હાલમાં વિશ્વ કોરોના સામે ઝઝુમી રહ્યું છે. ભારત દેશમાં પણ કોરોનાનો પગપેસારો થઈ રહ્યો છે. જેથી સરકારે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. જેના પગલે સૌથી કફોડી હાલત શ્રમજીવીઓની થઈ રહી છે. તેઓને જમવાની વ્યવસ્થા નથી. જેથી સેવાભાવી સંસ્થાઓ તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા તેઓ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં પણ ઘણી અગ્રગણ્ય સંસ્થાઓ આ મદદમાં જોડાઈ રહી છે. સુરતની છાંયડો સંસ્થા દ્વારા શહેરમાં શ્રમજીવીઓને ફુડપેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેઓ દ્વારા છેલ્લા 14 દિવસમાં કુલ 1.96 લાખ ફુડપેકેટનું વિતરણ કર્યુ છે. સંસ્થાના ભરતભાઈ શાહે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા અડાજણ કોમ્યુનીટી હોલમાં રસોડુ ઉભુ કર્યુ છે. જેમાં 160 જેટલા વ્યકિતઓ કામ કરી રહ્યા છે. રસોઈયા સિવાયના તમામ સ્વૈચ્છિક સેવા આપી રહ્યા છે. સંસ્થા દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે 1200 ફુડ પેકેટ, રાધાકૃષ્ણ મંદિર 2550 ફુડ પેકેટ, અડાજણ દિવાળી બાદ કોમ્યુનીટી હોલમાં 15700 ફુડ પેકેટ મહેશ્વરી ભવનમાં 7956 ફુડ પેકેટસ લકક્ષ્મીનાથ સેવા સમિતિ તથા આશર્વાદ કોમ્પલેક્ષ પરિવારમાં 1000 ફુચ પેકેટનું વિતરણ કર્યુ છે. છાંયડો સંસ્થાને શહેરના ઘણા સમાજના લોકો પણ મદદ કરી રહ્યા છે. તેમજ ઘણી રેસીડેન્સીમાંથી શાક, રોટલી બનાવીને તેઓને આપવામાં આવે છે. અને તેઓ આ ભોજન જરૂરિયાતમંદો સુધી પહોંચાડી રહ્યા છે.
