મહાઠગ કિરણ પટેલે આચરેલા કારનામા કૌભાંડ બાબતે દેશભરમાં હલચલ મચી જવા પામી છે. જેમ જેમ દિવસો જાય છે તેમ પોલીસ તપાસમાં અનેક કૌભાંડ બહાર આવી રહ્યા છે. તેમણે પીએમઓના ખાસ અધિકારીની ઓળખ આપીને ફાંકડુ અંગ્રેજી બોલીને લોકોને તથા તંત્રને પ્રભાવીત કરનાર કિરણપ ટેલ આખરે તો નકલી અધિકારી નીકળ્યો અને અનેક કારનામા આચર્યા છે. જમ્મુ-કાશ્મીરમાં ઝેડ પ્લસ કિયુરીટી સગવડ ભોગવીને મહાઠગ કિરણ પટેલે અનેકનું કરી નાખ્યું ત્યાર પછી તેનો ભાંડો ફુટતા પોલીસે તેની ધરપકડ કરી હતી. ભારતના અનેક શહેરમાં આ મહાઠગે લોકોને લાખો કરોડોમાં નવડાવ્યા છે અને હજી પણ અનેક કૌભાંડ બહાર આવે તો નવાઇ નહીં હવે પીએમઓથી માંડીને સીએમઓ સુધી રેલો આવ્યો છે.
છતાં ભાજપ કોંગ્રેસના નેતાઓ ચૂપ કેમ છે?? ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઇનો કરોડો રૂપિયાનો બંગલો પચાવી પાડવાની કોશિષ કરતા મહાઠગ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આમ આ મહાઠગના કારનામા પાછળ મોટા માથાઓનું પીઠબળ હોય તેમ લાગે છે. ભય ભુખ ભ્રષ્ટાચાર વિનાની ભાજપ સરકાર હોવાની દુહાઇ દેતા પ્રધાનમંત્રી મોદીના રાજમાં મહાઠગ કિરણપ ટેલ આવી હિંમત કરે તે ઉચિત નથી. શું આ પ્રકરણમાં ઢાંકપીછોડો તો નહીં થાય ને??
તરસાડા – પ્રવીણસિંહ મહીડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
અકસ્માત ઘટાડવા નિયમોનું પાલન જરૂરી
રાત્રી ડીપર લાઇટનો ઉપયોગ નહિ કરવો, રોંગ સાઇડ ઉપર પણ ફૂલ લાઇટે જવું અને રોંગ સાઇડ ઉપર ડ્રાઇવિંગ કરવું (વાહન ચલાવવું) ગુનો બને છે છતાં ફૂલફટાક સરેઆમ બેફામ રીતે આચારસંહિતા જાળવવામાં આવતી નથી જ નથી. પકડાઇ જાવ તો દાદાગીરી, ઓળખાણ અને ઘણું બધું કરીને છૂટી જાય છે. ફરીથી અકસ્માતની વણઝાર. થિયેટરમાં ધૂમ્રપાન કરતા નથી. કરે તો ત્યાં ડંડા પડે. તો આ બધું અટકાવવા કેમ કડક નથી થતા? અકસ્માત ઘટાડવા હશે આ માટે કડકાઇ વાપરવી જરૂરી.
અછારણ – ભગવતી છ. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે