ચૂંટણીના વિજય કોઇ પણ રાજકીય પક્ષોનાં કાર્યોને પવિત્ર કહે છે, કાયદેસર નથી ઠેરવતા. પાવિત્ર્યકરણ એટલે આશીર્વાદ આપવા અને તેને વાસ્તવિક જગત સાથે કંઇ લેવા દેવા નથી. કાયદેસર માન્યતાને વાસ્તવિક જગત સાથે લેવા દેવા છે. હવે તો પરિણામ આવી ગયાં છે ત્યારે કોઇ પણ વ્યકિત દાવો કરી શકે કે મતદારો કોઇ પણ પક્ષ તરફ તેના કલ્યાણવાદ અથવા કાર્યદક્ષતાને કારણે આકર્ષાયો છે અથવા સરકારની સેવા કરવાની ક્ષમતા પ્રભાવિત કરી ગઇ છે. ઉત્તર પ્રદેશ અને અન્યત્ર ભારતીય જનતા પક્ષની પ્રેક્ષણિય જીતને પગલે આવું જ બની રહ્યું છે. દર વખતે બને છે તેમ ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે અને તેમાં ઘણા બધા છે અને રહેશે. એક કારણ એ છે કે ભારતીય જનતા પક્ષને સાંપ્રદાયિક કાયદેસરતાની જરૂર છે કારણ કે તે એવા વિશ્વમાં કામ કરે છે અને એવા બંધારણ હેઠળ કામ કરે છે જે કોમવાદીકરણને સાંખી નથી લેતું. આ જ કારણ છે કે તેના ટેકેદારોને ભારતીય જનતા પક્ષની સફળતાને વાજબી ઠેરવવા બિનકોમવાદી પરિબળોને ધીમેધીમે ખદેડી મૂકવાં જોઇએ.
તૃણમૂલ કોંગ્રેસને બંગાળમાં કોંગ્રેસ સામે જીતતી જોવા માંગતા અને ભારતીય જનતા સામે જીતતી જોવાને સદ્ભાગી થયેલા લોકોએ ડોળ નહોતો કર્યો કે કલ્યાણવાદ કે કાર્યદક્ષ શાસન કે મસીહાઇ નેતાગીરીએ વિજય અપાવ્યો. તેમને એટલી રાહત થઇ કે રાષ્ટ્રને ચીરી રહેલી વિભાજનવાદી વિચારધારા એક મોરચે રોકી દેવાઇ હતી. મોટે ભાગે ભારતીય જનતા પક્ષ અને તેના ગોઠિયાઓ પોતાની ચૂંટણીની સફળતા માટે ઝીણાં ઝીણાં કારણો ઇચ્છે છે. તો દસમી માર્ચે ભારતીય જનતા પક્ષનો વિજય શેને કારણે થયો? સત્ય આપણી સમક્ષ છે. ભારતીય જનતા પક્ષે શું કર્યું અને પોતાના મતદારોને શું કહ્યું અને તેના નેતાઓ કઇ રીતે વર્ત્યા અને તેમણે શું કહ્યું તે મહત્ત્વનું છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન કહે છે કે ૮૦ વિ. ૨૦ વાસ્તવિકતા છે. આ સાચે જ ૮૦ વિ. ૨૦ ચૂંટણી છે. ભારતીયોને મત માટે ધર્મના આધારે જુદા પાડવા તે ભારતીય જનતા પક્ષ માટે વાસ્તવિકતા છે અને તે આ વાસ્તવિકતાને અનુસરે છે. તેને ખાતરી હોય કે મત કામગીરીના આધારે મેળવી શકાય તો આ બધું કેમ? જવાબ કોઇને ખબર ન હોય તો આ સવાલ કેવળ વાણી – વિલાસ જ બની રહેશે અને તે વિચિત્ર બની રહેશે. આ વર્ષે હરિયાણા ૨૦૧૮ પછી ભારતીય જનતા પક્ષનું સાતમું રાજય છે જેણે લવ જિહાદ સામે ખરડો બનાવ્યો છે. તા. ૪ થી ફેબ્રુઆરી, ૨૦૨૦ ના રોજ કેન્દ્રના ગૃહપ્રધાન દ્વારા લોકસભામાં કહેવાયું હતું કે ભારતમાં ‘લવ જિહાદ’ના કિસ્સા નથી બન્યા અને એવું કંઇ છે જ નહીં. તો પછી ૨૦૨૦ ના ‘લવજિહાદ’ સામે કાયદો કરી ઉત્તર પ્રદેશ સહિતના ભારતીય જનતા પક્ષ શાસિત રાજયો શા માટે ભૂતનો પીછો કરી રહ્યા છે?
