Sports

મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ: ભારતે પાકિસ્તાનને હરાવ્યું, આઠ વિકેટથી મેચ જીતી

ટી20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મુકાબલા પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ભારત A એ પાકિસ્તાન A ને હરાવ્યું. ACC મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 ની છઠ્ઠી મેચમાં ભારત A એ પાકિસ્તાન A ને આઠ વિકેટથી હરાવ્યું. રવિવારે બેંગકોકના ટેર્ડથાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાકિસ્તાન A એ ભારત A માટે 94 રનનો લક્ષ્યાંક રાખ્યો. ભારત A એ આ લક્ષ્યાંક ફક્ત 10.1 ઓવરમાં સરળતાથી મેળવી લીધો.

પાકિસ્તાન A સામે રન ચેઝમાં ભારત A ની શરૂઆત નબળી રહી. ટીમે ઇનિંગ્સના પહેલા જ બોલ પર હુમૈરા કાઝીને ગુમાવી દીધી. હુમૈરા વહીદા અખ્તરના બોલ પર નેહા શર્મિન દ્વારા કેચ થઈ. ત્યારબાદ વૃંદા દિનેશ અને અનુષ્કા શર્માએ બીજી વિકેટ માટે 79 રનની ભાગીદારી કરી જેનાથી ભારતીય ટીમ વિજયની નજીક પહોંચી.

અનુષ્કાએ 26 બોલમાં 24 રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગાનો સમાવેશ થાય છે. મોમિના રિયાસતે અનુષ્કાને આઉટ કરી. ઓપનર વૃંદા દિનેશે માત્ર 29 બોલમાં 12 ચોગ્ગા સહિત અણનમ 55 રન બનાવ્યા હતા. તેજલ હસબનીસે પણ અણનમ 12 રન બનાવ્યા હતા.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 18.5 ઓવરમાં 93 રન બનાવ્યા હતા. ટીમે પ્રથમ ઓવરમાં જ વિકેટ ગુમાવી દીધી હતી. માત્ર શવાલ ઝુલ્ફીકાર (23), ગુલ રૂખ (21), અને અનુશા નાસિર (17) ડબલ ફિગર સુધી પહોંચવામાં સફળ રહ્યા. ભારત તરફથી સુકાની રાધા યાદવ, પ્રેમા રાવત અને સાયમા ઠાકોરે બે-બે વિકેટ લીધી હતી. જીન્તિમણી કલિતા અને મિનુ મણીએ એક-એક વિકેટ લીધી હતી.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ઇન્ડિયા A: હુમૈરા કાઝી, વૃંદા દિનેશ, તેજલ હસબનીસ, અનુષ્કા શર્મા, રાધા યાદવ (કેપ્ટન), મમતા માડીવાલા (વિકેટકીપર), તનુજા કંવર, પ્રેમા રાવત, મિન્નુ મણિ, સાયમા ઠાકોર, અને જીંતિમણી કલિતા.

પાકિસ્તાન A: યુસરા આમિર (વિકેટકીપર), શવાલ ઝુલ્ફીકાર, હુરૈના સજ્જાદ, હફસા ખાલિદ (કેપ્ટન), ઓમૈમા સોહેલ, ગુલ રૂખ, ઈમાન નાસિર, વહીદા અખ્તર, અનુશા નાસિર, મોમિના રિયાસત અને નેહા શર્મિન.

Most Popular

To Top