કેટલીક વાતોનું મનમાં સમાધાન જ થતું નથી. દારુનો જથ્થો પકડાય છે સાથે બુટલેગરના માણસો પકડાય છે. મુખ્ય આરોપી ફરાર થઇ જાય છે! તે પકડાય છે કે કેમ? અને પકડાયા પછી પોલીસ તરફથી કઇ કલમ લગાડવામાં આવી? અને કોર્ટે શું સજા કરી? સાથે પકડાયેલ મોંઘાં વાહનોનું શું થયું? ગુજરાતમાંથી જ ફકત સાત દિવસમાં 2180 કરોડ રૂપિયાનું 436 કિલો હેરોઇન પકડાયું (માહિતી ગુજરાતમિત્ર) પોલીસે આરોપીને પકડયા. કોર્ટે શું કાર્યવાહી કરી? દારુના જથ્થાનો નાશ કરવાના સમાચાર મળે છે પરંતુ (પરંતુ પકડાયેલા વાહનો બાબતે શું?!) આજદીન સુધી પકડાયેલ ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાન આવ્યો હોય એવા સમાચાર જાણવા મળ્યા નથી?
તો આવા પકડાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સનું શું? તસ્કરીની આ વાતો તો ઠીક પરંતુ થોમસ રોયટે ફાઉન્ડેશનના નામની 550 નિષ્ણાતો દ્વારા માનવ તસ્કરી બાબતે ભારતમાંથી દર વર્ષે 3000 ગ્રામિણ વિસ્તારની 18 વર્ષથી ઓછી ઉંમરની ગરીબ યુવતીને ઉંચા પગાર આપવાની લાલચના બહાને શોષણ થાય છે?? (માહિતી ગુજરાતમિત્ર તા. 20.3.22) મનપામાં થયેલા દમનના વિરોધમાં સુરત ભાજપ કાર્યાલય પર શાંતિ પૂર્ણ દેખાવ કરવા ગયેલા આમઆદમી પાર્ટીના કાર્યકરો પર ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો તેમાં ગુંડાઓ પણ હાજર હતા. તેનું નામ અને ફોટા જોગ પ્રસારણ થયું છતાં તેમના પર શું કાર્યવાહી થઇ?! જયારે દેખાવ કરનાર પર ગુનો દાખલ કર્યો?! શું પ્રજાના પ્રશ્નોની રજુઆત કરવી ગુનો છે?! આવી દરેક બાબત વિચારવંત નાગરિક માટે ચિંતાનો અને ચિંતનનો વિષય બની જાય છે.
અમરોલી – બળવંત ટેલર – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.