Business

પ્લસ સાઇઝથી શરમાવું શા માટે?

હકીકતમાં આપણે જ આવી વ્યક્તિઓને પ્રોત્સાહન આપીએ છીએ જે કહેતાં રહે છે કે આ ડ્રેસમાં તું જાડી લાગે છે, આવા ડ્રેસ તને ન શોભે વગેરે વગેરે… આવું સાંભળી સાંભળીને આપણે માની લઇએ છીએ કે આ ડ્રેસ તો મારાથી ન જ પહેરાય. ખાસ કરીને તમે પ્લસ સાઇઝ હો કે તમારી હાઇટ ઓછી કે વધારે હોય ત્યારે તો ખાસ આપણે લોકોના ઓપિનિયનને સાચા માની લઇએ છીએ. જો તમે પ્લસ સાઇઝનાં હો અને સ્ટાઇલિંગ અંગે દ્વિઘામા હો તો જાણો કેટલીક સ્ટાઇલિંગ ટિપ્સ…

ક્રોપ ટોપ
કો
ઇ પણ વ્યક્તિ ક્રોપ ટોપ સહેલાઇથી પહેરી શકે છે પછી ભલે ને એ પ્લસ સાઇઝની હોય. તમારે તમારી બેલી ફેટની ચિંતા કરવાની જરૂર નથી. પ્લસ સાઇઝ વુમન પર જો ક્રોપ ટોપ યોગ્ય રીતે સ્ટાઇલ કરવામાં ન આવે તો સારું નથી લાગતું. ક્રોપ ટોપ જ્યારે પણ પહેરો ત્યારે અવસર અને એની સાથેના બોટમમ પર ધ્યાન આપો. જો તમે દિવસના કોઇને મળવા જતાં હો તો ડેનિમ, પ્લીટેડ કે લેધર સ્કર્ટ સાથે એ પેર કરો.

પેસ્ટલ-સોલિડ કલર્સ
બ્લે
ક કલર સ્લીમ લુક આપે છે એ એક હકીકત છે પરંતુ એનો અર્થ એ નથી કે તમે માત્ર બ્લેક કલર જ પહેરો. પ્લસ સાઇઝ વુમન બ્લેક ઉપરાંત પેસ્ટલથી માંડી સોલિડ કલર્સ પણ પહેરી શકે છે. એટલું જ નહીં તમે કલર બ્લોકિંગથી પણ બ્લેક કલર સ્કિપ કરી તમારા લુકને સ્પેશ્યલ અને ગ્લેમરસ બનાવી શકો છો.

બિકિની
સ્લીમ
ફીટ હોય કે પ્લસ સાઇઝ-બિકીની કોઇ પણ પહેરી શકે છે. સમય સાથે લોકોના વિચાર અને માપદંડમાં પણ પરિવર્તન આવ્યું છે. તમે તમારી કમ્ફર્ટ અને પસંદ મુજબ નિયોનથી માંડી પોલ્કા સુધી કોઇ પણ બિકિની સ્ટાઇલ કેરી કરી શકો છો. તમે એમાં સહજ મહેસૂસ કરો એ જરૂરી છે.

ઓવર સાઇઝ્ડ કપડાં
મોટા ભાગે પ્લસ સાઇઝ વુમન પોતાની ટમી એરિયાની ફેટને છુપાવવા માટે ઓવર સાઇઝડ આઉટફિટ્સ પહેરવાનું પસંદ કરે છે પરંતુ વધુ પડતાં ઢીલાં કપડાં તમારા ઓવરઓલ લુકને બગાડી શકે છે. ઓવર સાઇઝ વુમને ન તો વધુ પડતાં લૂઝ કે ન તો વધુ પડતાં ટાઇટ કપડાં પહેરવાં જોઇએ. ફિટેડ આઉટફીટ તમારા શરીરને સ્ટ્રક્ચર આપશે. સાથે તમારો લુક પણ નિખરશે.

લેટેસ્ટ ટ્રેન્ડ
કોઇ પણ ટ્ર
ેન્ડ કોઇ ખાસ ફીગરને લઇને બનાવવામાં નથી આવતો એ દરેક યુવતી કેરી કરી શકે છે. શરત માત્ર એટલી કે તમે એ પહેર્યા બાદ કંઇક અજુગતું ફીલ ન કરો. પ્લસ સાઇઝ મહિલાઓ એમનું  ટમી છુપાઇ શકે એવા આઉટફીટસ પસંદ કરે છે પરંતુ ટમી છુપાવવાના ચક્કરમાં ઘણી વાર ખોટા આઉટફીટ પસંદ કરી લે છે. જે તમને વધારે સ્થૂળ દર્શાવે છે. વધારે પડતાં ટાઇટ અને લેયરીંગવાળા કપડાં તમારું વજન ઉભારે છે. આઉટફીટનું ફીટીંગ ટ્રાય કર્યા બાદ જ ખરીદો. તમારા લુકમાં બદલાવ લાવવા ઇચ્છતાં હો તો  થાઇ હાઇ કે ની હાઇ હોય એવાં સ્ટાઈલિશ શર્ટ ડ્રેસપહેરી શકાય.

ટીપ્સ

  • # જાડાં અને ફૂલેલા ફેબ્રિક કદી ન લો. એ તમને વધારે વજનદાર દર્શાવશે.
  • # વજન ઓછું દર્શાવવાની એક સારી રીત છે વાઇડ બેલ્ટ. પ્લસ સાઈઝ વુમન આ એસેસરીઝનો                               ઉપયોગ પોતાના કોઈ પણ ડ્રેસનો લુક થોડો બોલ્ડ કરવા કરી શકે છે.
  • # ફિટ એન્ડ ફલેર ડ્રેસ પહેરો.
  • # શેપ વેર ચોક્કસ જ પહેરો. એ વધારે પડતાં ફિટીંગવાળા કે વધારે પડતાં ઢીલા ન હોય એ ધ્યાન રાખો.
  • # કુરતા નીચે લેગીંગને બદલે તમારે પેન્ટ પહેરવો જોઈએ. લેગીંગ્સ પહેરવાથી પગમાં જમા થયેલી ફેટ દેખાય છે. જ્યારે પેન્ટ                         પહેરવાથી એ દેખાશે નહીં.
  • # જોવામાં મોટી પ્રિન્ટસ સારી તો લાગે છે પરંતુ પ્લસ સાઈઝને એ વધુ ઉભાર આપે છે એટલે મોટી પ્રિન્ટસ પસંદ ન કરો. એ જ            રીતે બોલ્ડ કલર્સથી પણ દૂર જ રહો.
  • #  તમે પલ્સ સાઈઝ હો અને તમારા મનમાં એ માન્યતા ઘર કરી ગઈ હોય કે માત્ર સ્લીમ યુવતીઓ જ સ્ટાઈલિંગ કરી શકે છે તો     એ ખોટું છે. તમે પણ બધી સ્ટાઈલિંગ કરી શકો છો. પ્લસ સાઈઝ સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ દૂર કરો.

Most Popular

To Top