મૂર્છીત એટલે બેભાન અવસ્થા બેભાન અવસ્થાના ઘણા ગેરફાયદાઓ છે. વળી જાગૃત અવસ્થામાં કેટલાંક જણો અન્યને બેભાન અવસ્થામાં રાખી જાણે છે. જેમકે રાજકારણીઓ સત્તાધીશો બહુધા પ્રજાને અનેક રીતે પોતાના સ્વાર્થી હેતુ અંગે પ્રજાને બેભાન રાખે છે.કયારેક ઠાલા વચનો આપી તો કયારેક વિરોધીઓ માટે ખોટા પ્રચારો કરી તો કયારે પોતાના આકર્ષિત વયકિત કે શબ્દોની છટા થકી આંજી દે છે ત્યારે પ્રશ્નને ઘણું બધું વેઠવાનું આવે છે. આ રીતે ધર્મ ધૂરંધરો પણ નામ અને દામ અર્થે ધર્મ અને ઇશ્વરના નામે વિધિ વિધાનના એવા અફીણી નશા વડે બેભાન અવસ્થામાં પ્રજાને લાવી મુકે છે કે પ્રજા પણ લાલચમાં આવી સાચુકલા ધર્મને અને ઇશ્વરને પણ વિસારે પાડી દે છે.
યુગોથી પ્રચલિત રીતિ રિવાજોને પણ સમાજ બેભાન બની અનુસૂર્યા કરે છે અને ભૂલી જાય છે કે માણસ રીતિ રિવાજો માટે નથી કાંતો રીતિ રિવાજો માણસ માટે બનાવાયા હોય છે છતાં વ્યર્થના રીતિ રિવાજો માણસ અને સમાજને પણ નુકશાન કરતા બની રહેતા હોય છે. આમ બેભાન અવસ્થા મનુષ્યતાને હાની અને કષ્ટ પહોંચાડતી રહે છે માટે મનુષ્યએ સહેલી બેભાન અવસ્થાથી મુકત થવુ ઘટે કા બેભાન અવસ્થા મનુષ્ય માટે માત્ર તેની સર્જરી સમયે જ ઉપયોગી બનતી હોય મનુષ્યને ચાહીને બેભાવન અવસ્થામાં દોરી જવો પડે છે. એ પણ ખરૂ.
નવસારી – ગુણવંત જોષી- આ લેખમાં પ્રગટ થયેલા વિચાર લેખકના પોતાના છે.
આર્થિક મહાસત્તાની દોટ
14 ઓગસ્ટ 1947ની મધરાતે પંડિત જવાહરલાલ નહેરુનો બુલંદ ઘૂંટાયેલો અવાજ આખું ભારત અને આખી દુનિયા સાંભળી રહી હતી. કેટલાય વર્ષો આપણે ભાગ્યને બદલાવાનો પ્રયાસ કર્યો એ સમય આવી ગયો. આપણે આપણી પ્રતિજ્ઞાથી મુકત થયા. અત્યાર સુધી દબાયેલી, કચડાયેલી, ગૂંગળાયેલી પ્રજાનો અવાજ સંભળાવવાનો છે. પ્રજાનું શાસને અપાવ્યું દેશની તિજોરી ખાલીખમ હતી. ભારતમાં નહોતા રસ્તા, હોસ્પિટલો કે શિક્ષણ સંસ્થાઓ. ભેટમાં પંગુ અર્થતંત્ર મળ્યું. શાસકો સામે શૂન્યમાંથી સર્જન કરવાનો પડકાર ઝાલી લીધો.
1964માં ચીન સાથેના પરાજય નહેરુજીએ આઘાતમાંથી ઉભરી શકયા નહિ. 1964માં મૃત્યુ થયું પણ આર્થિક સામાજિક રીતે શકિતશાળી અને સમૃદ્ધ દેશનો પાયો નાખતાગયા. શાસ્ત્રીજીએ વિકાસની યાત્રાને આગળ ધપાવી. જયજવાન, જય કિસાનનો નારો આપ્યો. ઇન્દિરાજીના સમયમાન હરિત ક્રાંતિ થઇ. અન્ન ક્ષેત્રે દેશ સ્વાવલંબી બન્યો. રાજીવ ગાંધીએ ટેલીકોમ્યુનિકેશન ક્રાંતિના શ્રીગણેશ કર્યા. 1991માં નરસિંહ રાવ અને મનમોહન સિંહે મુકત વ્યાપાર માટે દરવાજા ખોલી નાખ્યા. આર્થર્િક સુધારણા થકી અર્થતંત્ર મજબૂત થયું પણ કટ્ટરવાદે ગાંધીજીનો આતંકવાદે ઇન્દિરાજી અને રાજીવનો ભોગ લીધો. કાશ્મીર અને ખાલિસ્તાની આતંકવાદને પગલે દેશની અખંડિતતા પર જોખમ સર્જાયું. પણ મહાન દેશ ઉભો થતો રહ્યો. દરેક ભૂલમાંથી સબક શીખ્યા.
હવે આપણે આઝાદીનું 76મું વર્ષ ઉજવશે. કોઇની ક્ષતિઓ શોધાવનો અવસર નથી. દરેક શાસકે ભૂલો કરી, ભૂલો થતી રહેશે. પણ કોઇની નિષ્ઠામાં અભાવ ન હતો. શાસકોએ જે તે સમયે સંજોગો અને આપણા સામર્થ્યના અનુસંધાને જે દેશના હિત જણાયુ તે નિર્ણયો કર્યા. આજે દેશ જયાં પહોંચ્યો છે તે દરેક શાસકનું પ્રદાન છે. સત્તાધીશો તો આવતા રહેશે. જતા રહેશે. નાગરિકોના હૃદયમાં ભારતી ધબકે છે. ઉજ્જવળ વર્તમાન અને સોનેરી ભવિષ્યનાં સ્વપ્નો ભવ્ય છે. ત્રિરંગો શાનથી લહેરાતો રહે. દેશ આગળ ધપતો રહે એજ અભ્યર્થના.
ગંગાધરા – જમિયતરામ હ. શર્મા – આ લેખમાં પ્રગટ થયેલા વિચાર લેખકના પોતાના છે.