ત્રણ વર્ષ પહેલાંની વાત છે. ગોપીપુરા સુભાષચોક ખાતે આવેલી ખૂબ જુની નેશનલ લોન્ડ્રીમાં હું બઠો હતો. એટલામાં એક દિગંબર જૈન સંત એમના ભકતો સાથે પસાર થયા. એમના ચહેરા ઉપર શાંતિ અને આનંદ સ્પષ્ટ દેખાતા હતા.
મને વિચાર આવ્યો કે આ સંતે નથી સુંદર વસ્ત્રો પહેર્યાં નથી એમની પાસે કાર નથી એમની પાસે બંગલો કે સગાંસંબંધીઓ નથી. એમની સેવામાં સુંદર સ્ત્રીઓ છતાં એ કેમ કરી આનંદમાં રહી શકે છે?
આપણી પાસે તો ઉપર જણાવેલી બધી જ વસ્તુઓ છે. છતાં આપણને સાચા આનંદી અનુભૂતિ કેમ થતી નથી? મેં તો સાંભળ્યું છે આ જૈન સંતો જમે છે પણ હાથમાં જ અન્ન લઇને આના પરથી સાબિત થાય છે કે સાચું સુખ કે આનંદ બહારની કોઇ પણ વસ્તુ કે વ્યકિતમાં નથી પણ આપણી અંદર જ છે. એ આનંદની અનુભૂતિ કરવા જીવનને સંયમી બનાવી સાધનાનો આશ્રય લેવો પડે છે.
સુરત – ઉપેન્દ્ર કે. વૈષ્ણવ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.