Editorial

શા માટે ધર્મ પરિવર્તન માટે લાલચ આપવામાં આવે છે?

ઉત્તરપ્રદેશમાં આ વર્ષના માર્ચ મહિનામાં આવો કાયદો બનાવાયો છે. એ પહેલાં નવેમ્બર 2020માં રાજ્યની ભાજપ સરકારે આ બિલ અંગે વટહુકમ બહાર પાડ્યો હતો. દેશનાં 65 હજાર ચર્ચોના જૂથ અને ખ્રિસ્તીઓના ત્રીજા સૌથી મોટા સંપ્રદાય ‘ધ ઇવેન્જેલિકલ ફેલોશિપ ઑફ ઇન્ડિયા’ (ઇએફઆઇ)એ ચાલુ વર્ષના જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન કર્ણાટકમાં થયેલી 39 ઘટનાઓનો એક રિપૉર્ટમાં ઉલ્લેખ કર્યો છે.એ રિપૉર્ટ અનુસાર, રવિવારે સભાનું આયોજન કરતાં ખ્રિસ્તી ધર્મગુરુઓ અને પાદરીઓને બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના સદસ્યોએ જબરજસ્તી અટકાવ્યા હતા અને તેમના પર હુમલા કર્યા હતા.

તેમાંના મોટા ભાગના બનાવોમાં પોલીસનું વર્તન ઢીલવાળું હતું અથવા એમણે નક્કી કર્યું કે હુમલો કરનારા અને પીડિતો વચ્ચે સમાધાન થઈ જશે અને થયેલી ફરિયાદો પાછી ખેંચી લેવાશે. ધર્મગુરુઓનો આરોપ છે કે એક જગ્યાએ આવા 16 બનાવ બન્યા, પણ પોલીસે માત્ર ત્રણ જ કેસ નોંધ્યા. સૌથી તાજા ઘટનાક્રમમાં, કોલાર પોલીસે બાઇબલની નકલો બાળ્યાંના ખ્રિસ્તી પ્રતિનિધિઓના આરોપને ફગાવ્યો છે. કોલાર જિલ્લાના એસ.પી. જી. કિશોરબાબુએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “બાઇબલ નહીં, માત્ર પત્રિકાઓ બાળવામાં આવી છે. એ અંગે જોકે કોઈ ફરિયાદ નથી થઈ તેથી કોઈ કેસ નથી કરાયો.”

બૅંગલુરુના આર્ચબિશપ પીટર મચાડોએ બીબીસીને જણાવ્યું કે, “દેખીતું છે કે લોકોની કાયદો હાથમાં લેવાની, પુસ્તકો સળગાવવાની અને પોલીસની પરવા ન કરવાની પ્રવૃત્તિઓથી અમે ખુશ નથી. અધિકારીઓની મૌન સંમતિ હોવાના સંકેત મળ્યા છે. હવે આ બિલ અમારાં દુઃખદર્દને વધારશે. અમને ખબર છે કે એ પાસ થઈ જશે પછી અમારે વધારે સતામણી અને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.” તો બીજી તરફ, ઇએફઆઈના મહાસચિવ રેવરેન્ડ વિજયેશ લાલે આર્ચબિશપ મચાડોને સાચા ઠરાવીને મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ધર્માંતરણ અટકાવવા અંગેનું બિલ પાસ થતાંની સાથે જ ત્યાં ખ્રિસ્તી ધર્મસ્થળો પર હુમલાની ઘટનાઓ કઈ રીતે વધી ગઈ એ જણાવ્યું. વિજયેશ લાલે જણાવ્યું કે, “આ એક પેટર્ન છે. કોઈ સમુદાયને પરેશાન અને કમજોર કરી દેવાય છે. ધર્માંતરણ કરાવ્યાના ખોટા આરોપ મુકાય છે. ત્યાર પછી કાયદો બનાવવામાં આવે છે, જેના વિશે એમને ખબર છે કે એ ગેરબંધારણીય છે.

