World

એલોન મસ્કને કોણે મુક્કો માર્યો?, આંખ પાસે કાળાં ડાઘાં પડ્યાં, ડોનાલ્ડ ટ્રમ્પે ઉડાવી મજાક

શુક્રવારે વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં ટેસ્લાના વડા એલોન મસ્ક જોવા મળ્યા હતા પરંતુ આ વખતે ચર્ચા તેમના કામ કરતાં તેમની સોજાવાળી અને કાળી આંખ વિશે વધુ હતી. લોકોને નવાઈ લાગી કે મસ્કની આંખને શું થયું?

જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે મસ્કે હંમેશની જેમ રમૂજી રીતે જવાબ આપ્યો અને કહ્યું કે આ ઈજા તેના 5 વર્ષના પુત્ર X Æ A-12 એટલે કે ‘લિટલ X’ ને કારણે થઈ છે. તેણે કહ્યું હું મારા દીકરા એક્સ સાથે મસ્તી કરી રહ્યો હતો અને મેં તેને કહ્યું ચાલ મારા ચહેરા પર મુક્કો મારી દે. અને તેણે ખરેખર મને મુક્કો માર્યો. મસ્કે હસતાં હસતાં કહ્યું કે તે સમયે તેને બહુ કંઈ લાગ્યું ન હતું પરંતુ પછીથી આંખ પર સોજો અને કાળા ડાઘ પડી ગયા.

ડોનાલ્ડ ટ્રમ્પે પણ આના પર મજાક ઉડાવી, શું X એ આ કર્યું?, X તે કરી શકે છે. જો તમે X ને જાણો છો.

આ અગાઉ શરૂઆતમાં જ્યારે પત્રકારોએ તેમને ઈજા વિશે પૂછ્યું ત્યારે મસ્કે મજાકમાં કહ્યું, હું ફ્રાન્સની નજીક પણ નહોતો. તેમનો ઈશારો ફ્રાન્સના ફર્સ્ટ લેડી બ્રિજિટ મેક્રોન તરફ હતો, જેમને તાજેતરમાં તેમના પતિ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન થપ્પડ મારતા જોવા મળ્યા હતા.

મસ્ક વ્હાઇટ હાઉસમાં કામ કરવાનું ચાલુ રાખશે
આ સમગ્ર ઘટના વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બની હતી, જ્યાં ટ્રમ્પે ‘ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી’ (DOGE) માં મસ્કના કાર્યની પ્રશંસા કરી હતી અને તેમને સોનાની ચાવી ભેટમાં આપી હતી. જોકે અગાઉ કેટલીક નીતિઓ પર બંને વચ્ચે મતભેદોના અહેવાલો હતા, ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે ‘મસ્ક ખરેખર છોડી રહ્યા નથી’ અને તે સમયાંતરે વ્હાઇટ હાઉસ પાછા ફરતા રહેશે, કારણ કે DOGE તેમનું ‘બાળક’ છે.

તમને જણાવી દઈએ કે મસ્કની ભૂમિકા એક ખાસ સરકારી કર્મચારી તરીકેની હતી, જેમાં તેમને વર્ષમાં વધુમાં વધુ 130 દિવસ ફેડરલ નોકરીમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

મસ્ક ડ્રગ્સ લેતો હોવાના અહેવાલથી સનસનાટી
આ બધા વચ્ચે ન્યૂ યોર્ક ટાઇમ્સના એક અહેવાલમાં મસ્કની કથિત ડ્રગ ટેવો વિશે સનસનાટીભર્યા દાવા કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મસ્કે પોતે સ્વીકાર્યું હતું કે તે કેટામાઇન એટલી વાર લઈ રહ્યો હતો કે તે તેના મૂત્રાશયને અસર કરી રહ્યો હતો.

સૂત્રોએ દાવો કર્યો છે કે મસ્ક નિયમિતપણે એક્સ્ટસી અને સાયકાડેલિક મશરૂમ લે છે અને હંમેશા તેની સાથે પ્રિસ્ક્રિપ્શન દવાઓનો ભંડાર રાખે છે, જેમાં એડેરોલ જેવી દવાઓનો પણ સમાવેશ થાય છે. આ દવાઓની સાથે, તે દેશભરમાં ટ્રમ્પના સમર્થનમાં પ્રચાર કરી રહ્યો હતો.

Most Popular

To Top