Charchapatra

પીકલ જ્યુસ શું છે?

ડ્રીંકનો એક સીપ લેતા જ વિરાટ કોહલીના ચહેરા ઉપર એક્સપ્રેશન બદલાઈ ગયા. કોઈએ આ ડ્રિંકને કડવી દવા કે એલર્જી ડ્રીંક ગણાવ્યો. ખબર પડી કે પીકલ જ્યુસ હતો. આ પીકલ જ્યુસ શું છે? પીકલ જ્યુસમાં સોડિયમ અને વિનેગરનું ઊંચું પ્રમાણ હોય છે. નર્વસ સિસ્ટમ ક્રેમ્સ એટલે કે સ્નાયુનું ખેંચાણ તરત રોકે છે. પિકલ જ્યુસમાં  આવેલું સોડિયમ શરીરમાં પાણી જાળવી રાખવામાં મદદ કરે છે. જેથી પરસેવાથી થતી ડીહાઈડ્રેશન સમસ્યા ઓછી થાય છે.

દોડધામ કે ગરમીમાં શરીરમાં ઇલેક્ટ્રોલાઈટની કમી થાય છે. જેમાં સંતુલન ફરીથી જાળવવા મદદ કરે છે તેમાં રહેલા એપલ સાઇડર વિનેગર પાચન એંઝાઈમને સક્રિય કરે છે. જો જરૂર પડે ત્યારે જ પીવું હિતકારક છે. જો બ્લડપ્રેશરની સમસ્યા હોય તેણે આ જ્યુસ ન લેવું. કિડની નબળી હોય જે લોકોને વારંવાર એસિડિટી થતી હોય,પેટમાં બળતરા, કેન્સર હોય તેણે ન લેવું. વધારે પીવાથી પગમાં સોજા, શરીરમાં કેલ્શિયમનું સંતુલન બગડે છે. નાનાં બાળકો, વડીલો, પ્રેગનન્ટ મહિલાઓએ આ જ્યુસ ના પીવું. હાડકાંના સ્વાસ્થ્ય માટે સારું નથી.
સુરત     – યોગેન્દ્ર પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top