વડોદરા: દર વર્ષે વડોદરા શહેરમાં પહેલા જ વરસાદે આખું શહેર જળબંબાકાર થઈ જાય છે જે અગાઉ 2005 હોય 2010 હોય કે 2016 રાવપુરા, દાંડિયા બજાર, કારેલીબાગ , ગોરવા, ગોત્રી, આજવા રોડ, વાઘોડિયા રોડ, સુભાનપુરા જેવા અનેક વિસ્તાર છે જ્યાં હજુ સુધી વરસાદી પાણી ભરાયા કરે છે અને હજી સુધી ત્યાં પાણીનો કોઈ પણ પ્રકારનો નિકાલની વ્યવસ્થા કરવામાં આવતી. મહત્વની વાત છે કે આ વખતે ગામ નો વિસ્તાર પણ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે વડોદરા શહેરનું જે વિસ્તાર સમાવેશ થયો છે તેનો કોર્પોરેશન દ્વારા નાગરિકોને સુવિધા આપવામાં આવતી નથી અને વધુ સાત ગામ નો સમાવેશ બાદ પણ હજી ગઈકાલે વરસેલા વરસાદના કારણે વડોદરા શહેરમાં પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.
વડોદરા મહાનગર પાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિ મોન્સુનની કામગીરી કરી હોવાની બંગો પોકારે છે પરંતુ પાલિકા દ્વારા કામગીરી કરી હોત તો વરસાદ બંધ થયાના ૨૪ કલાક બાદ શહેરમાં હજી પાણી ઉતર્યા નથી. બીજી બાજુ પાલિકા દ્વારા ફક્ત ગટરની સાફ સફાઈ કરવામાં આવે છે પણ હજુ સુધી વરસાદી કાંસની સફાઈ કરવામાં આવી નથી. ગટર સાફ કરીને મોટી મોટી બંગો પોકારે છે કે અમે પ્રિ મોન્સુનની કામગીરી કરી છે પરંતુ પાણી તો વડોદરા શહેરમાં ભરાય છે જો વરસાદી કાસ સાફ કરી હોત તો પાણી વડોદરા શહેરમાં ભરાત નહિ .
બીજું મોટું કારણ એ પણ છે કે દરેક વરસાદી કાસ પર વડોદરાના પદાધિકારીઓના આશીર્વાદથી કાસ પર મસમોટા દબાણ ઉભા કરી દેવામાં આવ્યા છે જેને લઈને વડોદરા શહેરમાં ભરતા પાણીને જવાનો રસ્તો મળતો નથી જેને કારણે વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાય જવાના અને ઘરોમાં પાણી ભરાય જવાના દ્રશ્યો સામે આવે છે વધુમાં દબાણો એટલા મોટા છે કે ગાયકવાડી સમયની વરસાદી કસો પણ દબાણો નીચે દબાઈ ગઈ છે જેને લીધે વરસાદી પાણીને જવાનો કોઈ રસ્તો ન હોવાને કારણે આ વરસાદી પાણી વડોદરા શહેરમાં ઘસી આવે છે.
જેને લીધે વડોદરા શહેરના નગરજનોને પાણી ભરાય જવાને કારણે ગંદકીના લીધે રોગચાળો ફેલાવાનો ભય રહેલો છે અને વરસાદી પાણી ભરાય રહેવાના કારણે વડોદરા શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ઉભું થઈ જાય છે. ચુટાયેલા પાંખના લીધે માલેતુજારો દ્વારા વરસાદી કાંસ પર દબાણો ઉભા કરી દેવામાં આવે છે જેમાં વાત કરીએ તો પાલિકા દ્વારા જ બનાવામાં આવેલ કરેલીબગનું રાત્રી બજાર જેને લીધે વિશ્વામીત્રીનો પટ નાનો થઇ ગયો છે. જયારે બીજી બાજુ માલેતુજારો દ્વારા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં જેવા નટરાજ તોકીઝનો પાછળનો ભાગ, આરાધના ટોકીઝની બાજુમાં, બેંકર હોસ્પિટલ વારસિયા રોડ, ભીમનાથ બ્રીજ પર આવેલ સયાજી હોટલ, દર્શનમ ફ્લેટ સહિતના અનેક વિસ્તારોમાં આવા મસ મોટા દબાણોના લીધે વડોદરા શહેરમાં વરસાદી પાણી ભરાય જાય છે. પાણી ભરાતા વડોદરાના શહેરીજનોમાં ગંદકીના લીધે રોગચાળો ફાટી નીકળવાનો ભય નગરજનોને સતાવી રહ્યો છે. આમ પાલિકાની મોટી મોટી પ્રિ મોન્સુનની કામગીરીની બંગો પોકારી હતી તે નિષ્ફળ સાબિત થઇ રહી છે.
વડોદરા શહેરમાં દર વર્ષે વરસાદમાં નાગરિકોને ૧૦૦ કરોડથી વધુ નું નુકસાન વેઠવાનો વારો આવે છે. ઘરવખરીનો સામાન, ધંધા નો સામાન ,કપડાં ,જવેલર્સ, ખાણીપીણીના સામાન, પાણી ઘુસી જતા નાગરિકો હેરાન પરેશાન થઈ જાય છે.નાગરિકોના વેરાના પૈસા પહેલા જ વરસાદમાં પાણીમાં જાય છે. બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં ઠેરઠેર લાઈનો પણ ખોદી નાખવામાં આવી છે.ત્યાં હજુ પણ કામગીરી પૂર્ણ થઈ નથી જેમાં વડોદરા શહેરના પદાધિકારીઓ દ્વારા વડોદરા શહેરના અનેક વિસ્તારો છે જ્યાં માત્ર ખોદકામ કરી દેવામાં આવ્યું છે પણ કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી.
આખું શહેર પાણીમાં જળબંબાકાર થઈ ગયું
વડોદરા શહેરનો એક પણ વિસ્તાર એવો ન હતો કે જ્યાં વરસાદી પાણી ભરાયા ન હોય. મધ્ય ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી રાખી છે જયારે મેઘરાજા એક પછી એક જિલ્લાને મેઘ વરસાવીને ધમરોળી રહ્યો છે. વડોદરામાં માત્ર એક કલાકમાં 2 ઇંચ વરસાદમાં જ સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. વડોદરા શહેરનો નો એક પણ વિસ્તાર એવો ન હતો કે જ્યાં વરસાદી પાણી ભરાયા ન હોય, ભારે વરસાદને પગલે ઠેર-ઠેર વોટર લોગિંગ થવાના કારણે માર્ગો તળાવોમાં ફેરવાઇ ગયેલા જોવા મળ્યા હતા. વડોદરામાં ભારે વરસાદ શરૂ થતાં રસ્તામાં ફસાઇ જવાના ડરે નોકરી-ધંધાર્થેથી લોકોએ ઘરે પરત ફરવાની શરૂઆત કરતા મુખ્ય માર્ગો ઉપર ભરાયેલા પાણીના કારણે ટ્રાફિક વ્યવહાર ખોરવાઇ ગયો હતો જેને લીધે વાહન ચાલકો અને શહેરીજનોને હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો હતો.