અમેરિકા-ઈઝરાઈલનાં સૈન્ય બળે ઈરાન પર યુદ્ધ શરુ કર્યું અને એમાં પહેલો ભોગ લેવાયો કન્યા શાળાનો. ૧૬૫ લોકોની જાનહાની થઇ જેમાં મુખ્યત્વે વિદ્યાર્થીનીઓ હતી. જાણીને નવાઈ લાગશે કે જે દેશમાં પાંચ દાયકાથી પણ વધુ ઇસ્લામિક શાસન રહ્યું એવા ઈરાનમાં સ્ત્રી શિક્ષણ લગભગ નેવું ટકાની ઉપર પહોંચી ગયું છે અને યુવાન મહિલાઓમાં લગભગ સો ટકા, તે પણ રાજ્યના પ્રયત્નોને કારણે! મહિલાઓ પરની અનેક પાબંદી છતાં સૌને શિક્ષણ મળે એ પ્રત્યે સરકાર પ્રતિબદ્ધ રહી છે. ઈરાનની યુનિવર્સિટીમાં પણ છોકરીઓનું પ્રમાણ પચાસ ટકા જેટલું છે. રીસર્ચ કરીને પીએચ.ડી. કરનાર વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘણા વિકસિત દેશો કરતાં પણ વધારે છે.
૨૦૨૨માં મ્હાસા અમીનીના મૃત્યુ પછી હજારોની સંખ્યામાં ઈરાની મહિલાઓ એ રસ્તા પર આવીને ફરજીયાત હિજાબ પહેરવાના નિયમનો વિરોધ કર્યો, ચોરાહા પર ઊભા રહીને હિજાબ ખોલ્યા, વાળ કાપ્યા અને સ્ત્રીઓ પર પ્રતિબંધ લાદતી સરકારને પડકારી – શિક્ષણને કારણે ઊભી થયેલી આકાંક્ષાએ અન્યાયની સામે ઊભા રહેવાની આ હિંમત ઊભી કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં પ્રગતિશીલ પુરુષોએ પણ ટેકો કર્યો.
યુદ્ધ આ પરિસ્થિતિને બદલી નાખશે. યુદ્ધથી થયેલો સંહાર એક ઝાટકે દેશ અને સમાજને સો વર્ષ પાછળ ધકેલી શકે છે. જ્યારે પણ યુદ્ધ થાય છે એનો માપ બહારનો બોજો મહિલાઓના માથે આવે છે. યુદ્ધના નામે મહિલાઓ પરના અત્યાચાર તો થાય જ છે – એ ઉપરાંત યુદ્ધને કારણે આર્થિક માળખું બદલાય છે જેની મહિલાઓ પર લાંબાગાળાની અસર પડે છે. રોજગારની અછત ઊભી થતાં પહેલી તરાપ મહિલાઓની આજીવિકા પર વાગે છે. હોસ્પિટલ, શાળા, પીવાના પાણીની વ્યવસ્થા જેવી જાહેર માળખાગત સુવિધાઓ તૂટી પડવાને કારણે અવેતન સંભાળના બોજ મહિલાઓના ખભા પર પડે છે. કુટુંબની આવક ઓછી થતાં દિકરા અને દિકરીના શિક્ષણ પાછળ થતાં ખર્ચમાં માતા પિતા ભેદભાવ કરવા લાગે છે. વળી, સલામતીના કારણોસર પણ છોકરીઓનું બહાર નીકળવા પર નિયંત્રણ આવે. લગ્નની ઉંમર પણ ઘટવા લાગે.
યુદ્ધમાં ઈજા પામેલા કુટુંબીજનોની સંભાળ રાખવાની જવાબદારી ઘરની સ્ત્રીઓના માથે જ તો હોય, જેના બોજ હેઠળ સ્ત્રીઓનું શિક્ષણનું મહત્ત્વ બચતું જ નથી! આમાંની કોઈ પણ પરિસ્થિતિ કાલ્પનિક નથી. ઈરાક જે એક સમયે મહિલા શિક્ષણમાં આરબ દેશોમાં આગળ ગણાતો દેશ, ૧૯૯૦ના યુદ્ધ પછી આ બધી સમસ્યાઓનો સામનો કરી ચુક્યું છે અને યુદ્ધના ત્રણ દાયકા પછી પણ સ્ત્રી શિક્ષણ માટે બેઠું થઇ શક્યું નથી. આજે આઈ.એસ.આઈ.એસ. જેવી ધાર્મિક કટ્ટરવાદી તાકાતે સ્ત્રીઓના શિક્ષણ પર નિયંત્રણ કડક કર્યા છે, પણ એક સમયનો પ્રગતિશીલ દેશ આ સુધી કઈ રીતે પહોંચ્યો એના મૂળમાં પણ જવું પડશે.
