Business

મંચ પર લાંબા પરિચય શું કામ?

ઘણી બધી સરકારી, બીન સરકારી અને રાજકીય જાહેર કાર્યક્રમો જવાનું થાય છે. જેને સમયની કદર અને કિંમત છે તેવા બુદ્ધિજીવીઓ હંમેશા એક વાત અને વિચાર કરતા રહે છે કે, મંચસ્થ મહાનૂભવો પૈકી અનુક્રમે ભાષણ કરવા ઊભા થાય છે ત્યારે તે દરેક મહાનૂભવોનાં નામો અને હોદ્દાઓ પણ બોલે છે. આમ, કરવાથી ભલે એ મહાનૂભવોને પોતાની જાત માટે ગર્વ થતો હોય પણ અન્ય મહાનૂભવો અને શ્રોતાઓનો કિંમતી સમય બગડે છે. જો મહાનૂભવોને શ્રોતાઓ પણ ઓળખતા જ હોય તેમ છતા કાર્યક્રમના સંચાલકશ્રી ભાષણ માટે આપીત વેળા લાંબી લાંબી વિગત આપે છે. આ યોગ્ય નથી. બધાના નામો વારંવાર સાંભણતા શ્રોતાઓને કાર્યક્રમમાંથી ઉઠીને ચાલ્યા કરવાની ઈચ્છા થઈ જાય છે. તો, આયોજકોને વિનંતી કે મંચસ્થ મહાનૂભવો એક-બીજાનું નામ ન બોલે તેમની સાથે ઘનિષ્ઠ સંબંધોનું સૂજ્ઞ શ્રોતાઓ પર માનસિક ત્રાસ અને સમયની બરબાદી ન કરે. કાર્યક્રમ સંચાલનની રીતો હવે બદલાવી જોઈએ.

સુરત     – પરેશ ભાટિયા    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

બંધ અવસ્થામાં રહેલા A.T.M. મશીન ચાલુ કરો
દરેક બેંકો પોતાના ખાતા ઘારકોની સગવડતા ખાતર દરેક શાળા દિઠ એક A.T.M. મશીન મૂકતા હોય છે. પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી કેટલીક બેંકોના A.T.M.મશીન બંધ અવસ્થામાં જોવા મળે છે. જેથી A.T.M. કાર્ડ ઘારકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સામી દિવાળીએ ગમે ત્યારે પૈસાની જરૂરિયાત ઉભી થતી રહે. પરંતુ A.T.M. મશીન બંધ અવસ્થામાં હોવાથી નિરાશા સાંપડે છે. કેટલીક નામાંકિત બેંકોના A.T.M. મશીન પણ બંધ અવસ્થામાં લાંબા સમયથી જોવા મળે છે. તો કેટલીક બેંકો ખાતે કેશ નથીનાં બોર્ડ A.T.M. મશીન પર લટકતા જોવા મળે છે તો કેટલીક બેંક A.T.M. મશીન જ બદલવાનાં હોવાથી A.T.M.મશીન જ બદલવાનાં હોવાથી A.T.M. મશીન જ્યાં હોય તે રૂમ પર જ શટર પાડી દીધેલા જોવા મળે છે. તો હવે લાંબા સમયથી બંધ રહેલા A.T.M. મશીન સત્વરે ચાલુ કરી દેવામાં આવે. જેથી A.T.M. કાર્ડ ધારકોને પૈસા મેળવવાની સરળતા રહે.
એચ.એસ.દેસાઈ- તલિયારા- જિ. નવસારી    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top