જુલાઇ 2022માં ગુજરાત વિધાનસભામાં એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓની મોક ધારાસભા યોજાઇ. કોઈ ધારાસભ્ય બન્યું તો કોઈક મંત્રી. અને સવાલ જવાબ થયા. સભાપતિ નિમાબેન આચાર્યએ સંચાલન કર્યું હતું. ગુજરાતમાં 35 ટકા મતદારો યુવા છે એટલે 30 થી 35 વર્ષની ઉમરના છે. 1.10 કારોડ મતદારો યુવા છે. અને એ નક્કી કરશે કે, ગુજરાતમાં કોની સરકાર બનશે. પણ ચૂંટણીમાં યુવા ઉમેદવારો કેટલા? અને અગાઉ કેટલા ચૂંટાયા અને એમને સરકારમાં મહત્વની જવાબદારી મળી ખરી?
ભારત દેશ દુનિયામાં સૌથી વધી યુવા છે. પણ લોકસભામાં યુવાનોની સંખ્યા ઓછી છે. અત્યારે ઓડિસામાંથી ચૂંટાયેલા ચંદ્રાણી મૂર્મું સૌથી યુવા એમપી છે એમને ઉમર 29 છે. અને ગુજરાતમાં પણ એવું જ છે. સૌથી યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી છે અને એમની ય ઉમર 29 છે. 2017માં 40 વરસથી ઓછી ઉમરના ધારાસભ્યોની સંખ્યા ઠીક ઠીક હતી. 20 ટકા આસપાસ. પણ સવાલ એ છે કે, આઅ યુવાઓ ચૂંટાય છે પણ એમને સરકારમાં કે પક્ષમાં મહત્વની જવાબદારી ઓછી અપાય છે. દુનિયામાં એવું નથી. યુકેમાં હાઉસ ઓફ કૉમન્સમાં 1880માં 21 વર્ષે એક યુવાન ચૂંટાયો હતો. સવાલ એ પણ છે કે, યુવા ધારાસભ્ય ચૂંટાયા બાદ મુખ્યમંત્રી બને છે ? એવા દાખલા કેટલા? યુપીમાં અખિલેશ યાદવ મુખ્યમંત્રી બન્યા ત્યારે એમની ઉમર 38 હતી. અને એ મુલાયમ પુત્ર હતા એટલે એવું શક્ય બન્યું. પણ દેશમાં સૌથી યુવા મુખ્યમંત્રી ઇશાન ભારતમાં બન્યા . પેમા ખાંડું 36 વર્ષની ઉમરે અરુણાચલના મુખ્યમંત્રી બન્યા.
દેશના ઇતિહાસમાં સુભાષચંદ્ર બોસ , ભગતસિંહ , ચંદ્રશેખર આજાદ અને લોકમાન્ય તિલક જેવા યુવા નેતાઓએ છાપ છોડી. યુવાઓ માટે એ પ્રેરણારૂપ બન્યાં. પણ ગુજરાતમાં આ વેળાની ચૂંટણીમાં યુવા ચેહરાની શું સ્થિતિ છે? 2017માં ત્રિપુટી બહુ ચર્ચામાં હતી. હાર્દિક પટેલ , અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી . આઅ ત્રણેય આઅ વેળા ચૂંટણી લડી રહ્યા છે. હાર્દિક પટેલ સૌથી નાનો છે , 29 વર્ષ. એની શું હાલત છે? પાટીદાર આંદોલનનો ચહેરો , ભાજપની સામે આંદોલન કર્યું. અને આનંદીબેન પટેલની સરકાર ગઈ. મોદીને સતત ભાંડનારા હાર્દિકને કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખની જવાબદારી પણ અપાઈ. સૌથી યુવા પ્રમુખ બન્યો. પણ એની ઉપર એટલા બધા કેસ કે આખરે એ થાકી હારી ભાજપમાં જોડાઈ ગયો. અને જાહેર સભામાં એ મોદીને નમસ્કાર કરે છે. વિરમગામ કે જે કોંગ્રેસનો ગઢ છે ત્યાં એને ટિકિટ અપાઈ છે. એની માટે ચૂંટાવું પડકાર છે.
