Fashion

પ્લસ સાઈઝ હો તો શું ફેશન ટ્રેન્ડને અનુસરી ન શકાય?

સૌથી પહેલાં તો એક વાત ધ્યાન રાખો કે તમને જે સારું લાગે, તમે કોન્ફિડન્ટ ફીલ કરો એ જ પહેરો. તમને ખબર જ હોય છે કે તમને શું શોભે છે અને શું નહીં? પરંતુ આપણે બીજાને પૂછીને જ નક્કી કરીએ છીએ જે કહેતાં હોય છે કે, ‘ આ ડ્રેસમાં તું જાડી લાગે છે’ ‘તને શોભતો નથી..’ વગેરે… આવું સાંભળીને આપણે જ મન મારીને નક્કી કરી લઈએ છીએ કે આ ડ્રેસ તો મને શોભશે જ નહીં. તમે પ્લસ સાઈઝ હો અને સ્ટાઈલિંગ માટે દ્વિધામાં હો તો જાણીએ પ્લસ સાઈઝ માટેની સ્ટાઈલિંગ ટિપ્સ..

ક્રોપ ટોપ
કોઈ પણ યુવતી ક્રોપ ટોપ સહેલાઈથી પહેરી શકે છે. પછી ભલે ને પ્લસ સાઈઝ કેમ ન હોય! તમારે બેલી ફેટ દેખાવાની ચિંતા કરવાની જરૂર નથી. જો કે એ યોગ્ય રીતે સ્ટાઈલ કરવામાં ન આવે તો સારાં ન પણ લાગે. જ્યારે પણ ક્રોપ ટોપ પહેરો ત્યારે ઓકેઝન અને એની સાથેના બોટમ્સ પર પૂરતું ધ્યાન આપો. દા.ત. તમે દિવસના સમયે કોઈને મળવા જતાં હો તો એની સાથે ડેનિમ, પ્લીટેડ કે લેધર સ્કર્ટ પેર કરી શકાય.

બ્લેક જ શા માટે?
એ હકીકત છે કે બ્લેક કલર તમને સ્લીમ લુક આપશે પરંતુ એનો અર્થ એ હરગિઝ નથી કે તમે માત્ર બ્લેક કલરના આઉટફિટ્સ જ પહેરો. પ્લસ સાઈઝ વુમન બ્લેક ઉપરાંત પેસ્ટલ અને સોલિડ કલર પણ પહેરી શકે છે. તમે કલર બ્લોકિંગ દ્વારા બ્લેક કલર સ્કિપ કરીને તમારા લુકને સ્પેશ્યલ અને ગ્લેમરસ બનાવી શકો છો.

બિકીની
સ્લીમ હોય કે પ્લસ સાઈઝ- બિકીની બધાં જ પહેરી શકે છે. સમયની સાથે લોકોના વિચારો પણ બદલાયા છે અને સૌંદર્યના માપદંડ પણ બદલાતા જાય છે. તમે તમારી પસંદ મુજબ નિયોનથી માંડી પોલકા ડોટ્સ સુધીની બિકીની સ્ટાઈલ કેરી કરી શકો છો. માત્ર જરૂરી એ છે કે તમે પોતાને કમ્ફર્ટેબલ મહેસૂસ કરો.

ઓવર સાઈઝ્ડ આઉટફિટ્સ
પ્લસ સાઈઝ વુમન હંમેશાં પોતાના ટમી એરિયાને હાઈડ કરવા ઓવરસાઈઝ્ડ કપડાં પસંદ કરે છે પરંતુ વધુ પડતાં ઢીલાં કપડાં તમારો લુક બગાડી શકે છે. ઓવર સાઈઝ્ડ વુમને વધુ પડતાં ટાઈટ કે વધુ પડતાં લુઝ ડ્રેસ પહેરવા ન જોઈએ. સારી રીતે ફીટીંગવાળા કપડાં પહેરો. ફિટેડ આઉટફીટ તમારાં શરીરને સ્ટ્રક્ચર આપશે અને તમારો લુક નિખારશે.

લેટેસ્ટ ટ્રેન્ડ અને પ્લસ સાઈઝ
કોઈ પણ ટ્રેન્ડ કોઈ ખાસ ફીગર માટે નથી હોતો પરંતુ તે કોઈ પણ યુવતી કેરી કરી શકે છે. પ્લસ સાઈઝ વુમન એનું ટમી છુપાવે એવા આઉટફીટ્સ પસંદ કરે છે. પરંતુ ટમી છુપાવવાના ચક્કરમાં તે ઘણી વાર ખોટા આઉટફીટ્સ પસંદ કરે છે. જે એને વધારે સ્થૂળ બતાવે છે. વધારે પડતાં ટાઈટ અને લેયરીંગવાળા કપડાં તમારું વજન ઉભારે છે. કદી કોઈને જોઈને આઉટફીટ્સ પસંદ ન કરો. તમારા લુકમાં બદલાવ લાવવા ઈચ્છતા હો તો સ્ટાઈલિશ શર્ટ ડ્રેસ ટ્રાય કરી શકો જે થાઈ હાઈ કે ની હાઈ હોય.

લેયરિંગ
પ્લસ સાઈઝ હોય તો લેયરિંગ લુક બદલી નાખે છે. કોઈ પણ આઉટફીટને લેયર કરી શકાય છે. હાઈવેસ્ટ પ્રિન્ટેડ પેન્ટ સાથે બિકીની ટોપ પેર કરી શકાય. બિકીની ટોપ સ્લીવલેસ શ્રગ સાથે લેયર કરી શકો. તેની સાથે ફૂટવેર ફલેટ પહેરી શકાય. પ્રિન્ટેડ ડ્રેસ લેયર કરવા સોલિડ કલરનું શ્રગ લો. સ્લીવલેસ ડ્રેસને ફુલ સ્લીવ શ્રગ સાથે લેયર કરો. ડીપ U કે V નેકલાઈન ફેસ અને નેકલાઈનને હાઈલાઈટ કરશે.

ટિપ્સ
ફેબ્રિક
જાડા કે ફૂલેલાં લાગે એવાં ફેબ્રિક પસંદ ન કરો. એ તમને વધારે વજનદાર દર્શાવશે.
વાઈલ્ડ બેલ્ટ
વજન ઓછું દર્શાવવાની એક સારી રીત છે વાઈલ્ડ બેલ્ટ. પ્લસ સાઈઝ વુમન આ એકસેસરીઝનો ઉપયોગ તેના કોઈ પણ ડ્રેસના લુકને થોડો બોલ્ડ કરવા કરી શકે છે.

ફિટ અને ફલેર ડ્રેસ
આ પ્રકારના ડ્રેસ પ્લસ સાઈઝ પર શોભે છે.
શેપ વેર
શેપ વેર ચોક્કસ પહેરો. એ વધારે પડતાં ફીટ કે ઢીલાં ન હોય એ ધ્યાન રાખો.
લેગિંગ
કુરતા નીચે લેગિંગને બદલે તમારે પેન્ટ પહેરવો જોઈએ. લેગિંગમાં પગની ચરબી તરત દેખાય છે.

Most Popular

To Top