SURAT

વેસુ સોમેશ્વર સર્કલ નજીક કાપડ વેપારીની પત્નીનું રોડ અકસ્માતમાં મોત

સુરતઃ વેસુ યુનિવર્સિટી અને સોમેશ્વર સર્કલ વચ્ચે મોપેડ સ્લીપ થતા કાપડના વેપારીની પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સોનલબેનના 12 વર્ષના લગ્ન જીવનમાં એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે. કાપડ વેપારીની પત્ની સોનલબેન દવા અને ઘરનો સામાન લઈને ઘરે પરત ફરતી વેળા એ અકસ્માતનો ભોગ બન્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે મૃતક સોનલબેન વેસુમાં આવેલા કેસલ બ્રાઉન એપાર્ટમેન્ટમાં રહે છે. 34 વર્ષના છે, ચિંતનભાઈ બાપના પરિવારના સભ્ય છે. ચિંતનભાઈ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સોનલ અને ચિંતનના 12 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને રાજી ખુશીથી લગ્નજીવન જીવતા હતા. પરિવારમાં એક દીકરો છે.

વધુમાં જણાવ્યું હતું કે, બુધવારના રોજ સોનલબેન બજારમાંથી ઘરનો સામાન અને દવા લઇ પરત ફરી રહ્યા હતા. દરમિયાન યુનિવર્સિટી અને સોમેશ્વર સર્કલ વચ્ચે સોનલબેનની મોપેડ સ્લીપ થતા અકસ્માત નડ્યો હતો.

વધુમાં ઉમેર્યું હતું કે, અકસ્માત બાદ સોનલબેનને રાહદારીઓ ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન સોનલબેન નું મોત નીપજ્યું હતું.

સોનલબેનના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top