Comments

ભારતના વિકાસ માટે આરએસએસના વડા મોહન ભાગવતનું એકતાનું આહ્વાન શા માટે મહત્ત્વનું છે?

તાજેતરમાં આરએસએસના વડા મોહન ભાગવત દેશમાં એકતા માટે આહ્વાન કરી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે દુશ્મનાવટ પેદા કરવા માટે વિભાજનકારી મુદ્દાઓ ઊભા ન કરવા જોઈએ. એટલું જ નહીં, તેમણે હિન્દુ ભક્તિના પ્રતીક તરીકે અયોધ્યામાં રામ મંદિરના મહત્ત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. ગયા અઠવાડિયે પૂણેમાં હિંદુ સેવા મહોત્સવના ઉદ્ઘાટન સમયે ભાગવતે કહ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર હોવું જોઈએ અને તે ખરેખર એવું થયું પણ. ભાગવતના મતે, તે હિન્દુઓની ભક્તિનું સ્થળ છે. જોકે, તેમણે સતત નવા મુદ્દા ઉઠાવીને દેશમાં ભાગલા પાડવા સામે દરેકને ચેતવણી આપી હતી. આરએસએસના વડાએ ઉમેર્યું હતું, ‘’પરંતુ તિરસ્કાર અને દુશ્મનાવટ માટે દરરોજ નવા મુદ્દાઓ ઉઠાવવા જોઈએ નહીં. અહીં સમાધાન શું છે? આપણે વિશ્વને બતાવવું જોઈએ કે, અમે સુમેળથી રહી શકીએ છીએ, તેથી આપણે આપણા દેશમાં થોડા પ્રયોગ કરવા જોઈએ.’’ ભાગવત હવે કેમ બોલ્યા?

શું તેઓ પીએમ મોદી વતી બોલી રહ્યા હતા? શું ભાગવત એ બાબતે ચિંતિત છે કે સાંપ્રદાયિક તણાવ ભારતની વૃદ્ધિ વાર્તાને અસર કરી શકે છે? આવતા મહિને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સત્તા સંભાળવા માટે તૈયાર છે, ત્યારે મોદી સરકાર ઇચ્છશે નહીં કે કોઈ હિંદુ-મુસ્લિમ સાંપ્રદાયિક તણાવ 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાના દેશના આર્થિક માર્ગને ખલેલ પહોંચાડે. આ પૃષ્ઠભૂમિમાં ભાગવતે પૂણે એનજીઓના એક કાર્યક્રમમાં જે કહ્યું તે મહત્ત્વપૂર્ણ છે. ભાગવતે કહ્યું કે, સાંપ્રદાયિક વિભાજન કરીને કોઈ પણ હિંદુઓનો નેતા બની શકે નહીં.

ભાગવતના આ નિવેદને ઘણા હિંદુ નેતાઓને આશ્ચર્યચકિત કર્યા હતા. આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે હિન્દુ જમણેરી જૂથોએ દેશભરની વિવિધ અદાલતોમાં દાયકાઓ જૂની મસ્જિદોને તોડી પાડવાની માગણી કરી અને દાવો કર્યો હતો કે તે મંદિરની જગ્યાઓ પર બાંધવામાં આવી હતી. આ મસ્જિદોમાં ઉત્તર પ્રદેશના સંભલની શાહી જામા મસ્જિદ, જ્યાં રમખાણોમાં પાંચ લોકોના મોત થયા હતા અને રાજસ્થાનમાં અજમેર શરીફનો સમાવેશ થાય છે.

ભાગવતે કહ્યું કે, ‘’ઉગ્રવાદ, આક્રમકતા, બળજબરી અને અન્ય દેવતાઓનું અપમાન કરવું એ આપણા દેશના સ્વભાવમાં નથી અને આ અસ્વીકાર્ય છે.’’  મોહન ભાગવતે ઉમેર્યું હતું કે, ‘વિશ્વ ગુરુ’ બનવા માટે ભારતે તેનો સ્વભાવ ભૂલવો જોઈએ નહીં, જે બધા માટે અનુકૂળ છે. આરએસએસના વડાએ કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર હિન્દુઓની ભાવનાઓનું સન્માન કરવા માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ તેનો ઉપયોગ હિંદુ નેતા બનવા માટે કરવો અસ્વીકાર્ય છે.

ભાગવતે કહ્યું, ‘’રામ મંદિર સમગ્ર હિન્દુ સમુદાય માટે આસ્થાનો વિષય હતો આથી તે બાંધવામાં આવ્યું અને હવે આસ્થાનું કેન્દ્ર છે. પરંતુ રોજ નફરત, શંકા અને દુશ્મનાવટ માટે દરરોજ નવા મુદ્દાઓ ઉઠાવવાથી કામ નહીં થાય.” ભાગવતે કહ્યું કે, ભારતે વિશ્વને બતાવવાની જરૂર છે કે તે સુમેળમાં રહી શકે છે. આ પહેલીવાર નથી જ્યારે ભાગવતે હિંદુઓને હદથી વધુ આગળ વધવા અંગે ચેતવણી આપી હોય. ભૂતકાળમાં તેણે મસ્જિદો હેઠળ ‘શિવલિંગ’ ન શોધવાની વાત કરી હતી. આ તેમન ટિપ્પણી ત્યારે આવી હતી જ્યારે કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો હતો. જ્યારે રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારે ભાગવતે મોટી ઉજવણીઓ કરવા સામે ચેતવણી આપી હતી. તે એકતાનો સ્પષ્ટ સંદેશ હતો.

ભાગવતના તાજેતરના નિવેદનને ઘણા મુસ્લિમ નેતાઓ અને કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે આવકાર્યું છે. ઘણા લોકો કહે છે કે, જો ભાગવત વિભાજનકારી રાજકારણના સંદર્ભમાં તાપમાનને નીચે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેણે કેન્દ્રમાં સ્થાન લીધું છે, તો તેમને બિરદાવવાની જરૂર છે. આમ છતાં તેઓ વિચારે છે કે તેમણે આરએસએસ હેઠળના જૂથો પર નિયંત્રણ રાખવું જોઈએ જેથી કરીને તેઓ સમુદાયો અને લોકો વચ્ચે અંતર પેદા કરતું કંઈપણ ન બોલે કે ન કરે. તે સ્પષ્ટ છે કે, ભાગવતના શબ્દો અથવા અભિપ્રાયને તેમના કેટલાક અનુયાયીઓ દ્વારા સતત અવગણવામાં આવે છે, જેઓ હિંદુ ધર્મસ્થાનોને ફરીથી મેળવવા માટે ઝનૂની છે. તેમના તાજેતરના ભાષણને ડૉ. બાબાસાહેબ આંબેડકરના વારસા અંગેની ચર્ચાના સંદર્ભમાં જોવાની જરૂર છે, જેના પર ભાજપ અને કોંગ્રેસ બંને ભૂતકાળમાં આરક્ષણો હોવા છતાં દાવો કરવાનો પ્રયાસ કર્યો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top