World

દેવામાં ડૂબેલા કંગાળ પાકિસ્તાનને કોણે કરી 700 મિલિયન ડોલરની મદદ?

નવી દિલ્હી: ગરીબીનો સામનો કરી રહેલાં પાડોશી દેશ પાકિસ્તાનને (Pakistan) 700 મિલિયન ડોલરની આર્થિક મદદ મળી છે. દેવા પર નિર્ભર રહેતા પાકિસ્તાનને વોશિંગ્ટન સ્થિત ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે (IMF) બેલઆઉટ પેકેજ હેઠળ 700 મિલિયન ડોલરની લોન આપી છે. રોકડની સમસ્યાથી ઝઝૂમી રહેલા આ દેશને એવા સમયે આ ફંડ મળ્યું છે જ્યારે આવતા મહિને દેશમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ભંડોળ તે દેશના અર્થતંત્રમાં થોડો સુધારો લાવશે.

પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર આઈએમએફ બોર્ડે પાકિસ્તાનના આર્થિક સુધારણા કાર્યક્રમની પહેલી સમીક્ષા પુરી કર્યા બાદ ગુરુવારે તા. 11 જાન્યુઆરીના રોજ બેલઆઉટ પેકેજની જાહેરાત કરી હતી. આઈએમએફ મિશન દ્વારા જુલાઈથી સપ્ટેમ્બર 2023 દરમિયાન પાકિસ્તાનની આર્થિક કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. પાકિસ્તાનના નાણાંમંત્રાલયે એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, SDRs 700 મિલિયન ડોલરની તાત્કાલિક મદદની મંજૂરી આપી છે. આ સ્ટેન્ડ બાય વ્યવસ્થા હેઠળ કુલ 1.9 બિલિયન ડોલર આપવામાં આવશે. તે અંતર્ગત પહેલા હપ્તા તરીકે હાલ 700 મિલિયન ડોલરની લોન આપવામાં આવી છે.

IMFએ જૂન 2023માં દેવાથી ડૂબેલા પાકિસ્તાનને વધુ લોન આપવા માટે આ દેશ સાથે નવ મહિનાની US 3 બિલિયન ડોલરની ધિરાણ વ્યવસ્થા પર સિગ્નેચર કર્યા હતા. ત્યાર બાદ નવેમ્બર 2023 માં સ્ટેન્ડ બોય એરેન્જમેન્ટ હેઠળ પ્રથમ સમીક્ષાને લઈને IMF સ્ટાફ અને પાકિસ્તાની અધિકારીઓ વચ્ચે સમજૂતી થઈ હતી.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા છેલ્લા ઘણા સમયથી ઝડપથી મંદીની સ્થિતિમાં છે, જેના કારણે પાકિસ્તાનના ગરીબ લોકો અનિયંત્રિત મોંઘવારીના દબાણમાં છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો માટે મુશ્કેલ છે. લોકો ટકી રહે છે. તે જ સમયે, આ દેશ વિદેશી હૂંડિયામણ એકત્ર કરવા માટે પણ સંઘર્ષ કરી રહ્યો છે.

Most Popular

To Top