Comments

આઝાદ કોંગ્રેસથી આઝાદ થઇ કયાં જશે?

‘મને હંમેશ લાગ્યું કે મોદી અપરિપકવ માણસ છે કારણ કે તેને પત્ની અને પરિવાર નથી પણ તેણે માનવતા બતાવી… ‘કોંગ્રેસ અપઢોંકી જમાત હે..’ પીઢ કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસ પક્ષ સાથેના દાયકાઓ જુના સંબંધો કડવાશની કાતર ફેરવી નાંખ્યા છે. અને પક્ષ સાથેના તેમના અડધી સદીના સંબંધોનો અંત આવ્યો છે. એક સદીથી ય વધુ જુના આ પક્ષનો વધુ એક સ્તંભ ખસી જતાં પ્રસાર માધ્યમો અને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે જાગેલો ઉન્માદ કે ખળભળાટ થોડા દિવસો કે સપ્તાહો સુધી ચાલશે અને પછી શમી જશે પણ પ્રશ્ન એ રહેશે કે આઝાદનું શું?

આ લખેની શરૂઆતમાં આઝાદના ટાંકેલા એ અવતરણે કંઇ દિશા સુચન કરે છે? નરેન્દ્ર મોદીની કોંગ્રેસ મુકત ‘ભારત’ની ઝુંભેશના અનુસંધાનમાં તો નથી ને! આઝાદ પોતાની રાજકીય કારકિર્દીની બીજી ઇનિંગ્ઝમાં પોતાના ગૃહપ્રદેશ જમ્મુ- કાશ્મીરમાં શું કરે છે તેના પર બધાની નજર મંડાયેલી છે.અમારા અને તેમના કાર્યકરો હવે શું કરે છે તેના આધારે બીજી ઇનિંગ્ઝ રમાશે.

બહુમતી મુસ્લિમ વસ્તી ધરાવતા ભારતના એકમાત્ર એક વખતના રાજય જમ્મુ કાશઅમીર રાજયમાં અને જમ્મુ પ્રદેશની મુસ્લિમોના વર્ચસ્વવાળઆ વિધાનસભા મતવિસ્તારોમાં રહીને રાજકીય સફળતા પામવા મથનાર નેતા આઝાદ માટે મોદીની પ્રશંસા એક ઉત્તરદાયિત્વ છે કોંગ્રેસના આ સંઘપ્રદેશ એકમમાંથી હિજરત દ્વારા સર્જાયેલા શૂન્યાવકાશને પૂરવા આઝાદના હજી નામ નહીં આપેલા પક્ષને કોંગ્રેસ વિરોધી જુવાળ મદદ કરે તો તે અકસ્માત બની રહેશે. જમ્મુ પ્રદેશની વિધાનસભા મતવિસ્તારની કેટલાકમાં રહેલી મિશ્રા વસ્તી તેમને મદદરૂપ થઇ શકે.

પવન કઇ દિશામાં ફૂંકાશે એ અત્યારે કહેવાનું ઘણું વહેલું છે પણ જમ્મુ કાશ્મીરના રાજકારણની જટિલતા અને ગૂંચવાડો જોતાં આઝાદ ઇર્ષા નહીં કરી શકાય તેવી સ્થિતિમાં છે. તેમના પગલાંથી ભારતીય જનતા પક્ષને પછાડવાની નેમથી વિરોધ પક્ષો પણ ગેલમાં આવી ગયા છે. પતન નિશ્ચત છે. તેવા કોંગ્રેસ અને ભારતીય જનતા પક્ષ સામે ટકકર લેવાની વિરોધી દિમાગના એક મહત્ત્વના ભાગ તરીકે તેમને જોવામાં આવે છે. આઝાદ માટે હવે પ્રશ્ન એ પણ છે કે એક વખતના તેમના વિપક્ષી સાથે નેશનલ કોન્ફરંસના ડો. ફારૂખ અબ્દુલ્લા સાથે હવે કઇ રીતે રહેવું તે પણ તેમને માટે પ્રશ્ન છે. મોટે ભાગે કાશ્મીર અને જમ્મુના કેટલાક વિસ્તારોમાં હવે પ્રભાવશાળી દેખાવ કરવા માટે ડો. ફારૂખ અબ્દુલ્લાની ચિંતા વધી હતી. કારણેક આઝાદ હવે આઝાદ થયા છે.

