SURAT

દ્રષ્ટિ વિના મનુષ્યનું જીવન પાંગળું બની જાય છે, સમાજને મેસેજ અપાયો

સુરત: સખ્ત મહેનતથી પડકારોનો સામનો કરીને એક અંધ વ્યક્તિ સફળતાના સોપાન કેવી રીતે સર કરે છે તેની સાચી ઘટના પર અભિનેતા રાજકુમાર રાવની ફિલ્મ શ્રીકાંત રિલિઝ થઈ છે. ત્યારે સુરતની એક અંધ બાળકોની સંસ્થા દ્વારા અંધ બાળકો તેમજ સમાજના લોકો માટે ફિલ્મનો એક શો રાખવામાં આવ્યો હતો. શ્રીકાંતથીની સાચી સ્ટોરીથી પ્રેરણા લઈ શકે તે માટે સંસ્થાના અંધ બાળકોને પણ પહેલીવાર થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા. બાળકો ફિલ્મ જોઈ તો ન શકે પરંતુ તેના ડાયલોગ્સ સાંભળીને ફિલ્મનો ઉદ્દેશ સમજ્યા હતા.

શહેરના ઉધના દરવાજા ખાતે આવેલા સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ અને સેવાભાવી દાતાઓ તરફથી શ્રીકાંત મૂવીના શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અડાજણના સિનેમા હોલ ખાતે યોજાયેલા આ શોમાં અલગ અલગ ધર્મના અગ્રણીઓ, ડોકટર્સ, ઉદ્યોગપતિઓ અને વૈશાલી ધાણાની, દીપક ગજ્જર અને કિરણ ખોખાણી જેવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર પણ જોડાયા હતા.

સંસ્થાના ડો. ભાવિન પટેલે કહ્યું કે, લોકોને આ મૂવી દેખાડવાનો હેતુ એ હતો કે સમાજમાં વસતા જે લોકોની દ્રષ્ટિ નથી હોતી. તેઓનું જીવન કેટલું પાંગળું થઇ જાય છે. તેમજ અંધ વ્યક્તિ કેટલો લાચાર બની જાય છે. બીજાના પર નિર્ભર થઇ જાય છે, જે ખૂબ દુઃખની વાત કહેવાય. ત્યારે આ સંસ્થા એક મિશનથી કામ કરે છે. જે પણ વ્યક્તિ કોઇપણ જગ્યાએ કોઇપણ રીતે અંધ થાય છે. એની સંપુર્ણ જવાબદારી સંસ્થાની ઉઠાવે છે. તેનો હેતુ એક જ છે કે પૈસાના અભાવે પોતાની દ્રષ્ટિનો ઈલાજ કરાવી શકતા નથી, એવા મિત્રો ને આપણે સૌ એક થઇ તેમની દ્રષ્ટિ પછી લાવી આપવાનો સંકલ્પ લઈને આ સેવામાં આપણું પોતાનું યોગદાન આપીએ.

SVNM ની ટીમ Ujiyala દ્વારા આવનાર મહિના ની 23 જૂન, 2024ને રવિવાર ના રોજ સવારે 10.05 થી 1.05 સુધીના સમયગાળા દરમ્યાન આ સેવાના સંદર્ભમાં એક મોટા પ્રોગ્રામનું આયોજન સુરત ઇન્ડોર સ્ટેડીયમ ખાતે કર્યું છે. જેમાં સૌને આમંત્રિત કર્યા હતા, તેમજ આ સેવામાં તેઓ સ્વેચ્છા એ જોડાયાં અને તેમના થકી બીજા કેટલાય સેવાભાવી લોકો જોડાશે જેની સૌએ ખાતરી આપી હતી.

Most Popular

To Top