Comments

પગરખાંનો આ તે કેવો પ્રયોગ…??

પગરખાંની ચાલ ચલગત અંતર્ગત યુસુફભાઇ ગુજરાતીનું ચર્ચાપત્ર વાંચી એક કિસ્સો ઉમેરવા પ્રેરાઇ છું. તેમણે પગરખાંની ઉપયોગીતા અંગે સરસ લખ્યું છે. હાલમાં જ ટેલિવિઝનનાં એક કાર્યક્રમમાં પગરખાં પ્રકરણ જોવા મળ્યું. સોની ચેનલ પર આવતા સુપર ડાન્સ ચેપ્ટર-4ના પ્રોગ્રામમાં મહેમાન બનેલ જજે પોતાના પગરખાં કાઢીને સ્ટેજ તરફ ફેંકયા. પર્ફોમન્સ સુંદર હોય તો સ્પર્ધકની સામે જૂતા ફેંકી ખુશી વ્યકત કરવાનો આ તે કેવો પ્રયોગ…?? મારી દ્રષ્ટિએ તો તમે તેની કલાનું અપમાન કર્યું કહેવાય! હદ તો ત્યારે થઇ કે તેમનું જોઇને જે રેગ્યુલર જજ છે તેમણે પણ તે સ્પર્ધક સામે સ્ટેજ તરફ જૂતાં ફેંકયા! આને ખુશી કહેવાય કે ઇર્ષ્યા… શું સમજવું? જૂતાં ફેંકવાનો પ્રયોગ આક્રોશ-વિરોધ પ્રગટ માટે જ થાયછ ે તે તેઓ નહિ જાણતાં હોય…?? કલાકારોની સામે જૂતાં ફેંકીને બિરદાવવાની આ તે કેવી રીત?? વનવાસ જતા પહેલા ભગવાન રામે નાનાભાઇ ભરતને પોતાની પાદુકા શું ફેંકીને આપી હતી…??? સુરત  – જયોતિ ગાંધી   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top