હજી ગઇકાલ સુધી તો આઝાદ અને ડો. ફારૂખ અબ્દુલ્લા કોંગ્રેસ અને નેશનલ કોન્ફરંસના ગઠબંધનની વાત કરતા હતા. આજે આ બંને હાથ મીલાવે તો ભારતીય જનતા પક્ષને પડકાર આપનાર અસરકારક બળ બની રહેશે. આ સંજોગોમાં ડો. ફારૂખ અબ્દુલ્લા કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષી એકતા પરિબળનો એક હિસ્સો હોવાથી રાષ્ટ્રીય સ્તરે સ્થાન પામવામાં તેમને ફાંફા પડશે, ખાસ કરીને બંનેનું જયાં વર્ચસ્વ છે ત્યાં આઝાદનો હાથ ઊંચો રહેશે. આઝાદે જમ્મુ-કાશ્મીરને કેન્દ્રમાં રાખી રાજકીય પક્ષ સ્થાપવાની જાહેરાત કરી જ છે. અડધી સદીમાં પહેલીવાર ગાંધી તળાવમાંથી બહાર નીકળેલી માછલી આઝાદ હોવાથી તેઓ આ બહાને રાજકીચ નદીનાં પાણી ચકાસી જોશે.

આઝાદની મુખ્યપ્રધાન તરીકેની કારકિર્દી નિષ્કલંક રહી છે, કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીરમાં તેમની ઝાઝી સ્વીકૃતિ રહી છે તેનો તેમને કાયદો મળશે. તેનું કારણ છે કે નવી દિલ્હીના દોરી સંચારથી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના ભૂતપૂર્વ પ્રધાન અને વેપારીમાંથી રાજકારણી બનેલા અલ્તાફ બુખારીના નેતૃત્વ હેઠળ નવા રાજકીય પક્ષ- અપની પાર્ટીનાં સર્જનથી કેન્દ્રના ચાલતા રાજકીય પક્ષોના અથવા સજ્જદ લોનીીની પીપલ્સ કોન્ફરંસની દાઢીમાં હાથ નાંખવાના કેન્દ્રના ભારતીય જનતા પક્ષના પ્રયાસો નિષ્ફળ ગયા છે ત્યારે તો આઝાદ વધુ માંગમાં રહેશે.

પંજાબમાં સફળતા મળી એટલે આમ આદમી પક્ષ- આપના મોંમાં પાણી આવ્યું હતું પણ પંજાબનો ઉન્માદ જલ્દી શમી ગયો છે. આપના એક ડઝન નેતાઓએ આઝાદ કોંગ્રેસમાંથી નીકળી ગયા એટલે તેમને ટેકો આપવા પોતાના પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. ભારતીય જનતા પક્ષને આમ તો અત્યારે આઝાદ સાથે સારા લાગે છે પણ હજી સમગ્ર જમ્મુ- કાશ્મીરમાં ઉપસ્થિત થવામાં તને સમસ્યા લાગે છે. ડો. અબ્દુલાના પ્રભાવને નિયંત્રિત કરી શકાય અને તો આઝાદના પક્ષ નેશનલ કોન્ફંરસના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં મત વહેંચાઇ જાય તો ભારતીય જનતા પક્ષને ફાયદો થાય.

આઝાદને મુખ્ય પ્રદાન બનાવવા કેન્દ્ર મોટી ગુલાંટ મારવી પડે અને તો હિંદુ મુક્ય પ્રધાન સાથે પોતાની બહુમતી સરકાર રચી શકે. આવું બની શકે? અત્યારે આઝાદ કેન્દ્ર સામે શીંગડા ભેરવવા માંગતા નથી અને મોદીનું ધ્યાન જમ્મુ-કાશ્મીરમાંથી કોંગ્રેસ સાફ કરવામાં લાગ્યું છે અને તેણે તે કામ લગભગ પુરું કર્યું છે. આઝાદનો ટેકો આપવાનું મોદીનું કામ બેધારી તલવાર જેવું છે. આઝાદ મોદી તરફી વાત કરે તો ય તેનો અર્થ જુઓ અને તે એવું નહીં કરે તો ભારતીય જનતા પક્ષ વિરોધી ગણાય. સાત દાયકાના પ્રયોગ પછી પણ જમ્મુ- કાશ્મીર બીજા એક રાજકીય પ્રયોગમાં ધકેલાઇ રહ્યું છે. આ વખતે કથાના નાયક ગુલામ  નબી આઝાદ છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top