મિસાઇલ દ્વારા આવેલુ શાસન પરિવર્તન ત્યાંના સમાજને સદીઓ પાછળ ધકેલી દે છે. ઈરાક અને અફઘાનિસ્તાન જેવા ઉદાહરણ આપણી સામે છે જ્યાં લશ્કરી તાકાતથી સત્તા પરિવર્તન કરવાના પ્રયત્નોને કારણે કટ્ટરવાદી વધુ મજબૂત થયા હોય. બાહ્ય હુમલાઓ રાષ્ટ્રવાદને ઉત્તેજન આપે છે જેનાથી કટ્ટરવાદને વધુ બળ મળે છે. હમાસ, હેઝબુલ્લા, આઈ.એસ.આઈ.એસ કે પછી બિન લાદેનની કુખ્યાત અલ કાઈદા જેવા ધાર્મિક કટ્ટરવાદમાં માનતા સંગઠનો પશ્ચિમી દેશોના વર્ચસ્વ અને એમની દાદાગીરીના વિરોધમાં ઊભા થયા છે.
એમણે એમનો ઉપાય હિંસામાં શોધ્યો એટલે આતંકવાદી ગણાયા. ડોનાલ્ડ ટ્રમ્પ ભલે કહેતા હોય કે તેઓ લોકોને સત્તા આપવા માંગે છે પણ મધ્ય-પૂર્વનો મોટો દેશ, જેની પાસે ખનીજ તેલ છે, હોર્મુઝની સામુદ્રધુની સાથે જોડાયેલું છે જ્યાંથી વિશ્વની ખનીજ તેલની મોટી અવર-જવર થાય છે, જેની પાસેથી ચીન જેવો દેશ પોતાની જરૂરિયાતનું આશરે ૧૪ ટકા તેલ ખરીદે છે – એટલે ઈરાન પર કબજો રાખવો એ વ્યુહાત્મક રીતે અમેરિકા માટે ઘણું મહત્વનું છે. ઈરાની લોકોના હિતમાં અમેરિકા પોતાની સત્તા સહેલાઇથી છોડશે એવું તો કોઈ મૂર્ખ પણ ના માને.
જો ધાર્મિક કટ્ટરવાદ ધાર્મિક નેતાઓના હાથમાં સત્તા કેન્દ્રિત કરે છે, તો અમેરિકા-ઈઝરાઈલ જેવા મુડીવાદી દેશો રાજકીય અને આર્થિક ઉચ્ચ વર્ગના હાથમાં સત્તા કેન્દ્રિત કરે છે. જો, ધાર્મિક નેતૃત્વ નૈતિક શુદ્ધતાના નામે લિંગ સમાનતા, બહુમતીવાદ અને બિનસાંપ્રદાયિક સ્વતંત્રતાઓને નકારી કાઢે છે, તો સામ્રાજ્યવાદી તાકાત નૈતિક જવાબદારીનો અંચળો ઓઢીને લશ્કરી હસ્તક્ષેપ કરી શાસન પરિવર્તનને યોગ્ય ઠેરવે છે – એમાં પણ જેની પર આક્રમણ થયું છે તે દેશની સ્વતંત્રતા તો જોખમાય જ છે.
બંને પ્રકારના શાસનમાં સામાન્ય લોકો, ખાસ કરીને સ્ત્રીઓ તો હાંસિયામાં જ ધકેલાઈ જાય છે. ૨૦૨૩ થી ૨૦૨૫ દરમ્યાન ઈરાનમાં અવાર નવાર થયેલા વિરોધ પ્રદર્શનોને કારણે અલી ખામેનીની સત્તા ઉથલાવાઈ હોત તો એ ઈતિહાસનાં પાના પર લખાયેલું એક સોનેરી પાનું હોત. પરિવર્તનની દિશામાં જન આંદોલનની જીત હોત. કટ્ટરવાદી સત્તા સામે ગમે તેટલો વિરોધ હોય પણ, અમેરિકા-ઈઝરાઈલના લશ્કરી આક્રમણમાં ખામેનીનું મૃત્યુ થવું બિલકુલ ઇચ્છનીય નથી. ઈરાનના લોકો માટે તો બકરું કાઢતા ઊંટને પેંસાડવા જેવો ઘાટ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે