ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp (Whatsapp Down) લગભગ 2 કલાકથી બંધ છે. આ મામલે મેટાની માલિકીના વોટ્સએપ યુઝર્સ વતી ટ્વિટર અને ફેસબુક (Twitter And Facebook) પર ફરિયાદ કરી રહ્યાં છે. બપોરે 12.45 વાગ્યાથી વોટ્સએપ સર્વર ડાઉન છે. દરમિયાન કંપની તરફથી એક નિવેદન આવ્યું છે. મેટા કંપનીના (Company) પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમને ખબર છે કે કેટલાક લોકોને સંદેશા મોકલવામાં સમસ્યા આવી રહી છે અને અમે શક્ય તેટલી વહેલી તકે બધા માટે WhatsApp પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છીએ.”
લોકોએ પોતાની સમસ્યાઓ ટ્વિટર પર શેર કરી છે. આઉટેજ ડિટેક્શન વેબસાઇટ DownDetector એ પુષ્ટિ કરી છે કે WhatsApp કામ કરી રહ્યું નથી. વેબસાઈટના હીટ-મેપના આધારે અસરગ્રસ્ત વિસ્તારોમાં મુંબઈ, દિલ્હી, કોલકાતા અને લખનૌ જેવા મોટા શહેરોનો સમાવેશ થાય છે. વોટ્સએપ વેબ પણ આઉટેજથી પ્રભાવિત થયું છે અને એપ્લિકેશનનું વેબ ક્લાયંટ હવે કનેક્ટ થઈ રહ્યું નથી.
સમગ્ર દેશમાં લાખો લોકો આ પ્લેટફોર્મનો ઉપયોગ સંદેશા, ફોટા અને વીડિયો મોકલવા માટે કરે છે. WhatsApp iPhones, Android ફોનથી લઈને લેપટોપ પર પણ ચાલે છે. ભારતમાં વોટ્સએપ યુઝર્સ હાલમાં મેસેજ મોકલવા અને પ્રાપ્ત કરવામાં અસમર્થ છે. આ ગરબડને કારણે પર્સનલ ચેટની સાથે સાથે ગ્રુપ ચેટમાં પણ તકલીફ પડી રહી છે. તેમજ whatsapp વેબ પણ કામ કરતું નથી.
ટ્વિટર પર #whatsappdown ટ્રેન્ડ
વોટ્સએપ બંધ થતાં જ ટ્વિટર અને ફેસબુક જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર #whatsappdown ટ્રેન્ડ કરી રહ્યું છે. ટ્વિટર બંધ થવા પર દુનિયાના વિવિધ ભાગોમાંથી લોકો ટ્વિટ કરી રહ્યા છે. આ સાથે લોકો વોટ્સએપમાં પણ ગરબડની મજા માણી રહ્યા છે. #whatsappdown પર મીમ્સ પણ ખૂબ શેર કરવામાં આવી રહ્યા છે.