છેલ્લાં 70 વર્ષની વાત કરીએ (આગળના જવા દો) દૈનિક પત્રમાં ખેડૂતો ‘‘પ્રથમ વધારો આ મહિનાથી’’ એવા સમાચાર ક્યારેય વાંચ્યા નથી. પણ ‘‘સરકારી કર્મચારીના બેઝીકમાં આટલા ટકા વધારો’’ ‘‘મોંઘવારી આટલા ટકા, ગત બે માસથી અમલી’’, ઘર ભાડામાં ગયા માસથી વધારો. સરકારી કર્મચારી, પ્રધાનો, ધારાસભ્યો, સાંસદ તથા પ્રથમ વર્ગ, બીજા વર્ગ, ચોથા વર્ગના કર્મચારી-કામદારનો વધારો. પાનું પલટાવીએ તો ખેડૂતની આવક, પગાર કે મળતી રકમ જુદા જુદા હેડથી મળતી નથી. જે મળે છે તેમાં ઘરભાડું તો હોય નહિ – ઘર ચાર વાંસ, કાદવની ભીંત, બેઝીક તો દેવું હોય.
મોંઘવારીમાં (દૈનિક) બેંક લોન, બાકી પડતી હોય છે. વીજળી તો બીલ નહિ ભરાતા કાપેલી હોય. હિસાબ માંડો ગેસ, પાણી, રસ્તા, ખેતરના મહેસુલની જ્યાં ખોટના ધંધા હોય. સંસદો, ધારાસભ્યો કે કર્મચારી યા કામદાર સામાન્ય રીતે ખેડૂતના દીકરા છે. કોઈક ભાગ્યશાળી ખેડૂતના હોય તેને પોતાના વિસ્તારના ખેડૂતની સ્થિતિનો ખ્યાલ ન આવતો હોય – ?? જો આવતો હોય યથાયોગ્ય જગ્યાએ રજૂઆત કરવાનું સમજાતું નથી? ખેડૂતની આંતરડી કકળે છે. જે તમારું ક્યાંય ભલું ન થવા દે. તમારો એક અવાજ બદલાવી શકે.
અછારણ- ભગવતી છ. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
રાહુલ ગાંધીનો વાણીવિલાસ એ દેશની પ્રતિષ્ઠાને હાનિ
છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી વિદેશોમાં જઈને પોતાની દેશ અને દેશના સર્વોચ્ચ પદ પર લોકશાહીથી ચૂંટાયેલા વડા પ્રધાન વિશે નિરંતર અર્થહીન ટીકા-ટીપ્પણી કરતા રહે છે. દેશ અને વડા પ્રધાનની માન-સન્માન અને પ્રતિષ્ઠાને સ્વાભાવિક રીતે નુકસાનકારક છે. હોલમાં જ દશ દિવસનો અર્થટિકાના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ તેમની ‘આદત સે મજબૂર’ ની કહેવતને સાર્થક કરતા દેશ અને વડા પ્રધાનના સંદર્ભમાં પાયાવિહોણા અને નિરર્થક તેમના વ્યક્તિગત અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં મુસ્લિમો સાથે જે થઈ રહ્યું છે તે 80ના દાયકામાં દલિતો સાથે થયું હતું! દેશની 140 કરોડ જનતા રાહુલ ગાંધીના આ વકતવ્ય, અભિપ્રાય સાથે સહમત નહીં હોય કારણ કે તેઓ દેશની જમીની હકીકતથી વાકેફ છે. આવું અર્થહીન સ્ટેટમેન્ટ આપીને રાહુલ ગાંધી નુકસાન પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે!
સુરત – રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.