જોકે ઉત્તરપ્રદેશે એવું કર્યું છે. ત્યાં આ કાયદાનો દુરુપયોગ કરીને લોકોને ફસાવાય છે અને તંત્ર પોતે જ પોતાની પર કીચડ ઉડાડી રહ્યું છે.” આ વાત 11 વર્ષ જૂની છે એક ધર્મમાંથી બીજા ધર્મમાં જોડાતા લોકો માટે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા નવા ધર્મ પરિવર્તનના કાયદા હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં માત્ર ૯ લોકોએ અરજી કરી છે. ત્યારે આ નવા કાયદાને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે કે પછી હજી આ કાયદા અંગેની જાગૃતિના અભાવે લોકો મંજૂરી મેળવવામાં ઉદાસીનતા છે તેને લઈ અટકળો ઉભી થઈ છે. રાજ્યમાં વધી રહેલ ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિને લઈ અગાઉ થયેલા વિવાદો બાદ રાજ્ય સરકારે રાજયમાં ગુજરાત ધર્મ પરિવર્તન અધિનિયમ ૨૦૦૮ અમલમાં મૂક્યો હતો.

આ નિયમ હેઠળ એક ધર્મમાંથી બીજા ધર્મમાં જવા ઈચ્છતી વ્યક્તિએ પહેલાં કલેકટર સમક્ષ અરજી કરી પરવાનગી મેળવવાની હોય છે.જો કે વડોદરા શહેર અને જિલ્લામાંથી ત્રણ વર્ષમાં ગુજરાત ધર્મ પરિવર્તન અધિનિયમ હેઠળ મંજૂરી મેળવવા માટે કલેકટર સમક્ષ માત્ર ૯ નાગરિકોએ અરજી કરી છે. જે પૈકી ૨ અરજી નામંજૂર કરવામાં આવી છે.જેમાંથી ૬ ને આ અંગે મંજૂરી અપાઇ છે.

ધર્મ પરિવર્તન કરવા માટે જે તે વ્યક્તિએ ગુજરાત ધર્મ પરિવર્તન અધિનિયમ ૨૦૦૮ હેઠળ નિયત ફોર્મ ભરી કલેકટર કચેરીમાં જમા કરાવવાનું હોય છે. આ ફોર્મ સાથે ધર્મ પરિવર્તનના કારણોનું સોગંદનામું રજુ કરવાનું હોય છે. આ ફોર્મ અને સોગંદનામું મળેથી તેને પોલીસ સમક્ષ તપાસ માટે મોકલાય છે. પોલીસ દ્વારા ધર્મપરિવર્તનના કારણોની તપાસ કરી તેના તથ્ય અંગે કલેકટરને રિપોર્ટ કરાય છે. આ રિપોર્ટ અને દસ્તાવેજી પુરાવા આધારે કલેકટર દ્વારા અરજી કર્યાના ૩૦ દિવસમાં પરવાનગી મંજૂર કે નામંજૂર કરવા અંગેનો નિર્ણય કરાતો હોય છે.

ધર્મ પરિવર્તનની અરજીમાં સૌથી વધુ લોકો ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટે કરી છે. કલેકટરને છેલ્લા ૩ વર્ષમાં મળેલી ધર્મ પરિવર્તનની ૯ અરજીઓ પૈકી ૭ અરજીઓ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટે મળી હતી. જે પૈકી કલેકટર દ્વારા પ નાગરિકોને હિ‌ન્દુ કે મુસ્લિમ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટેની મંજૂરી અપાઇ છે. છેલ્લા ત્રણ વર્ષમાં ધર્મપરિવર્તન માટે મળેલી અરજીઓમાં ખ્રિસ્તી ધર્મ ઉપરાંત હિ‌ન્દુ અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે પણ અરજી મળી હતી. જેમાં હિ‌ન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મ માટે એક અને મુસ્લિમ ધર્મમાંથી હિ‌ન્દુ ધર્મ માટે એક અરજી આવી હતી.

Most Popular

To Top