આશ્રમમાં નવા જોડાયેલા શિષ્યો સાથે પહેલીવાર વાત કરતા;ગુરુજી જ્ઞાન વિષે જ્ઞાન આપી રહ્યા હતા …ગુરુજીએ કહ્યું, ‘તમે બધા જાણો જ છો કે જીવનમાં જ્ઞાનનું ખુબ જ મહત્વ છે અને એટલા માટે જ તમે અહીં મારી પાસે જ્ઞાન મેળવવા આવ્યા છો.સારી વાત છે ..મારો ધર્મ છે શિષ્યોને જ્ઞાન આપવાનો અને શિષ્ય તરીકે તમારો ધર્મ છે જ્ઞાન મેળવવાનો …જ્ઞાન આત્મસાત કરવાનો ….તમે બધા જ્ઞાન મેળવવાની ઈચ્છા સાથે અહીં મારી પાસે આવ્યા છો અને આ આશ્રમમાં જોડાયા છો.તો હું તમને સૌથી પહેલાં સમજવું કે જ્ઞાન એટલે શું અને જ્ઞાન કયા કયા રસ્તે મેળવી શકાય… માત્ર પ્રવચનથી અને પુસ્તકો વાંચવાથી જ જ્ઞાન મળે તેવું નથી.હા,જ્ઞાન મેળવવાની શરૂઆત કરવાનો તે પહેલો માર્ગ છે …..જ્ઞાન સતત મળતું રહે કઇંક ન જાણતા હોય તેવું જાણવું …ન આવડતું હોય તેવું શીખવું તે જ્ઞાન છે …..
જ્ઞાન મેળવવાનો કોઈ નક્કી સમય કે ઉંમર હોતી નથી.જ્ઞાન મેળવવા સૌથી પહેલાં મનથી તૈયારી હોવી જોઈએ અને સતત આંખો ઉઘાડી હોવી જોઈએ…અવલોકન દ્રષ્ટિ અને અનુસરણથી ઘણું બધું રોજે રોજ શીખી શકાય છે.અને બીજાને જોઇને જે શીખીએ છીએ તે સૌથી સહેલાયથી મળતું જ્ઞાન છે.’ બધા શિષ્યો ગુરુજીને એક ધ્યાનથી સાંભળી રહ્યા હતા….ત્યાં આશ્રમ ના રસોડાના ભાગ તરફ ધુમાડો દેખાયો ..થોડી દોડભાગ થઇ મોટા ભાગના શિષ્યોનું ધ્યાન તે તરફ ફંટાયુ..અમુક તો શું થયું તે જાણવા તે તરફ દોડી ગયા…હકીકતમાં તે ગુરુજીએ જ કરાવ્યું હતું……ગુરુજી આગળ બોલ્યા, ‘જ્ઞાન પ્રાપ્ત કરતી વેળાએ એકાગ્ર રહેવું બહુ જરૂરી છે.એકાગ્રતા રાખી જે કઈ પણ શીખશો તે તમને આવડશે અને યાદ રહેશે.’
ગુરુજીએ આગળ કહ્યું, ‘અનુસરણ કરીને …અવલોકન કરીને ..વાંચીને ….સાંભળીને ….સમજીને જે કઈ પણ શીખો તે જ્ઞાન મેળવવાનો શરુઆતનો તબ્ક્કો છે.જે સહેલો છે …તે પછીનો તબક્કો છે સતત વાંચન અને પુનરાવર્તન ..જે મહેનત માંગે છે …તે પછીનો તબ્બકો છે મનન અને ચિંતન …જે શીખો; જે જાણો તેનું સતત મનન કરવાથી જ્ઞાન પાકું થાય છે આ જ્ઞાન પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે.અને હજી આગળ જ્ઞાન મેળવવાનો હજી એક માર્ગ છે જે ખુબ અઘરો અને કડવો માર્ગ છે.પણ કદી ન ભૂલાય તેવું જ્ઞાન આપે છે.’ એક શિષ્યએ પૂછ્યું, ‘એવો કયો માર્ગ છે.’ ગુરુજીએ કહ્યું, ‘તે માર્ગ છે અનુભવથી જ્ઞાન મેળવવું…સારા ખરાબ અનુભવમાંથી પસાર થયા બાદ જે જ્ઞાન મળે છે તે બીજે ક્યાંયથી નથી મળતું.આ બધા જ્ઞાન મેળવવાના રસ્તા યાદ રાખજો અને જ્ઞાન મેળવતા રહેજો એજ મારી તમને પહેલી શીખ છે.’
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.