ભારતીય જનતા પક્ષને શું જોઇએ છે અને તે શું કરી રહ્યું છે તે બાબતમાં નિર્દોષ હોય તેઓ જ આ પ્રશ્ન પૂછી શકે અને ભારતીય જનતા પક્ષને શું જોઇએ છે અને તે શું કરે છે તે તો જગજાહેર છે. ખાસ કરીને મુસ્લિમો સહિતની આપણી લઘુમતીઓની સતત હેરાનગતિ. આખી વાત જ હાસ્યાસ્પદ છે કે ભારતીય જનતા પક્ષના તેના મતદારોને શું કહી રહ્યું છે તે જોવાને બદલે તેના વિશ્લેષણકારો અને ટેકેદારો મતદાન પાછળ કયાં દિવ્ય પરિબળો કામ કરી ગયા તે ટેરટ કાર્ડમાં શોધી રહ્યા છે. ભારતીય જનતા પક્ષે ૨૦૧૪, ૨૦૧૭, ૨૦૧૯ અને ૨૦૨૨ એમ સતત ચાર ચૂંટણીઓમાં ઉત્તર પ્રદેશમાં ૪૦% થી વધુ મત મેળવ્યા. હવે આપણને એવું માનવાનું કહેવામાં આવી રહ્યું છે કે આનો આધાર ઉત્તર પ્રદેશ સરકારની કામગીરી છે, મંદિર, ગૌમાંસ, ‘લવજિહાદ’ અને હિંસા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું પરિબળ નથી. વિચાર કરો કે કોમી તોફાન મહત્ત્વનાં ન હતાં કે ભારતીય જનતા પક્ષની ચૂંટણી સફળતા માટે ક્ષુલ્લક હતાં તો તેમના નેતાઓ તેના પર કેમ આટલું ધ્યાન કેન્દ્રિત કરે? તમે વિકાસ અને કામગીરીનાં ગાણાં ગાઇ શકતાં હો તો લઘુમતી મતદારોને અવગણવાં? જવાબ એ છે કે ભારતીય જનતા પક્ષના ગીતની ટેકે વિકાસ અને કામગીરી નહીં પણ કોમવાદ અને વિભાજન તેમજ ધિકકાર અને હિંસા છે. આ જ સફળતા છે અને હંમેશની રહી છે.
જનસંઘ તરીકે સ્થાપના થઇ અને ભારતીય જનતા પક્ષ તરીકે સ્થાપના ત્યારથી ૧૯૯૦ સુધીમાં કોઇ પણ રાજયમાં તેની પોતાની બહુમતી નથી મળી. ૧૯૯૦ માં રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પક્ષના મુખ્યમંત્રી નિમાયા હતા. ચાર દાયકા સુધી રાષ્ટ્રીય સ્તરે તેને મળેલા મતનું પ્રમાણ એક આંકડામાં હતું પછી એકાએક વધીને બે આંકડા એટલે કે ૧૮% પર પહોંચ્યું. ટૂંકા ગાળામાં પક્ષ કેમ રાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય થયો? અયોધ્યાની મસ્જિદ સામેની હિંદુઓને સક્રિય કરનાર અને દેશભરમાં વિસ્ફોટક બનાવી ચળવળ. આમાં કોઇ સરકારની કામગીરી નથી. મતદારોને તે ભવિષ્યમાં પણ આકર્ષવાનું ચાલુ રાખશે? કેન્દ્ર સરકારે અર્થતંત્રની ખીચડી બનાવી છે તે જોતાં તે વિચારવાનું રસપ્રદ રહેશે અને નહીં પણ રહે. પણ ભારતીય જનતા પક્ષની સફળતા તેના નેતાઓને કારણે નહીં પણ દૈવી તત્ત્વના આધારે છે એવું નહીં કહેવાય તો રાહત રહેશે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
