ભારત દક્ષિણ એશિયામાં કંઇક અંશે અલગ છે એવું વિચારવાનું આપણને ગમે પણ ખરેખર એવું નથી. અર્થપૂર્ણ નિર્દેશોમાં ભારતીયો બાંગ્લાદેશીઓ કે પાકિસ્તાનીઓ કરતાં ભાગ્યે જ અલગ છે. દા.ત. આપણી માથાદીઠ આવક લગભગ સરખી છે. 2021 માં ત્રણે રાષ્ટ્રો માથાદીઠ આવક બાંગ્લા દેશમાં 2403 ડોલર, ભારતમાં 2277 ડોલર અને પાકિસ્તાનમાં 1537 ડોલર રહી હતી. સરખામણી કરીએ તો કેન્યાની માથાદીઠ આવક 2006 ડોલર હતી અને દક્ષિણ આફ્રિકાની 6900 ડોલર હતી. ચીનની માથાદીઠ આવક 12556 ડોલર અને જાપાનની 39285 તેમજ દક્ષિણ કોરિયાની માથા દીઠ આવક 34757 ડોલર હતી.
માનવવિકાસના નિર્દેશો લઇએ તો સંયુકત રાષ્ટ્રો કહે છે કે માનવ વિકાસનો આંક એટલે લાંબી અને તંદુરસ્ત જિંદગી, જ્ઞાનપ્રાપ્તિ અને ઉચ્ચ જીવનધોરણ જેવા માનવવિકાસનાં ચાવીરૂપ પરિણામોમાં સરેરાશ સિધ્ધિનો સાર. આરોગ્યનું પરિણામ જન્મથી આયુ મર્યાદા, શિક્ષણનું પરિમાણ એટલે 25 વર્ષના પુખ્ત માણસને શાળાનું શિક્ષણ કેટલા વર્ષ લીધું? શાળામાં ભણવા લાયક બાળકોની શાળામાં ભણવાનાં અપેક્ષિત વર્ષો. જીવનધોરણનું પરિમાણ માથાદીઠ એકંદર માથાદીઠ રાષ્ટ્રીય આવકમાં મપાય છે. 1990 માં એટલે કે 32 વર્ષ પહેલાં બાંગ્લાદેશમાં આયુમર્યાદા 56 વર્ષની હતી અને શાળા શિક્ષણનાં સરેરાશ વર્ષો 303 વર્ષ હતાં. પાકિસ્તાનમાં આયુષ્યમર્યાદા 60 વર્ષ અને શાળા શિક્ષણના વર્ષની સરેરાશ 2.3 વર્ષ હતી. ભારતમાં આ પરિમાણ 58 વર્ષ અને 2.8 વર્ષ હતી.
2020 માં આ સરેરાશ બાંગ્લા દેશમાં 72 વર્ષ અને 7.4 વર્ષ. ભારતમાં 67 વર્ષ અને 6.7 વર્ષ અને પાકિસ્તાન માટે 66 વર્ષ અને 45 વર્ષ રહી છે. નેપાળ માટે આ સરેરાશ 68 વર્ષ અને 5.1 વર્ષ જયારે શ્રીલંકા માટે 76 વર્ષ અને 10.8 વર્ષ રહી છે. વૈશ્વિક સરેરાશ 72 વર્ષની આયુષ્ય મર્યાદા અને 8.6 વર્ષ શાળા શિક્ષણના. મતલબ કે શ્રીલંકાના અપવાદ સિવાય દક્ષિણ એશિયાના તમામ દેશો વૈશ્વિક સરેરાશ કરતાં નીચા રહ્યા છે.
1990 માં ચીનની આયુષ્ય મર્યાદા સરેરાશ 68 વર્ષ હતી અને શાળા શિક્ષણની સરેરાશ 4.1 વર્ષ હતી. આજે તે 78 વર્ષ અને 7.6 વર્ષ રહી છે. ચીનની સરેરાશ આવક માનવવિકાસના આંકની વૈશ્વિક સરેરાશ કરતાં વધી ગઇ છે. ભારત પાકિસ્તાન અને બાંગ્લા દેશથી અલગ કયાં છે? કેમ? તંત્રની સમસ્યા છે? આઝાદીનાં 75 વર્ષ તો ઇતિહાસ તપાસીએ તો આપણે તમામ પ્રકારના તંત્રો અજમાવી જોયા છતાં ગરીબ રહ્યા અને બધાની પંગતમાં બેસી ગયા. આપણે લોકશાહી અપનાવી છે અને એક જ પક્ષ આપણા પર રાજ કરે છે. પહેલાં કોંગ્રેસ અને 2014 થી ભારતીય જનતા પક્ષ. 1979 અને 1989 અને 1998 માં ગઠબંધન સરકાર આવી. 1975 થી 1977 સુધી સંસદીય લોકશાહીની ગાડી પાટા પરથી ઉતરી પડી હતી.
