નિહાર સ્કૂલનો સ્પોર્ટ્સ ચેમ્પિયન હતો અને હવે આગળ ઇન્ટર સ્કુલ સ્પર્ધમાં ભાગ લેવાનો હતો.નિહાર તે સ્પર્ધાની તૈયારી સારી રીતે કરી રહ્યો હતો અને એક દિવસ તેણે તેના કોચને કહ્યું, ‘સર, મને પૂરે પૂરો આત્મવિશ્વાસ છે કે આ ઇન્ટર સ્કુલ સ્પર્ધામાં હું જ જીતીશ.’કોચ બોલ્યા, ‘સારી વાત છે કે તને તારા પર વિશ્વાસ છે.પણ મને એ કહે કે આટલો બધો આત્મવિશ્વાસ આવ્યો ક્યાંથી ??’નિહાર બોલ્યો, ‘સર, મારા મમ્મી અને પપ્પાએ બધી તપાસ કરી છે કે કઈ કઈ શાળાના કેટલા વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે અને જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે તે બધા કરતા મારા રેકોર્ડ ચઢીયાતા છે.
અને હું બધા કરતા આગળ છું એટલે મને પૂરે પૂરો વિશ્વાસ છે કે હું જ જીતીશ.’બે દિવસ પછી સ્પર્ધા હતી એટલે કોચ માત્ર એટલું જ બોલ્યા, ‘એ બધી વાત છોડ બસ તું પ્રેક્ટીસ પર ધ્યાન આપ…આત્મવિશ્વાસ વધે તો સારું પણ મહેનત ઓછી થવી ન જોઈએ.’નિહાર પ્રેકટીસમાં લાગી ગયો. સ્પર્ધાના દિવસે સ્પર્ધા શરુ થઈ દોડવાની ચાર રેસમાંથી નિહાર બે રેસમાં પહેલો આવ્યો અને બે માં બીજા નંબરે …તેના આત્મ્વીસ્વસને ઠેસ લાગી.તે ઉદાસ થઇ ગયો.બે દિવસ સ્કુલમાં પણ ન ગયો અને પ્રેકટીસમાં પણ ન ગયો.
ત્રીજા દિવસે સાંજે કોચ તેના ઘરે ગયા.નિહાર ઉદાસ હતો…રડમસ ચહેરે એટલું બોલ્યો, ‘સર , મેં બરાબર ચેક કર્યા હતા બધાના રેકોર્ડ ..મારા સૌથી સારા હતા પણ ખબર નહિ કેમ હું બધી સ્પર્ધામાં પહેલો ન આવી શક્યો.સર હવે મારો આત્મવિસ્વાસ જ તૂટી ગયો છે કે હું સ્ટેટ લેવલ પર બધી રેસ જીતી શકીશ કે નહિ.’કોચ બોલ્યા, ‘નિહાર, આજે તારી અને તારા મમ્મી અને પપ્પાને પણ એક વાત સમજાવું છું. આત્મવિશ્વાસ એટલે પોતા પર અને પોતાની આવડત અને મહેનત પર વિશ્વાસ બરાબર …પણ આ આત્મવિશ્વાસ બીજા સાથે સરખામણી કરીને ,બધાથી ચઢીયાતા રેકોર્ડ અને રીઝલ્ટ પર આધારિત ન હોવો જોઈએ કારણ જે રેકોર્ડ અને રીઝલ્ટ તો ગમે ત્યારે બદલાઈ શકે છે …તૂટી શકે છે.
આત્મવિશ્વાસ પોતા પરનો ભરોસો છે તેણે બીજાના રેકોર્ડ કે આવડત સાથે કોઈ સબંધ જ નથી એટલે સરખામણી કરવાની જરૂર જ નથી.આત્મવિશ્વાસ તો એ છે કે જયારે તમે સમજી લો છો કે મારે મારી જાતને કોઈ સાથે સરખાવવાની કે કોઇથી વધારે સારા રેકોર્ડ બનાવવાની જરૂર નથી. આત્મવિશ્વાસ સરખામણીથી નહિ ,વધુ મહેનત અને સતત લગનથી મેળવી શકાય છે.તું ઉદાસી છોડ ..સરખામણી છોડ અને સતત તૈયારીમાં લાગી જા.’કોચે આત્મવિશ્વાસ વિષે સાચી સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.