મુસ્લિમોમાં પયગમ્બર, ખ્રિસ્તીઓમાં ઈશુ ખ્રિસ્ત, પારસીઓમાં અશો જરથુસ્ત્ર આ એક જ ભગવાન. જ્યારે કહેવાય છે કે હિંદુ ધર્મમાં ૧૩૦ કરોડ દેવી દેવતાઓનો વાસ છે. હાલમાં આપણા દેશની વસ્તી લગભગ ૧૩૩ કરોડ જેટલી છે અને ૧૩૦ કરોડ દેવી દેવતાઓનો વાસ. તેનો અર્થ એવો થયો કે દર એક વ્યકિતએ એક દેવી દેવતા. પાછું દરેક વ્યકિત એમ માને કે જે દેવી દેવતાઓમાં તે માને છે તે જ સાચા દેવી દેવતા. બાકીના તેમને માટે અમાન્ય. પરિણામે હિંદુઓ કયારેય એક ન થઇ શકે અને ઇતિહાસ કહે છે કે આપણા દેશની ઉપર અંગ્રેજો અને મોગલ સમ્રાટોએ વર્ષો સુધી રાજ કર્યું. હજુ પણ આ વાત હિંદુઓ ન સમજે તો પરિણામ આપણી સામે છે કે હિંદુઓ કયારેય એક ન થઈ શકે.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