પાકિસ્તાને લશ્કરી સરમુખત્યારશાહી 1960, 1980, 2000 ના દાયકાઓમાં અજમાવી તો બાંગ્લા દેશે 1970 અને 1980 ના દાયકાઓમાં લશ્કરી સરમુખત્યારશાહી અજમાવી. ઉપખંડમાં ગાંધી, ભૂત્તો, મુજીબા હસીના, ઝિયા ખાલેદાનુન વંશવાદી શાસન આવ્યું, આપણે ગુણવત્તાવાળા લોકશાહી નેતાઓ મોરારજી દેસાઇ, શાસ્ત્રીજી, વાજપેયી, શરીફ મોદી, ગુજરાલ, ગૈડાને અજમાવી જોયા, મધ્યસ્થ આયોજન દ્વારા આપણે અર્થતંત્રની વ્યવસ્થા અજમાવી જોઇ. ભારતે 1950 ના દાયકામાં અને 1960 ના દાયકામાં આ પ્રયોગ કર્યા. આપણે લાયસન્સ રાજ અને આર્થિક ઉદારીકરણ લાવ્યા આપણે 1970 ની વિકલ્પોની આયાતની નીતિ પાછી અપનાવી. ભારત માહિતી ટેકનોલોજી ક્ષેત્રમાં અગ્રણી હતું અને બાંગ્લા દેશ આજે વસ્ત્રોદ્યોગમાં આગળ છે એવાં ક્ષેત્રો ખોલી નાંખ્યાં.
આપણે અણુ શસ્ત્રો બનાવ્યાં અને લશ્કર પર ભારે ખર્ચ કર્યો. પાકિસ્તાન તેની સરકારના ખર્ચના 17 ટકા શસ્ત્રો પાછળ ખર્ચે છે ભારત અને બાંગ્લા દેશ 9 ટકા ખર્ચ કરે છે. આપણે મજબૂત અને ઉદ્રંડ થવાની કોશિશ કરી અને પશ્ચિમી જોડાણમાં જોડાયા. પાકિસ્તાન તો છેક 1960 થી તેમાં જોડાયું છે. આપણે 1950 ના દાયકામાં બિનજોડાણવાદી રહ્યા અને પછી દહીંમાં અને દૂધમાં પગ રાખ્યો. વિશ્વ બેંક કહે છે કે ભારત, બાંગ્લા દેશ અને પાકિસ્તાન વચ્ચેનો આંતર પ્રાદેશિક વેપાર આપણા કુલ વેપારના 5 ટકા છે, જયારે અગ્નિ એશિયાના દેશોમાં આ પ્રમાણ પાંચ ગણું છે. અહીં 27 અબજ ડોલરનો વેપાર થાય છે. પણ તેમાં 4 ગણો વધુ થઇ શકે. સમસ્યા માનવસર્જીત છે.
