમા રોડ્રિગ્સે 24 રન બનાવ્યા. અંતે રિચા ઘોષે ઝડપી 34 રન બનાવીને ટીમને 300 રનની નજીક પહોંચાડી. દક્ષિણ આફ્રિકા તરફથી આયાબોંગા ખાકાએ 3 વિકેટ લીધી. નોનકુલુલેકો મલાબા, નાદીન ડી ક્લાર્ક અને ક્લો ટ્રાયોને 1-1 વિકેટ લીધી.

મહિલા વર્લ્ડ કપ ફાઇનલમાં બીજો સૌથી મોટો સ્કોર
મહિલા વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતી ટીમ ઇન્ડિયાએ 298 રન બનાવ્યા. આ મહિલા વર્લ્ડ કપ ફાઇનલમાં બીજો સૌથી મોટો સ્કોર હતો. ઓસ્ટ્રેલિયાએ અગાઉ 2022માં ઇંગ્લેન્ડ સામે 356 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં 285 રન બનાવ્યા હતા જે ત્રીજો સૌથી મોટો સ્કોર છે.

પ્રથમ બેટિંગ કરતી ટીમ ઇન્ડિયાએ 298 રન પર પોતાનો દાવ પૂરો કર્યો. ટીમના ટોચના 7 બેટ્સમેનમાંથી છએ 20 થી વધુ રન બનાવ્યા. શેફાલી વર્માએ સૌથી વધુ 87 અને દીપ્તિ શર્માએ 58 રન બનાવ્યા. સ્મૃતિ મંધાનાએ 45, કેપ્ટન હરમનપ્રીત કૌરે 20, રિચા ઘોષે 34 અને જેમિમાહ રોડ્રિગ્ઝે 24 રન બનાવ્યા. રાધા યાદવ 3 રન બનાવી અણનમ રહી.

Most Popular

To Top