અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) વધુ એક લાશ મળતા ચકચારી મચી જવા પામી છે. 5 દિવસ અગાઉ વાસણા વિસ્તારમાંથી એક અજાણ્યા યુવકનું ધડ અને ગુજરાત કોલેજ પાસે કલગી ચાર રસ્તા પાસે પગ મળી આવ્યા હતા. ત્યારે હવે વેજલપુરમાં (Vejalpur) એક બંધ મકાનમાંથી મહિલાની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે હત્યાનો (Murder) ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વેજલપુર વિસ્તારની શ્રીનંદનગર-2 સોસાયટીના એક મકાનમાં 47 વર્ષીય મનષા દુધેલા નામની મહિલાની કપરણી રીતે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસના આધારે મહિલાના શરીરના ગળાના ભાગે અને ખભાના ભાગે તિક્ષ્ણ હથિયારથી અનેક ઘા મારવામાં આવ્યા હતા. મૃતક મનષાના માતા પણ એ જ સોસાયટીમાં રહેતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
તપાસ અધિકારેના જણાવ્યા અનુસાર મહિલાની હત્યા ચાર પાંચ દિવસ પહેલા થયું હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે ફ્લેટના આસપાસના લોકોને દુર્ગંધ આવવા લાગી ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. વધુમાં પોલીસે જણાવ્યું કે મૃતકે 2014માં હૈેદરાબાદમાં રહેતા રાધાકિષ્ના દુધેલા સાથે લગ્ન કર્યા હતા. સંસારિક જીવનમાં વિવાવદના કારણે મહિલા અમદાવાદ ખાતે રહેવા આવ્યા હતા. મહિલા 2015થી વેજલપુરની શ્રીનંદનગર-2માં રહેતા હતા. કોર્ટના આદેશ મુજબ, મૃતકને દર મહિને રુપિયા 40,000નું ભરણ પોષણ પણ મળતું હતું.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આસપાસના લોકો પાસેથી મળતી માહિતી અનુસાર લગભગ ચાર-પાંચ દિવસથી તેઓએ મૃતકને જાયો ન હતા. તેથી પોલીસના અનુમાન અનુસાર 19 જુલાઈના રોજ મહિલાની હત્યા થઈ હોઈ શકે. મૃતક મહિલા મેમનગરના વિસ્તારમાં આવેલી ખાનગી દુકાનમાં નોકરી કરી હતી. તપાસકર્તાઓનું કહેવું છે કે, હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસ મહિલાના ઘરની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસશે. તેમજ એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હત્યા પાછળ કયુ કારણ જવાબદાર છે એ જાણવા માટે વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકની માતાની પણ પૂછપરછ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ વાસણા વિસ્તારમાં યુવકનું ધડ મળી આવ્યું હતું, અને નજીકના વિસ્તારની કચરાપેટીમાંથી કપાયેલા પગ મળી આવ્યા હતા. આ ઘટનનો ભેદ પોલીસે સીસીટીવીના આધારે ઉકેલ્યો હતો. પોલીસ સીસીટીવીના આધારે એક વૃદ્ધની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે હત્યાનો ભેદ ઉકેલતા જાણવા મળ્યું કે પિતાએ જ પુત્રની હત્યા કરી છે. જો કે પિતાએ પુત્રને હત્યા ક્યા કારણોસર કરી તે સામે આવ્યું નથી. પોલીસે પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.