વિશ્વ બેંક કહે છે કે સરહદના પડકાર છે. એનો અર્થ એ થયો કે ભારત માટે પડોશના દક્ષિણ એશિયાઇ દેશ સાથે વેપાર કરવા કરતાં બ્રાઝિલ સાથે 20 ટકા વધુ સસ્તો વેપાર થઇ શકે અને મુખ્ય સમસ્યા એ છે કે સમસ્ત પ્રદેશમાં વિશ્વાસનો અભાવ મોટો છે. આપણે આ તો અજમાવી જોયું જ નથી. 1947 પહેલાંની ભૂગોળ અને અર્થતંત્ર પર આપણે પાછા ગયા નથી. આપણે તે કરી શકીશું? આપણા સમાજ પર તેની શું અસર પડશે? આપણે ત્રણે દેશો લોકશાહી હોવા છતાં ચર્ચા કરી નથી. આપણા રાજકીય પક્ષો 21 મી સદીના બીજા 25 વર્ષમાં પ્રવેશીએ છીએ છતાં કેવા સંતોષી છે? આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ભારત દક્ષિણ એશિયામાં કંઇક અંશે અલગ છે એવું વિચારવાનું આપણને ગમે પણ ખરેખર એવું નથી. અર્થપૂર્ણ નિર્દેશોમાં ભારતીયો બાંગ્લાદેશીઓ કે પાકિસ્તાનીઓ કરતાં ભાગ્યે જ અલગ છે. દા.ત. આપણી માથાદીઠ આવક લગભગ સરખી છે. 2021 માં ત્રણે રાષ્ટ્રો માથાદીઠ આવક બાંગ્લા દેશમાં 2403 ડોલર, ભારતમાં 2277 ડોલર અને પાકિસ્તાનમાં 1537 ડોલર રહી હતી. સરખામણી કરીએ તો કેન્યાની માથાદીઠ આવક 2006 ડોલર હતી અને દક્ષિણ આફ્રિકાની 6900 ડોલર હતી. ચીનની માથાદીઠ આવક 12556 ડોલર અને જાપાનની 39285 તેમજ દક્ષિણ કોરિયાની માથા દીઠ આવક 34757 ડોલર હતી.
માનવવિકાસના નિર્દેશો લઇએ તો સંયુકત રાષ્ટ્રો કહે છે કે માનવ વિકાસનો આંક એટલે લાંબી અને તંદુરસ્ત જિંદગી, જ્ઞાનપ્રાપ્તિ અને ઉચ્ચ જીવનધોરણ જેવા માનવવિકાસનાં ચાવીરૂપ પરિણામોમાં સરેરાશ સિધ્ધિનો સાર.
આરોગ્યનું પરિણામ જન્મથી આયુ મર્યાદા, શિક્ષણનું પરિમાણ એટલે 25 વર્ષના પુખ્ત માણસને શાળાનું શિક્ષણ કેટલા વર્ષ લીધું? શાળામાં ભણવા લાયક બાળકોની શાળામાં ભણવાનાં અપેક્ષિત વર્ષો. જીવનધોરણનું પરિમાણ માથાદીઠ એકંદર માથાદીઠ રાષ્ટ્રીય આવકમાં મપાય છે. 1990 માં એટલે કે 32 વર્ષ પહેલાં બાંગ્લાદેશમાં આયુમર્યાદા 56 વર્ષની હતી અને શાળા શિક્ષણનાં સરેરાશ વર્ષો 303 વર્ષ હતાં. પાકિસ્તાનમાં આયુષ્યમર્યાદા 60 વર્ષ અને શાળા શિક્ષણના વર્ષની સરેરાશ 2.3 વર્ષ હતી. ભારતમાં આ પરિમાણ 58 વર્ષ અને 2.8 વર્ષ હતી.
2020 માં આ સરેરાશ બાંગ્લા દેશમાં 72 વર્ષ અને 7.4 વર્ષ. ભારતમાં 67 વર્ષ અને 6.7 વર્ષ અને પાકિસ્તાન માટે 66 વર્ષ અને 45 વર્ષ રહી છે. નેપાળ માટે આ સરેરાશ 68 વર્ષ અને 5.1 વર્ષ જયારે શ્રીલંકા માટે 76 વર્ષ અને 10.8 વર્ષ રહી છે.
વૈશ્વિક સરેરાશ 72 વર્ષની આયુષ્ય મર્યાદા અને 8.6 વર્ષ શાળા શિક્ષણના. મતલબ કે શ્રીલંકાના અપવાદ સિવાય દક્ષિણ એશિયાના તમામ દેશો વૈશ્વિક સરેરાશ કરતાં નીચા રહ્યા છે.
1990 માં ચીનની આયુષ્ય મર્યાદા સરેરાશ 68 વર્ષ હતી અને શાળા શિક્ષણની સરેરાશ 4.1 વર્ષ હતી. આજે તે 78 વર્ષ અને 7.6 વર્ષ રહી છે. ચીનની સરેરાશ આવક માનવવિકાસના આંકની વૈશ્વિક સરેરાશ કરતાં વધી ગઇ છે. ભારત પાકિસ્તાન અને બાંગ્લા દેશથી અલગ કયાં છે? કેમ? તંત્રની સમસ્યા છે? આઝાદીનાં 75 વર્ષ તો ઇતિહાસ તપાસીએ તો આપણે તમામ પ્રકારના તંત્રો અજમાવી જોયા છતાં ગરીબ રહ્યા અને બધાની પંગતમાં બેસી ગયા. આપણે લોકશાહી અપનાવી છે અને એક જ પક્ષ આપણા પર રાજ કરે છે. પહેલાં કોંગ્રેસ અને 2014 થી ભારતીય જનતા પક્ષ. 1979 અને 1989 અને 1998 માં ગઠબંધન સરકાર આવી. 1975 થી 1977 સુધી સંસદીય લોકશાહીની ગાડી પાટા પરથી ઉતરી પડી હતી.
