વડોદરા: 26 વર્ષથી શાસન છતાં વિકાસ કરી શકાયો નથી. નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવામાં આવી નથી. કોંગ્રેસ તેની નિષ્ફળતાની રિસોર્ટ નાગરિકોને બતાવી રહી છે ચાવડાએ પત્રકાર પરિષદ યોજી હતી અને સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. સરકારના પાંચ વર્ષના યશસ્વી કાર્યકાળ પૂર્ણ થયાના અવસરે સંવેદના દિનની ઉજવણી કરવામાં આવી રહી છે તેને લઈને ભાજપે આજે જનસુખાકારી દિવસ ની ઉજવણી કરી હતી તેને વિપરિત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જન અધિકાર અંગે પત્રકાર પરિષદ યોજી હતી.કોંગ્રેસ ના અભિયાનમાં જન અભિયાન હેઠળ પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા ની આગેવાનિમાં બિલ ગામ ખાતે જન અધિકાર પત્રકાર પરિસદ અને ગ્રામ રેલી દ્વારા જનતા ને તેમના અધિકારો જોડે વાકેફ કરવામાં આવ્યા હતા. પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રમુખ આમિત ચાવડા એ જણાવ્યું કે છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. પ્રજા પોતાના પરસેવાની કમાણી વેરા રૂપે સરકારને આપે છે તેની સામે જનતાને કોઈ વળતર કે માળખાકીય સુવિધા મળતી નથી.
હમણાંજ કોર્પોરેશન ની ચૂંટણી પહેલાજ વડોદરા માં ૭ ગામોનો શહેર માં ઉમેરો કરાયો તેને પણ કોઈ સુવિધા આપવામાં આવી નથી કે તેમના પડતર કામોનો સર્વે પણ કરાયો નથી. મહાનગરોના જુના વિસ્તારોમાં આજે પણ પાણી, ડ્રેનેજ, આરોગ્ય, રોડ રસ્તા, ટ્રાફિક, ગંદકી વગેરે અસંખ્ય સમસ્યા નું નિરાકરણ આ ભાજપની સરકાર લાવી શકી નથી. જે પ્રજા વેરા સ્વરૂપે કરોડો સરકારને અપાય છે તેનો ઉપયોગ માત્ર હોર્ડિંગો, બેનરો અને પોતાના પ્રચાર પાછળ વાપરે છે. હમણાં કોરોનાના સમયના હોસ્પિટલ માં દવા, ઓક્સિજન અને વેન્ટીલેટેડ બેડ ની અછત જોવા મળી સાથે સાથે કેટલાય હોસ્પિટલમાં આગના બનાવો ન્યાય તેનાથી પણ જાનહાની સર્જાઈ હતી. ત્યારબાદ પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાજી, શહેર પ્રમુખ પ્રશાંત પટેલ, જિલ્લા પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ, પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર, વિરોધપક્ષના નેતા અમીબેન રાવત સહિત 200 જેટલા લોકો એ ગ્રામ યાત્રા કરી જન અધિકાર ના નારા પોકારી જનતાને તેમના અધિકારો થી પરિચિત કરાવ્યાં હતા.