ચૂંટણીના વિજય કોઇ પણ રાજકીય પક્ષોનાં કાર્યોને પવિત્ર કહે છે, કાયદેસર નથી ઠેરવતા. પાવિત્ર્યકરણ એટલે આશીર્વાદ આપવા અને તેને વાસ્તવિક જગત સાથે કંઇ લેવા દેવા નથી. કાયદેસર માન્યતાને વાસ્તવિક જગત સાથે લેવા દેવા છે. હવે તો પરિણામ આવી ગયાં છે ત્યારે કોઇ પણ વ્યકિત દાવો કરી શકે કે મતદારો કોઇ પણ પક્ષ તરફ તેના કલ્યાણવાદ અથવા કાર્યદક્ષતાને કારણે આકર્ષાયો છે અથવા સરકારની સેવા કરવાની ક્ષમતા પ્રભાવિત કરી ગઇ છે. ઉત્તર પ્રદેશ અને અન્યત્ર ભારતીય જનતા પક્ષની પ્રેક્ષણિય જીતને પગલે આવું જ બની રહ્યું છે. દર વખતે બને છે તેમ ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે અને તેમાં ઘણા બધા છે અને રહેશે. એક કારણ એ છે કે ભારતીય જનતા પક્ષને સાંપ્રદાયિક કાયદેસરતાની જરૂર છે કારણ કે તે એવા વિશ્વમાં કામ કરે છે અને એવા બંધારણ હેઠળ કામ કરે છે જે કોમવાદીકરણને સાંખી નથી લેતું. આ જ કારણ છે કે તેના ટેકેદારોને ભારતીય જનતા પક્ષની સફળતાને વાજબી ઠેરવવા બિનકોમવાદી પરિબળોને ધીમેધીમે ખદેડી મૂકવાં જોઇએ.
તૃણમૂલ કોંગ્રેસને બંગાળમાં કોંગ્રેસ સામે જીતતી જોવા માંગતા અને ભારતીય જનતા સામે જીતતી જોવાને સદ્ભાગી થયેલા લોકોએ ડોળ નહોતો કર્યો કે કલ્યાણવાદ કે કાર્યદક્ષ શાસન કે મસીહાઇ નેતાગીરીએ વિજય અપાવ્યો. તેમને એટલી રાહત થઇ કે રાષ્ટ્રને ચીરી રહેલી વિભાજનવાદી વિચારધારા એક મોરચે રોકી દેવાઇ હતી. મોટે ભાગે ભારતીય જનતા પક્ષ અને તેના ગોઠિયાઓ પોતાની ચૂંટણીની સફળતા માટે ઝીણાં ઝીણાં કારણો ઇચ્છે છે. તો દસમી માર્ચે ભારતીય જનતા પક્ષનો વિજય શેને કારણે થયો? સત્ય આપણી સમક્ષ છે. ભારતીય જનતા પક્ષે શું કર્યું અને પોતાના મતદારોને શું કહ્યું અને તેના નેતાઓ કઇ રીતે વર્ત્યા અને તેમણે શું કહ્યું તે મહત્ત્વનું છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન કહે છે કે ૮૦ વિ. ૨૦ વાસ્તવિકતા છે. આ સાચે જ ૮૦ વિ. ૨૦ ચૂંટણી છે. ભારતીયોને મત માટે ધર્મના આધારે જુદા પાડવા તે ભારતીય જનતા પક્ષ માટે વાસ્તવિકતા છે અને તે આ વાસ્તવિકતાને અનુસરે છે. તેને ખાતરી હોય કે મત કામગીરીના આધારે મેળવી શકાય તો આ બધું કેમ? જવાબ કોઇને ખબર ન હોય તો આ સવાલ કેવળ વાણી – વિલાસ જ બની રહેશે અને તે વિચિત્ર બની રહેશે. આ વર્ષે હરિયાણા ૨૦૧૮ પછી ભારતીય જનતા પક્ષનું સાતમું રાજય છે જેણે લવ જિહાદ સામે ખરડો બનાવ્યો છે. તા. ૪ થી ફેબ્રુઆરી, ૨૦૨૦ ના રોજ કેન્દ્રના ગૃહપ્રધાન દ્વારા લોકસભામાં કહેવાયું હતું કે ભારતમાં ‘લવ જિહાદ’ના કિસ્સા નથી બન્યા અને એવું કંઇ છે જ નહીં. તો પછી ૨૦૨૦ ના ‘લવજિહાદ’ સામે કાયદો કરી ઉત્તર પ્રદેશ સહિતના ભારતીય જનતા પક્ષ શાસિત રાજયો શા માટે ભૂતનો પીછો કરી રહ્યા છે?
