કોરોનાનો થર્ડ વેવ જુલાઈમાં આવવાની દેહશત,હોસ્પિટલોએ આગોતરી તૈયારીઓ કરી – Gujaratmitra Daily Newspaper

Surat Main

કોરોનાનો થર્ડ વેવ જુલાઈમાં આવવાની દેહશત,હોસ્પિટલોએ આગોતરી તૈયારીઓ કરી

surat : સેકંડ વેવ ( second wave) માં શહેરની હોસ્પિટલો ભલે ઊંઘતી ઝડપાઇ હોય, પરંતુ આ વખતે હોસ્પિટલ સંચાલકોએ જુલાઇ મહિનામાં થર્ડ વેવ ( third wave) આવવાની દહેશત વ્યક્ત કરી તૈયારી શરૂ કરી દીધી છે. આ મામલે અમને શહેરના ટોચના હોસ્પિટલ સંચાલકોએ પોતાની ઓળખ છૂપી રાખવાની શરતે જણાવ્યું કે, અમે સામાન્ય ઇન્જેક્શન ( injection) થી લઇ તમામ સામગ્રીના ઓર્ડર આપી દીધા છે. જુલાઇ મહિનામાં સંભવત: ગુજરાત અને સુરતમાં થર્ડ વેવ શરૂ થવાની કે તેના ચરમસ્વરૂપે પહોંચવાની શક્યતા છે. આ મામલે અમે ફરીથી અંધારામાં ઝડપાવા માંગતા નથી. આ ઉપરાંત હોસ્પિટલોમાં વેન્ટિલેટરથી લઈ એક્ઝિક્યુટરોનો એડ્વાન્સ ઓર્ડર આપી દેવાયા છે. શહેરના હોસ્પિટલ સંચાલકો દ્વારા થર્ડ વેવ સુરતમાં જુલાઇની આસપાસ આવવાની વ્યક્ત કરાઇ છે. અલબત્ત, જુલાઇથી ઓક્ટોબર મહિનામાં આ વેવ નિશ્વિત માનવામાં આવી રહી છે. તેમાં રસીકરણ ( vaccination) જો વ્યાપક નહીં થયું તો સંભવત: મોટી ખાનાખરાબીની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.

સનસાઇન ગ્લોબલ હોસ્પિટલના પીઆરઓએ જણાવ્યું કે, લોકોને કોઇ તકલીફ નહીં પડે તે માટે અમે પહેલેથી જ તૈયારી શરૂ કરી દીધી છે. આ વખતે અમે લોકો માટે કોઇ કાચું કાપવા માંગતા નથી. સુરતની તમામ પચાસ મોટી હોસ્પિટલો દ્વારા એડ્વાન્સમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

શહેરમાં કાપડ બજાર અને હીરા બજાર શરૂ થતાં ફરીથી કોવિડ ( covid) નો એક કરંટ આવવાની દહેશત

ડો. સમીર ગામીએ જણાવ્યું કે, શહેરમાં કાપડ બજાર ( textile market) અને હીરા બજાર ( diamond market) શરૂ થાય છે. તો તેવા સંજોગોમાં એક હળવી વેવ આવવાની સંભાવના છે. બજારો હાલમાં બંધ થતાની સાથે જ વેવ સમી ગઇ છે. પરંતુ બજારો ફરીથી શરૂ થાય છે તેવા સંજોગોમાં કોવિડ પોઝિટિવ કેસ ( covid positive case) માં ચોક્કસ જ ઉછાળો આવવાની શક્યતા જોવાઇ રહી છે. અલબત્ત, તેમાં કાઇ ડરવા જેવું નહીં હોવાની વાત પણ તબીબ દ્વારા કરવામાં આવી છે.

Most Popular

To Top