પાકિસ્તાને લશ્કરી સરમુખત્યારશાહી 1960, 1980, 2000 ના દાયકાઓમાં અજમાવી તો બાંગ્લા દેશે 1970 અને 1980 ના દાયકાઓમાં લશ્કરી સરમુખત્યારશાહી અજમાવી. ઉપખંડમાં ગાંધી, ભૂત્તો, મુજીબા હસીના, ઝિયા ખાલેદાનુન વંશવાદી શાસન આવ્યું, આપણે ગુણવત્તાવાળા લોકશાહી નેતાઓ મોરારજી દેસાઇ, શાસ્ત્રીજી, વાજપેયી, શરીફ મોદી, ગુજરાલ, ગૈડાને અજમાવી જોયા, મધ્યસ્થ આયોજન દ્વારા આપણે અર્થતંત્રની વ્યવસ્થા અજમાવી જોઇ. ભારતે 1950 ના દાયકામાં અને 1960 ના દાયકામાં આ પ્રયોગ કર્યા. આપણે લાયસન્સ રાજ અને આર્થિક ઉદારીકરણ લાવ્યા આપણે 1970 ની વિકલ્પોની આયાતની નીતિ પાછી અપનાવી. ભારત માહિતી ટેકનોલોજી ક્ષેત્રમાં અગ્રણી હતું અને બાંગ્લા દેશ આજે વસ્ત્રોદ્યોગમાં આગળ છે એવાં ક્ષેત્રો ખોલી નાંખ્યાં.
આપણે અણુ શસ્ત્રો બનાવ્યાં અને લશ્કર પર ભારે ખર્ચ કર્યો. પાકિસ્તાન તેની સરકારના ખર્ચના 17 ટકા શસ્ત્રો પાછળ ખર્ચે છે ભારત અને બાંગ્લા દેશ 9 ટકા ખર્ચ કરે છે. આપણે મજબૂત અને ઉદ્રંડ થવાની કોશિશ કરી અને પશ્ચિમી જોડાણમાં જોડાયા. પાકિસ્તાન તો છેક 1960 થી તેમાં જોડાયું છે. આપણે 1950 ના દાયકામાં બિનજોડાણવાદી રહ્યા અને પછી દહીંમાં અને દૂધમાં પગ રાખ્યો. વિશ્વ બેંક કહે છે કે ભારત, બાંગ્લા દેશ અને પાકિસ્તાન વચ્ચેનો આંતર પ્રાદેશિક વેપાર આપણા કુલ વેપારના 5 ટકા છે, જયારે અગ્નિ એશિયાના દેશોમાં આ પ્રમાણ પાંચ ગણું છે. અહીં 27 અબજ ડોલરનો વેપાર થાય છે. પણ તેમાં 4 ગણો વધુ થઇ શકે. સમસ્યા માનવસર્જીત છે.
વિશ્વ બેંક કહે છે કે સરહદના પડકાર છે. એનો અર્થ એ થયો કે ભારત માટે પડોશના દક્ષિણ એશિયાઇ દેશ સાથે વેપાર કરવા કરતાં બ્રાઝિલ સાથે 20 ટકા વધુ સસ્તો વેપાર થઇ શકે અને મુખ્ય સમસ્યા એ છે કે સમસ્ત પ્રદેશમાં વિશ્વાસનો અભાવ મોટો છે. આપણે આ તો અજમાવી જોયું જ નથી. 1947 પહેલાંની ભૂગોળ અને અર્થતંત્ર પર આપણે પાછા ગયા નથી. આપણે તે કરી શકીશું? આપણા સમાજ પર તેની શું અસર પડશે? આપણે ત્રણે દેશો લોકશાહી હોવા છતાં ચર્ચા કરી નથી. આપણા રાજકીય પક્ષો 21 મી સદીના બીજા 25 વર્ષમાં પ્રવેશીએ છીએ છતાં કેવા સંતોષી છે?
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.