ભારતીય જનતા પક્ષને શું જોઇએ છે અને તે શું કરી રહ્યું છે તે બાબતમાં નિર્દોષ હોય તેઓ જ આ પ્રશ્ન પૂછી શકે અને ભારતીય જનતા પક્ષને શું જોઇએ છે અને તે શું કરે છે તે તો જગજાહેર છે. ખાસ કરીને મુસ્લિમો સહિતની આપણી લઘુમતીઓની સતત હેરાનગતિ. આખી વાત જ હાસ્યાસ્પદ છે કે ભારતીય જનતા પક્ષના તેના મતદારોને શું કહી રહ્યું છે તે જોવાને બદલે તેના વિશ્લેષણકારો અને ટેકેદારો મતદાન પાછળ કયાં દિવ્ય પરિબળો કામ કરી ગયા તે ટેરટ કાર્ડમાં શોધી રહ્યા છે. ભારતીય જનતા પક્ષે ૨૦૧૪, ૨૦૧૭, ૨૦૧૯ અને ૨૦૨૨ એમ સતત ચાર ચૂંટણીઓમાં ઉત્તર પ્રદેશમાં ૪૦% થી વધુ મત મેળવ્યા. હવે આપણને એવું માનવાનું કહેવામાં આવી રહ્યું છે કે આનો આધાર ઉત્તર પ્રદેશ સરકારની કામગીરી છે, મંદિર, ગૌમાંસ, ‘લવજિહાદ’ અને હિંસા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું પરિબળ નથી. વિચાર કરો કે કોમી તોફાન મહત્ત્વનાં ન હતાં કે ભારતીય જનતા પક્ષની ચૂંટણી સફળતા માટે ક્ષુલ્લક હતાં તો તેમના નેતાઓ તેના પર કેમ આટલું ધ્યાન કેન્દ્રિત કરે? તમે વિકાસ અને કામગીરીનાં ગાણાં ગાઇ શકતાં હો તો લઘુમતી મતદારોને અવગણવાં? જવાબ એ છે કે ભારતીય જનતા પક્ષના ગીતની ટેકે વિકાસ અને કામગીરી નહીં પણ કોમવાદ અને વિભાજન તેમજ ધિકકાર અને હિંસા છે. આ જ સફળતા છે અને હંમેશની રહી છે.
જનસંઘ તરીકે સ્થાપના થઇ અને ભારતીય જનતા પક્ષ તરીકે સ્થાપના ત્યારથી ૧૯૯૦ સુધીમાં કોઇ પણ રાજયમાં તેની પોતાની બહુમતી નથી મળી. ૧૯૯૦ માં રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પક્ષના મુખ્યમંત્રી નિમાયા હતા. ચાર દાયકા સુધી રાષ્ટ્રીય સ્તરે તેને મળેલા મતનું પ્રમાણ એક આંકડામાં હતું પછી એકાએક વધીને બે આંકડા એટલે કે ૧૮% પર પહોંચ્યું. ટૂંકા ગાળામાં પક્ષ કેમ રાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય થયો? અયોધ્યાની મસ્જિદ સામેની હિંદુઓને સક્રિય કરનાર અને દેશભરમાં વિસ્ફોટક બનાવી ચળવળ. આમાં કોઇ સરકારની કામગીરી નથી. મતદારોને તે ભવિષ્યમાં પણ આકર્ષવાનું ચાલુ રાખશે? કેન્દ્ર સરકારે અર્થતંત્રની ખીચડી બનાવી છે તે જોતાં તે વિચારવાનું રસપ્રદ રહેશે અને નહીં પણ રહે. પણ ભારતીય જનતા પક્ષની સફળતા તેના નેતાઓને કારણે નહીં પણ દૈવી તત્ત્વના આધારે છે એવું નહીં કહેવાય તો રાહત રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે