Charchapatra

ન્યાયધીશો નીમવાની કઇ પધ્ધતિ વધુ યોગ્ય?

હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં જજોની નિમણૂંકમાં આખરી સત્તા મુખ્ય ન્યાયધીશ દ્વારા રચિત કોલેજીયમની છે કે સરકારની એ પાંચ પાંચ સુપ્રીમ કોર્ટના ચુકાદા છતાં આખરી રીતે નિર્ણિત થતું નથી. હાલમાં જ આર્ટિકલ 370નો ચુકાદો આપી નિવૃત્ત થયેલ જસ્ટીશ સંજય કિશન કોલે, કોલેજીયમ પ્રથાને યોગ્ય ન ઠેરવી અને એમાં સરકાર કહે તેમ થાય છે એવું જણાવ્યું. અગાઉ નિવૃત્ત થયેલા સુપ્રીમ કોર્ટના ઘણા ન્યાયાધીશોએ કોલેજીયમ પ્રથાને યોગ્ય પધ્ધતિ ગણાવી ન હતી. કોલેજીયમ પ્રથા એટલે એમાં ભારતના મુખ્યાય ન્યાયધીશ, બીજા ત્રણ સિનિયર ન્યાયાધિશો, કાયદા મંત્રી, એના સભ્ય હોય છે અને તેની ભલામણ સરકારને મોકલવામાં આવે છે.

કોની નિમણુંક સ્વીકારી એ આખરી સત્તા સરકારની છે. આ પ્રક્રિયાને રદ કરી એનડીએ સરકારે એનજેએસી નેશનલ જયુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન બનાવેલું જેમાં જજો ઉપરાંત વિરોધ પક્ષના નેતા, પ્રતિષ્ઠીત કાયદાવિદ અને અન્ય બે નામોની બનેલું પંચ નામ સરકારને સૂચવે અને તે નામ સરકારે ફરજીયાત સ્વીકારવાનું રહે એવી વ્યવસ્થા હતી. આ બીલ બની ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું અને 20 જેટલા રાજયોએ પણ એમાં સંમતિ આપી. પરંતુ એ બિલ સુપ્રીમ કોર્ટના પાંચ જજોએ ગેરબંધારણીય ઠરાવી રદ કર્યું અને એવું કહ્યુન કે એમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા જોખમાય છે અને સરકારના પ્રતિનિધિઓની બહુમતિ રહેવાથી નિમણુંકની આખરી પસંદગી સરકારની જ રહેશે. આ પ્રકારનું અર્થઘટન થયું. એનજેએઇ રદ કરી ભારતની સુપ્રીમ કોર્ટે મોટી ભૂલ કરી. દેશની બહુમતિ કરતા વધારે પ્રજા તેના ચૂંટાયેલા વિવિધ પક્ષોના પ્રતિનિધિઓ દ્વારા બંધારણીય પ્રક્રિયા દ્વારા એક કાયદો બનાવે અને તેને સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશો રદ કરી દે એની ટીકા પણ થઇ.

આખરે એ જ કોર્ટના ઘણા ન્યાયાધીશોને એવું મહેસુસ થાય છે કે એનજેએઇ બિલ સારું હતું. મુળ તો બંધારણે જ જયારે આખરી સત્તા કોઇને આપી નથી અને મુખ્ય ન્યાયાધીશ અને રાષ્ટ્રપતિએ મસલત કરી યોગ્ય વ્યકિતની નિમણૂંક કરવાની છે એવું ઠરાવ્યું હોવા છતાં બિનજરૂરી વ્યવસ્થાનો અને અર્થઘટનો દ્વારા આ સત્તાની યોગ્યતા અને પ્રશ્નો ઉભા થાય છે. ભારતની હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં યોગ્ય વ્યકિતની પસંદગી ન્યાયાધીશ તરીકે થવી જોઇએ એ જરૂરી છે. નહિ કે આ સત્તા કોણ વાપરે છે અને કોની પાસે આખરી છે. આ વિવાદને મંડપથી સુધારવાની જરૂર છે.
નવસારી           – ડો. વિક્રમ દેસા   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં

Most Popular

To Top