અમદાવાદ: અષાઢી બીજના પાવન દિવસે 145મી જગન્નાથ ભગવાની (Lord Jagannath) રથયાત્રા (Rathyatra) ખૂબ જ ધામધૂમ પૂર્વક નીકળી હતી. મૂશળધાર વરસાદમાં ભક્તો ભક્તિમય થઈ રથયાત્રા સંપન્ન કરી હતી. ત્યારે આખી રાત બહાર રખાયેલા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથને મંદિરમા (Temple) પ્રવેશ અપાયો હતો. આજે વહેલી સવારે ભગવાનને નિજ મંદિરના ગર્ભગુહમાં પ્રવેશ કરાવાયો હતો. ગર્ભગુહમાં પ્રવેશ કર્યા બાદ સૌ પ્રથમ ભગવાનની નજર ઉતારવાની વિધિ કરવામાં આવી હતી. અને ત્યાર તેમની આતરી ઉતારવવામાં આવી હતી. આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથની આરતી કરી હતી.
નગરચર્યાએ જઈને આવેલા ભગવાન જગન્નાથે આખી રાત મંદિરની બહાર જ વીતાવી હતી. તેમણે મંદિરના પ્રાંગણમાં રથમાં રાતવારસો કર્યો હતો. ત્યારે આજે સવારે ભગવાનને નિજ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રવેશ આપ્યા બાદ ભગવાનની નજર ઉતારવામાં આવ હતી. પરંતુ ભગવાનને આખી રાત બહાર રખાયા બાદ જ કેમ બીજા દિવસે સવારે ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવે છે જાણો રોચક લોકવાયકા.
ભગવાનને રાતવાસો મંદિરની બહાર કરવો પડે છે
એક લોકવાયકા અનુસાર ભગવાન જગન્નાથ, બળદેવ અને બહેન સુભદ્રા જ્યારે અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળ્યા હોય છે. પરંતુ ભગવાન તેમની પત્ની રુક્મણિને લીધા વગર જ નગરચર્યા કરે છે. જેથી રુક્મણિ રિસાય જાય છે. અને પત્ની રુક્મણિ ભગવાનને સજાના ભાગરૂપે મંદિરમાં પ્રવેશવા દેતી નથી. આખી રાત ભગવાન અને રુકમણિ વચ્ચે મીઠો ઝઘડો થાય છે. અને રીસામણા મનામણા થયા કરે છે. તેથી ભગવાને રાતવાસો મંદિરની બહાર જ કરવો પડે છે. આખરે રિસામણા મનામણાનો અંત આવતા છેક સવારે જ જગન્નાથજીને મંદિરમાં પ્રવેશ કરવાની અનુમતિ આપવામાં આવે છે.
શું કહીને મનાવી લે છે ભગવાન:
જ્યારે ભગવાન જગન્નાથજી ભાઈ બલદેવ અને બહેન સુભદ્રા સાથે નગરચર્ચાએ નીકળે છે. રુકમણિને લીધા વગર જ ભગવાન ભાઈ અને બહેન સાથે રથમાં નીકળી જાય છે રુકમણિ રીસાય જાય છે. જ્યારે તેઓ પરત આવે છે ત્યારે રુકમણિ તેઓને સજા આપે છે અને ગર્ભગુહમાં પ્રવેશતા અટકાવે છે. ત્યારે ભગવાન જગન્નાથજી પત્નીને કહે છે કે હું જ્યાં જાઉ ત્યાં તમે મારી સાથે જ છો, તમે મારા હૃદયમાં જ છો આમ કહીને પત્ની રૂકમણિને મનાવી લે છે.
ગર્ભગુહમાં પ્રવેશતા જ પહેલા નજર ઉતારવામાં આવે છે
ભગવાન જગન્નાથ જ્યારે ભાઈ બળદેવ અને બહેન સુભદ્ર સાથે નગરચર્ચાએ નીકળે છે. ત્યારે ખૂબ સુંદર રીતે તૈયાર થઈને નીકળે છે. દર વર્ષે ભગવાન એક વાર મંદિરમાંથી બહાર નીકળે છે અને તે પણ ખૂબ શણગાર કરીને તો સ્વાભાવિક રીતે ભક્તોની મીઠી નજર લાગી જ હોય છે. તેથી ભગવાન પોતાના નિજમંદિરેથી પરત આવે છે ત્યારે સૌથી પહેલા તેમની નજર ઉતારવામાં આવે છે.