Vadodara

થોડાક વરસાદમાં પાણી ભરાયા : તંત્રની પોલ ખુલી

વડોદરા: ચોમાસાની ઋતુના શરૂઆત જુલાઈ મહિનામાંથી જ વરસાદ વરસવાનું ચાલુ થયો હતું છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં વરસાદ વરસ્યો નહોતો જેથી શહેરીજનોને બફારો અને ભારે ઉકળાટ વધી ગયેલો જોવા મળ્યો હતો. ત્યારે આજે સવારથી શહેરમાં વાદળીયું વાતાવરણ સર્જાયું હતું. વાદળા પાછળ સંતાઈ જતા સુરજદાદાના દર્શન થયા ન હતા. શહેરમાં સવારે ઝરમર વરસાદ શરુ થયા બાદ શહેરમાં સતત બે કલાક ધોધમાર વરસાદ પડ્યો હતો જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જવાના બનાવો બન્યા હતા.

વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુના શરૂઆતથી જ જુલાઈ માસમાં વરસાદે રંગ જમાવી દેતા મોસમનો કુલ વરસાદ માંથી ૭૩ ટકા જેટલો વરસાદ એક જ મહિનામાં નોધાય ચુક્યો છે. જુલાઈ માસના અંતિમ દિવસોમાં વરસાદે વિરામ લેતા શહેર પરથી વિશ્વામિત્રીના પૂરનું સંકટ ટળ્યું હતું. પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે આજવાની સપાટી ૨૧૧ ફૂટથી વધુ રહેતા તમામ ૬૨ દરવાજા આપમેળે ખુલ્લા રહ્યા હતા. પરંતુ ૨૧૧ ફૂટ થતા આજવાના તમામ દરવાજા આપમેળે બંધ થયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ બંધ રહેતા વાતાવરણમાં ઉકળાટ અને બફારો એકદમ વધી ગયા હતા. આજે સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. જોકે હવામાન ખાતાની આગાહી મુજબ તા. ૪ થી ૨૦ ઓગસ્ટ સુધી ફરી એકવાર વરસાદની આગાહી થી છે. ત્યારે આજ સવારથી જ ઝરમર વરસાદ વરસ્ય બાદ બે કલાક સતત ધોધમાર વરસાદ પડ્યો હતો જેને પરિણામે નીચાણવાળા વિસ્તારમાં ઘુટણસમાં પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Most Popular

To Top