નવસારીમાં આશાપુરી મંદિરથી પશ્ચિમમાં માણેકલાલ રોડ આવેલ છે. એ રસ્તો તદ્દન તૂટી ગયેલ છે. નવસારી સ્ટેશન પર જવા માટે આ રસ્તો ટૂંકો પડે છે. અહીં ભકતાશ્રમ હાઇસ્કૂલ પણ આવેલી છે. રોજ દિનરાત સુરત તરફ અને વલસાડ તરફ નોકરીએ જતાં કર્મચારીઓ તથા સચીન જીઆઇડીસી અને વાપી જીઆઇડીસીમાં નોકરીએ જતા સર્વ કોઇ આ રસ્તા પરથી નવસારી સ્ટેશને જઇ ટ્રેઇનમાં અપડાઉન કરે છે. ભકતાશ્રમ હાઇસ્કૂલમાં પણ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેઓ પણ સાયકલ મોટર સાયકલનો ઉપયોગ કરી શાળાએ જાય છે. આથી રસ્તા પર ટ્રાફિક પણ વધુ રહે છે. અહીં તાત્કાલિક બ્લોક બેસાડી દેવામાં આવે તો જવા આવવાનું દ્વિચક્રી વાહનચાલકો માટે સરળ બનશે. રસ્તા પર ખાડા એટલા બધા છે કે રસ્તો શોધવો મુશ્કેલ છે. દ્વિચક્રી વાહન ચલાવનારની કમરને અનેક આંચકાઓ લાગે છે. કમરનો ભાગ મજબૂત ન હોય તો માણસના શરીરનું જંપર તૂટી જાય તો નવાઇ પામવા જેવું નથી. માણેકલાલ રોડ પરથી જતો માણસ ગુસ્સાથી લાલ થઇ જાય તો નવાઇ નહીં. તાત્કાલિક રીપેર થાય એ જરૂરી જ નહીં અનિવાર્ય છે.
નવસારી – મહેશ નાયક- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સમસ્યાના શિક્ષણ સંસ્કાર
પ્રકૃતિમાં તો કોઇ પણ સમસ્યા હોય તો પણ તેના ઉપાય જોડાજોડ રાખવામાં આવેલ છે પણ માનવસર્જીત સંસ્કાર શિક્ષણમાં સંસ્કારથી અલગપણે સભ્યતા અને માનવ અધિકારવાળી કહેવાતી નાગરિકતામાં મોટે ભાગે પશુતાનાં ધોરણોને જ અમલી બનાવ્યાં છે એટલે વિજ્ઞાનને કરેલા ચમત્કારોમાં પણ માત્ર જંગલનો કાયદો જ રાજ કરતો રહે છે. આવી કુદરતી ન્યાયને વળોટતી સરકાર ઠરાવ કરતી રહે અને અદાલતો ઠરાવ પાડતી રહે તારીખ પે તારીખ જોતાં ન્યાય માટે ઘણા જન્મો લેવા પડતા હશે.
ધરમપુર – ધીરુ મેરાઇ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.