Charchapatra

રેલવેમાં રોજ મુસાફરી કરનારે રોજ રિર્ઝવેશનનાં પૈસા ખર્ચવાના?

હાલમાં આશરે બે વર્ષથી રેલવે બંધ હતી તેમાં ધીરે-ધીરે એક્સપ્રેસ ટ્રેઈનો ચાલુ કરી પરંતુ લોકલ ટ્રેઈન ફક્ત સવારે બે અને સાંજે બે ચાલે છે જેથી નાના સ્ટેશનથી શાળા-કોલેજ જતા વિદ્યાર્થી-કામ ધંધા માટે જતા ધંધારીની હાલાકીનો કોઈ વિચાર જ કરતું નથી. પેટ્રોલ ભળકે બળે છે મોંઘવારીએ માઝા મુકી છે ત્યારે સામાન્ય જન પોતાના ધંધા માટે તથા પોતાના બાળકોને ભણાવવા માટે કેટલા વ્યાકુળ થઈ રહ્યા છે એનો ખ્યાલ સુખી જનોને ક્યાંથી આવે?! હવે વાત એક્સપ્રેસ ટ્રેઈનની કરીયે તો તેને માટે રિઝર્વેશન જરૂરી છે તો શું દરરોજ આવ-જાવ કરતા મુસાફરો માટે વધારાના નાણાં અને સમય બરબાદ કરવો પડે શું એ સામાન્ય જન અને અભ્યાસ કરતા બાળકો માટે હાલાકી નથી?! જો કોવિડના કારણે ટિકિટ બારી પર વધારે માણસોનો ધસારો થાય તો ટિકિટ બારીમાં વધારો થઈ શકે, જો જન આશીર્વાદ યાત્રા શક્ય બની શકે તો એટલા માણસો ટિકિટ વિંડો પર પણ થઈ શકે! મુખ્ય વાત જાહેરાતની છે.

કામ કરવાની નથી 100 કરોડ વેક્ષિન પૂર્ણ થતા. મંત્રીશ્રીના ફોટા વાળા બેનરો લગાડાશે પરંતુ પ્રજાની મૂળભૂત તકલીફ બાબતે કેમ વિચારતા નથી?! પ્રજાએ ચૂંટીને મોકલેલા પ્રજાના પ્રતિનિધિ શું આ વાતથી અજાણ હશે? શક્ય નથી જણાતું પણ દુ:ખીનાં દુ:ખની વાતો સુખી ન સમજી શકે, સુખીજો સમજે પુરું તો દુ:ખ ના રહે વિશ્વમાં’. સુરત રેલવે સ્ટેશને 86 સી.સી. કેમેરા મુક્યા તેમાં રેલવે રાજ્યમંત્રી દર્શનાબેને મોટો-ફોટાથી જાહેરાત કરી, પરંતુ મૂળભૂત સમસ્યા, કે પહેલ જેટલી લોકલ ટ્રેઇન ચાલતી હતી તે તો કરો, કદાચ કરોનાને ધ્યાને લેતા વધારે ગીરદી જણાય તો આવી ટ્રેઈનોમાં વધારો કરો તો પ્રજા રાજી થશે.
અમરોલી – બળવંત ટેલર    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top