Charchapatra

 ‘કટ મારવા’ ના નવા દુષણને કોણ રોકશે?

એક જૂની અને સુરતની પ્રતિષ્ઠીત હોસ્પિટલનાં મેનેજીંગ ટ્રસ્ટી સાથે વાતચીત દરમિયાન મને કહેવામાં આવ્યું કે અમારી હોસ્પિટલ જેવી બીજી ઘણી હોસ્પિટલોને આ કટ મારવાની પ્રથાને કારણે ખૂબ સહન કરવું પડે છે.ગરીબ અને મધ્યમ વર્ગની સેવાના ઉદ્દેશને વરેલી આ સંસ્થાઓને નિભાવવી પણ ભારે પડે એવી સ્થિતી ધીમે ધીમે પેદા રહી છે.પણ મારે માટે તો આ શબ્દ જ નવો હતો.’વજન મુકવું’,તોડ કરવો, ‘ કટકી કરવી’ વગેરે તો ખબર છે,પણ આ ‘કટ મારવો ‘એ વળી કઇ બલાનું નામ છે? એટલે ફોડ પાડીને વાત આગળ વધારતાં મને જણાવ્યું કે અમુક કંપનીની મેડીસીન જ પેશન્ટ માટે સગાંઓએ લાવવી, ડોકટર પ્રિસ્ક્રીપશન લખી આપે એ નિર્ધારીત કેમીસ્ટ કે ડ્રગીસ્ટની શોપ પરથી જ એ ખરીદવી,(નજીકમાં મેડીકલ સ્ટોર હોય તો પડતો મૂકવો) ચેક અપ માટે ફલાણા ડોક્ટર પાસે જ જવું અને એ જણાવે ત્યાં જ એમ.આર. આઈ,સીટી સ્કેન કે સોનોગ્રાફી કરાવવી..વગેરે વગેરે.

એટલે કે છૂપી રીતે આ દરેક તબક્કે આ બધાને ‘કમિશનની કાજુ કતરી’ની હોસ્પિટલ તરફથી નવાજીશ કરવી.ધર્માદા ,સખાવત અને ટ્રસ્ટીશીપને પર નભતી હોસ્પિટલો દાખલ થયેલા દર્દીને રૂમ ચાર્જીસ, નાના મોટા ઓપરેશન વગેરેમા દસ કે વીસ ટકા રાહત આપે જ છે તેના પર આ પ્રકારની કમિશન પ્રથાને કારણે ગંભીર અસર પણ થાય છે,એ કહેવાની જરૂર ખરી ? આ રોકવા માટે સમાજે પણ જાગૃત થવાનો સમય પાકી ગયો છે.
સુરત     – પ્રભાકર ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

મૃત પ્રજાનો અમૃતકાળ
જે દિશામાં રાજનીતિ જઈ રહી છે ખાસ કરીને ગુજરાતની રાજનીતિ તે ખરેખર લોકશાહી માટે ખૂબ જ ભયંકર બાબત છે.લોકો આગળ જતાં બેબસ,લાચાર અને ગુલામ બની જશે.આત્મા મરી જાય અને ફકત શરીર જીવતું રહે એટલે આત્મહત્યા જ કરવી પડે.જેના જેના પગમાં આવશે ત્યારે જ તેને આ લેખ નો મર્મ સમજાશે.સરકારનો વિરોધ જ કરનાર કોઈ નહીં રહે તો પ્રજાની સમસ્યા માટે અવાજ કોણ ઉઠાવશે? જીવન છે ત્યાં સુધી સમસ્યાઓ તો રેહવાની જ. પંચાયત થી સંસદ સુધી ગુજરાતની જનતા ભાજપને ખોબલે ને ખોબલે મત આપી વિજેતા બનાવતી આવી છે અને કદાચ આગળ પણ બનાવશે.

પણ પછી પ્રજાની સમસ્યાઓ મોંઘવારી, બેરોજગારી,નોકરીમાં કોન્ટ્રાક્ટ પ્રથા,જૂના પેન્શનની માંગણી,અમીર ગરીબ ની ખીણ,લાગવગ,ઓળખાણ કે સગાવાદ આ બધા સામે કોણ બોલશે? ગઈ કાલ સુધી કોંગ્રેસને આ જ સમસ્યાઓ માટે જવાબદાર ગણાવી કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી બની બેઠેલા એક પણ નેતા આજે આ સમસ્યા પર વાત કરવા તૈયાર નથી.યાદ રાખજો હેરાન કોઈ પણ પક્ષના નેતા નહી પરંતુ પ્રજા જ થશે.
સુરત     – કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top