World

કોરોના રોચગાળાની શરૂઆત અંગે ‘હુ’ની ટીમે આ દેશમાં શરૂ કરી તપાસ

જ્યાંથી કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના રોગચાળાની શરૂઆત થઇ હોવાનું મનાય છે તે ચીનના વુહાન શહેરમાં આજે વિશ્વ આરોગ્ય સંગઠન(હુ)ની ટીમે રોગચાળાના ઉદભવ અંગે તપાસ શરૂ કરી હતી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(હુ)ની આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ૧૪ સભ્યોની ટીમ વુહાન પહોંચી છે. સ્થાનિક નિયમો અનુસાર તે કેટલાક દિવસથી હોટેલમાં ક્વોરેન્ટાઇન હેઠળ હતી તેણે આજે પોતાની તપાસના એક મહિના લાંબા મિશનની શરૂઆત કરતા ફિલ્ડ કામગીરી શરૂ કરી હતી. આ ટીમ જયાં ઉતરી હતી તે હોટલમાંથી ટીમના સભ્યો નીકળતા અને એક બસમાં બેસતા આજે બપોરે જોવા મળ્યા હતા.

બીજી બાજુ વુહાનના એક નાગરિકે આ ટીમને મળવાનો આગ્રહ રાખ્યો હતો. ઝાંગ હાઇ નામના આ નાગરિકે સ્થાનિક સત્તાવાળાઓએ રોગચાળા પર ઢાંકપિછોડો કર્યો હોવાનો આક્ષેપ કરીને હુના સભ્યોને મળવાનો આગ્રહ રાખ્યો હતો. તેણે જણાવ્યું હતું કે જો મસયસર પારદર્શી પગલા ભરાયા હોત તો તેના પિતા બચી ગયા હોત. દરમ્યાન ચીનના વિદેશ મંત્રાલયે આજે ચેતવણી આપી હતી કે રોગચાળાના ઉદભગ અંગે ખોટી અટકળો અને રાજકીયકરણ કરાયેલ સંવાદથી હુની કામગીરી પર વિપરીત અસર થશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top