આવી જ હાલત અલ્પેશ ઠાકોરની છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સેનાની રચના કરી એણે ભાજપના નાકમાં દમ કરી દીધો હતો. એ કોંગ્રેસમાં યુવા નેતા હતા અને પછાલથી ભાજપમાં આવ્યા અને એક ચૂંટણી હાર્યા. અને આ વેળા અલ્પેશને ગાંધીનગર દક્ષિણ બેઠક પર ટિકિટ અપાઈ. અહી એ બહારના ઉમેદવાર ગણાય છે. અને સ્થાનિક વિરોધ છે. મુખ્યમંત્રીએ ત્યાં રોડ શો કર્યો પણ અલ્પેશ માટે કપરા ચઢાણ છે. આઅ કારણે એનુ દર્દ છલકાયું . એણે કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં હું જ્યાંથી લડ્યો ત્યાં ય મને બહારનો કહેવામાં આવ્યો. અહી ય બહારનો ગણવામાં આવે છે . મને ખબર નથી પડતી કે, હું ક્યાંનો છું? હાર્દિક અને અલ્પેશ બંનેની હાલત ખરાબ છે અને બંનેને ભાજપે જાણે પડકાર ફેંક્યો છે કે, યુવા નેતાની બડાશ હાંકતા હતા ને , હવે જીતીને બતાવો.
જીગ્નેશ મેવાણી શિક્ષિત છે. અને વકીલ છે. એ બોલે તો સાંભળવું ગમે. એ અપક્ષ ચૂંટાયો , કોંગ્રેસે ટેકો આપેલો. વડગામથી એ ફરી લડી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર બનીને લડે છે. દલિતોમાં એનું વર્ચસ પણ છે. ભાજપે એના પર છેક આસામમાં અકેસ કર્યો અને એણે જેલમાં પણ જવું પડ્યું. છતાં જીગ્નેશ ઢીલો પડ્યો નથી. એ જીતશે તો શું? એ સવાલ તો છે જ. કારણ કે, કોંગ્રેસની સરકાર બને એવી શક્યતા ઓછી છે પણ એ જાગૃત ધારાસભ્ય તરીકે કામ જરૂર કરશે.
ભાજપમાં સૌથી યુવા ઉમેદવાર હર્ષ સંઘવી છે અને રાજ્યના ગૃહ અને મહેસૂલ મંત્રી છે. એનો પક્ષમાં દદબો છે. ભાજપની સરકાર ફરી બની તો એ ફરી ગૃહ મંત્રી બની શકે છે. એની કામગીરીથી ભાજપનું મોવડી મંડળ ખુશ છે. ભાજપમાં એક સમયે જયેશ રાદડિયા પણ યુવા ધારાસભ્ય જ હતા અને મંત્રી પણ બન્યા. કોંગ્રેસમાં અમરીશ ડેર યુવા છે. અને એક વેળા શક્તિસિંહ યુવા હતા અને એમના અને રાદડિયામાં એક સમાનતા રહી , બંને જીન્સ અને ટીશર્ટમાં ધારાસભામાં નજરે પડતાં.
કદાચ સૌથી વધુ યુવા ચહેરા ‘આપ’માં છે. મુખ્યમંત્રીનો ચહેરો ઇસુદાન ગઢવી 40 વર્ષના છે. ‘આપ’ના ગુજરાત પ્રમુખ ગોપાલ ઇટાલિયા યુવા છે. પાટીદાર આંદોલનનો ચહેરો આલેપક્ષ કથીરિયા પણ સુરતમાં લડી રહ્યા છે. ધાર્મિક માલવીયા છે. રાજકોટ પૂર્વમાં રાહુલ ભૂવા આઅપના યુવા ઉમેદવાર છે . અને મહાપાલિકાની ગઈ ચૂંટણીમાં એ માત્ર 700 માટે હારેલા . એટલે ભાજપને ચિંતા છે કે, એ પટેલ મત વધુ લઈ ગયા તો શું? સુરતમાં પણ ત્રણ બેઠક પર આપના યુવા ઉમેદવારો ભાજપને ચિંતા કરાવે છે. પણ મહત્વની વાત એ છે કે, યુવા ઉમેદવારોમાંથી ઘણા બધા જીતશે પણ એમાંથી કોઈ મુખ્યમંત્રી બને એવું ખરું? આ સવાલનો જવાબ મેળવવો દુષ્કર છે.