તમે કદી મેળામાં ગયા છો? એમ્યુઝમેન્ટ પાર્કમાં ગયા છો? ત્યાં ચકડોળ હોય છે. ટ્રેન હોય છે. જાત જાતની રાઇડ્સ હોય છે જેમાં બેસીને બાળકો અને મોટો આનંદ લેતા હોય છે, થોડા હળવા થતા હોય છે. ભાગદોડ ભરી જીંદગીમાં આવી હળવાશની પળો હોવી જોઈએ. આ પાર્ક કે આનંદ મેળામાં જે રાઇડ્સ હોય છે ટ્રેન હોય છે તે ક્યારેક આનંદ માટે છે અને તેમાં બેસનારને ખબર છે કે આ ટ્રેન અપડાઉનમાં કામ લાગવાની નથી. ત્યાં પ્લેન પણ હોય છે, બોટ પણ હોય છે, પણ દુનિયાનો કોઈ અર્થશાસ્ત્રી તેને ઇન્ફ્રાસ્ત્ર્કચારનો ભાગ ગણાતો નથી.
અર્થશાસ્ત્રી જ શા માટે, કોઈ સામાન્ય માણસ પણ એને ક્ષણિક મનોરજનથી વિશેષ ગણાતો નથી. હવે તો નાના ગામડામાં પણ આવા મેળાઓમાં ગાડી, બોટ, વિમાન, ચકડોળ વગેરે તત્કાલ ઊભા કરવામાં આવે છે અને ગામલોકો પણ તેનો આનંદ માણે છે, પણ એથી કરીને તેઓ હરખાતા નથી કે આપડા ગામમાં ટ્રેન આવી વિમાન આવ્યા ….. આટલી સાદી સમજ તો તેમને પણ છે તો પછી શું દેશના અર્થશાસ્ત્રીઓ આટલી સાદી સમજ પણ ગુમાવી ચુક્યા છે? શું તેઓ ભૂલી ગયા છે કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે કોઈ એકલ-દોકલ ઘટના માત્રથી તે લક્ષ સિદ્ધ થતા નથી.
એમ્યુઝમેન્ટ પાર્ક આખા અર્થતંત્રનો એક નાનો હિસ્સો હોય પણ આખું અર્થતંત્ર જ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવે ત્યારે પ્રજા અને નિસ્બત ધરાવતા લોકોએ ચિંતા કરવી જોઈએ. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી સરકારી ખર્ચે માત્ર મનોરંજન માટેના પાર્ક બનવા લાગ્યા છે. બિન ઉત્પાદક બાંધકામો થવા લાગ્યા છે. જેનો આવક અને રોજગારીમાં કોઈ ફાળો હોતો નથી. હા તમામ બિન ઉત્પાદક મુડીરોકાનો જ્યારે થાય ત્યારે તે તત્કાલ રોજગારી આપે છે પણ તે કાયમી રોજગારીનું સર્જન નથી કરતા અને માટે તે આવક પ્રવાહ નથી સર્જતા. જેમકે થોડા વર્ષો પહેલા ગુજરાતના દરેક ગામડા બહાર પ્રવેશના માર્ગ પર દરવાજા બંધાવાનું શરુ થયું. ગામના એ જ કોઈ દાતા પાસેથી રૂપિયા લઇ તેના નામ સાથે પ્રવેશદ્વાર બનાવ્યા. હવે આ પ્રવેશદ્વાર ઊભા છે.
બસ. એ બંધાયા ત્યારે ખર્ચ થયો અને બંધાનારા મજૂરોને રોજગારી મળી, પણ હવે આ પ્રવેર્શદ્વાર ના કોઈને છાયો આપે છે, ના રોજગારી. કડવી પણ આ સાચી વાત છે આ જ ખર્ચમાં જો ગામમાં સરકારી શાળામાં ઓરડા બાંધવામાં આવ્યા હોત તો બાળકો આજે તેમાં ભણતા હોત. તાપ વરસાદમાં તે કોઈનું છાપરું હોત! ગામડાના પ્રવેશદ્વાર તો ગામના કોઈ દાતાએ પોતાની યાદમાં બનાવડાવ્યા હતા, પણ હવે સરકારી અધિકારીઓ નવો પ્લાન લાવ્યા છે. સરકારના ખર્ચે એટલે કે પ્રજાના રૂપિયાથી રાજ્યના શહેરોમાં પ્રવેશદ્વાર બનાવવાના. ભાઈ શા માટે? આની શું જરૂર? માત્ર કોન્ટ્રાક્ટ આપવા બાંધકામના બજેટ ફાળવવા માટે જ. ગુજરાતમાં જ્યારે હોય ત્યારે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ. એમ્યુઝમેન્ટ પાર્ક, મ્યુજીયમના બજેટ ફાળવવાની જ જાહેરાતો થાય છે.
ક્યારેય શાળાઓ, દવાખના, સિંચાઈ જેવા મૂળભૂત રોકાણો માટે જાહેરાત થતી નથી. બીજું કડવું સત્ય એ છે કે બાંધકામ માટે નાણા ફાળવાય છે, પણ એ બાંધકામ પત્યા પછી તે સંસ્થા ચલાવવા માટે રોજગારી માટે નાણા ખર્ચતા નથી. ઇવન નાણા ખર્ચાઈ જાય પછી એ સંસ્થાએ વસ્તુનું શું થયું તે સરકાર પૂછતી નથી, તેનું વાસ્તવિક ઓડીટ થતું નથી. જેમ કે વર્ષો પહેલા ગુજરતમાં કોલેજોમાં લેન્ગવેજ લેબ ચાલુ કરી અને તે માટે કોમ્પ્યુટર ફાળવાયા. પ્રાથમિક શાળાઓમાં પણ કોમ્પ્યુટર ફાળવાયા પણ હવે તે શું ઉપયોગમાં આવે છે તે કોઈને યાદ પણ નથી. અત્યારે દરેક સ્કૂલને સ્માર્ટ ટીવી આપાય છે, આવનારા વર્ષોમાં તેનું મેન્ટેનેસ પણ થવાનું નથી.
હોસ્પિટલ બાંધવાનો ખર્ચ થાય પણ તેમાં ડૉક્ટર-નર્સની નિમણુક ના થાય તો? હાઉસિંગના મકાન બંધાય પણ તે ફળવાય જ નહીં. ચૂંટણી વખતે બહુ ગાજેલી સ્માર્ટ સ્કૂલોનું શું થયું? કોઈ અર્થશાસ્ત્રના જાણકારને પૂછો કે સીપ્લેન ઉડાડવું, નદીમાં ક્રુઝ બોટ, હોટલ ચલાવવી તે સરકારના કામ છે? માત્ર બે શહેર વચ્ચે દોડતી બુલેટ ટ્રેન કડી આંતરમૂડી માળખું ગણાય નહીં. સરકાર રસ્તા બાંધે તે યોગ્ય છે, પણ રસ્તાના બ્યુટીફિકેશન માટે ખર્ચ કરે તે પ્રજાના નાણા કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં નાખવાની યોજના માત્ર છે. ગુજરાતમાં હવે પ્રજાએ નહીં. નેતાઓએ જાગવાની જરૂર છે. આ અધિકારીઓ તેમને કોઈક અલગ જ રસ્તો બતાવી રહ્યા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.