વડોદરા: એક તરફ શહેરમા દિવાળી તહેવારોની સીઝન ચાલી રહી છે.ત્યારે શહેર ના અનેક વિસ્તારમા ગંદા, અને ઓછા પ્રેશર થી પાણી આવતું હોવાની બૂમો ઉઠવા પામી છે.દિવાળી ના સમયે લગભગ દરેક ઘરોમા સાફ સફાઈ નું કામ થતું હોવાથી પાણીનો વપરાશ વઘારે થતો હોય છે. જેથી ઘણા વિસ્તારો મા પાણી નું પ્રેશર ઓછું આવતા ખાસ કરી ને મહિલાઓ મુશ્કેલીમા મુકાઈ જતી હોય છે. આમ દિવાળી ના તહેવારોમા પાણીના મામલે કાળો કકળાટ શરૂ થયો છે.
તહેવારોમા નગરજનોને સમયસર અને પૂરતા પ્રેસરથી પાણી મળી રહે તેવું સુચારુ આયોજન વડોદરા મહાનગર પાલિકાએ ગોઠવવાની જરૂર છે.જ્યારે શહેર ના પૂર્વ વિસ્તાર અને સવાદ ક્વાટર્સ સહિત ના વિસ્તારો મા ઘણા સમય થી પીવાનું પાણી ડહોળું આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આમ તહેવારો ના સમયેજ પાલિકા તંત્ર નાગરિકો ને ચોખ્ખું પાણી ન આપી શકતા પાલિકા પાણી પુરવઠાના વહીવટ અને તેમની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.ત્યારે ફરી એકવાર છાણી ગામની પાણીની ટાંકી ખાતે હાલના સંપની લાઈન સાથે નવીન સંપની પાણીની લાઈન જોડાણની કામગીરી તા.4થી એ કરવાની છે.
જેથી તા.5 ને રવિવારે ઓછા પ્રેસર થી પાણી આવશે અત્રે ઉલ્લેખનીય છે કે પાણી ઓછા પ્રેસર થી આવવાનું અન્ય કારણ પણ સામે આવ્યું છે.શહેરના ગોત્રી, દાંડિયા બજાર, ખોડિયાર નગર, વાઘોડિયા રોડ, હાથીખાના, તાંદલજા સહીતના વિસ્તારોમા પીવાના પાણી ની લાઈનોમા લિકેજ ની સમસ્યા વારંવાર જોવા મળે છે. જેથી ઉપરોક્ત વિસ્તારો મા સૌથી વધારે સમસ્યા જોવા મળે છે લીકેજ જ્યારે નાનું હોય છે. ત્યારે સમારકામ ન થતું હોવાથી આવા વિસ્તારો મા પાણી નું પ્રેસર ઘટી જતું હોય છે.જ્યારે લીકેજ નાનું હોય ત્યારે વહીવટી તંત્રનું ધ્યાન દોરવામાં આવે છે પરંતુ તંત્ર સુતું હોય છે અને લીકેજ મોટુ થાય ત્યારે રીપેર કરવા દોડી આવતું હોય છે.
ઓછા પ્રેશરથી પાણી મળતા મજબૂરીથી લોકોને મોટર મૂકી પાણી ખેંચવું પડતું હોય છે. શરૂઆતમાં જ આવા પ્રશ્ન હલ કરવા જોઈએ છતાં પણ ગંદા પાણી અને ઓછા પ્રેસર ની ફરિયાદમાં વધારો થઇ રહીયો છે.